Diwali 2023 : રંગીન નહીં ગ્રીન દિવાળી ઉજવીયે, આ 4 ઇકો ફ્રેન્ડલી ટીપ્સથી સજાવો ઘર, પ્રદૂષણ પણ ફેલાશે નહીં

Eco Friendly Diwali Celebration Tips : દિવાળીની ઉજવણીમાં હવા પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખો. આ વખતે ઇકો ફ્રેન્ડલી ટીપ્સખી દિવાળીમાં ઘરને સજાવવા ઘણી 4 સરળ ટીપ્સ આપી છે

Written by Ajay Saroya
November 12, 2023 12:25 IST
Diwali 2023 : રંગીન નહીં ગ્રીન દિવાળી ઉજવીયે, આ 4 ઇકો ફ્રેન્ડલી ટીપ્સથી સજાવો ઘર, પ્રદૂષણ પણ ફેલાશે નહીં
દિવાળીમાં માટીના દીવા પ્રગટાવવાની વર્ષો જૂની રિવાજ પરંપરા છે, જે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. (Photo - Freepik)

Eco Friendly Tips For Green Diwali Celebration : દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે અને દિવાળીનો તહેવાર પણ નજીક છે. દિવાળીનો તહેવાર ફટાકડા વિના અધૂરો લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશના ઘણા ભાગોમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. પ્રદૂષણનાને નિયંત્રિત કરવા માટે સરકાર ફટાકડા પર પ્રતિબંધ મૂકે છે, તેમ છતાં લોકો છુપી રીતે ફટાકડા ફોડે છે. વધતા પ્રદુષણની સાથે જો ફટાકડા પણ ફોડવામાં આવશે તો આ હવામાં લોકોનો શ્વાસ રૂંધાવા લાગશે.

તમે જાણો છો કે તમે ફટાકડા ફોડ્યા વિના પણ દિવાળીના તહેવારને રોશન કરી શકો છો. તમે પણ ઇકો-ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરીને હવાને વધુ ઝેરી બનવાથી બચાવી શકો છો. ચાલો જાણીએ કે ફટાકડા ફોડ્યા વિના આપણે આ દિવાળી કેવી રીતે ઉજવી શકીએ.

સોલાર પાવરથી ચાલતી LED લાઇટનો ઉપયોગ કરો

તમારા ઘરને પ્રકાશિત કરવા માટે સોલાર પાવરથી સંચાલિત એલઇડી લાઇટનો ઉપયોગ કરો. આ લાઈટો સૌર ઉર્જાથી ચાલે છે. સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવતી આ લાઈટ્સ માત્ર પ્રદૂષણથી બચાવતી નથી પણ આરામદાયક પણ છે.

તેવના દીપક પ્રગટાવો

દિવાળી પર ઘરને પ્રકાશિત કરવા માટે માટીના દીવા એ અદ્ભુત અને વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આજકાલ લોકો દિવાળી પર પોતાના ઘરમાં મીણબત્તીઓ સળગાવે છે જેમાં પેટ્રોલિયમ પેદાશો હોય છે અને પર્યાવરણ પ્રદુષિત થાય છે. જો તમે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માંગતા હોવ તો તમારા ઘરને માટીના દીવાઓથી સજાવો.

green Diwali tips, eco-conscious Diwali ideas, reducing air pollution during Diwali, how to decorate home on Diwali, eco friendly Diwali
Diwali Festival Tips : આ વખતે ઉજવો ગ્રીન દિવાળી, રંગબેરંગી નહીં, આ 4 ટિપ્સની મદદથી તમારું ઘર સજાવો, બધું ચમકશે.

સુંદર છોડથી ઘરને સજાવો

જો તમે દિવાળીને ઈકો-ફ્રેન્ડલી દિવાળી બનાવવા માંગો છો, તો તમારા ઘરને સુંદર ઇન્ડોર પ્લાન્ટ્સથી સજાવો. તમે ઘરના અલગ-અલગ ખુણામાં વિવિધ પ્રકારના સુંદર ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવીને ઘરને સજાવી શકો છો. તમે તમારા ઘરને હેંગિંગ સ્ટાઈલના પ્લાન્ટથી પણ સજાવી શકો છો. તમે એરેકા પામ પ્લાન્ટને લગાવો, આ છોડ હવાને શુદ્ધ કરે છે અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને દૂર કરીને હવામાં ભેજ જાળવી રાખે છે.

તમારા આંગણાને ઇકો-ફ્રેન્ડલી રંગોળીથી સજાવો

કોઈપણ તહેવાર હોય તો રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. આ દિવાળીએ જો તમે પણ તમારા આંગણાને કુદરતી રીતે સજાવવા માંગતા હોવ તો ઈકો ફ્રેન્ડલી રંગોળી બનાવો. રંગોળી બનાવવા માટે તમારે કેમિકલ બેઝ કલર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. આ રંગો હવાને પ્રદૂષિત કરી શકે છે. ઈકો ફ્રેન્ડલી રંગોળી બનાવવા માટે તમે ફૂલો, રંગીન ચોખાના દાણા, લોટ અને હળદરનો ઉપયોગ કરી શકો છો.

.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ