Gallstones Symptoms and Causes | પિત્તાશયમાં પથરી કોને થાય? રોકવા માટે શું કરી શકાય?

પિત્તાશયમાં પથરી અટકાવવા માટે અસરકારક ટિપ્સ | પિત્તાશયમાં પથરી એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે જેના વિશે ઘણા લોકો ચિંતા કરે છે. અહીં જાણો પિત્તાશયમાં પથરી થવાના કારણો અને ઉપાયો

Written by shivani chauhan
July 16, 2025 14:17 IST
Gallstones Symptoms and Causes | પિત્તાશયમાં પથરી કોને થાય? રોકવા માટે શું કરી શકાય?
Gallstones Causes and Prevention

Gallstones Causes and Prevention | પિત્તાશયમાં પથરી (Gallstones) એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે જેના વિશે ઘણા લોકો ચિંતા કરે છે. જ્યારે પિત્તાશયમાં પથરી થવાના ઘણા કારણો છે, ત્યારે ડૉ. નિત્યા સમજાવે છે કે દૈનિક પાણી પીવાની આદતો અને આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. વધુમાં અહીં જાણો

પિત્તાશયમાં પથરી થવાના કારણો

શરીરમાં પૂરતું પાણી ન પીવું એ પિત્તાશયમાં પથરીઓનું મુખ્ય કારણ છે. ડૉ. નિથિયા સમજાવે છે કે કચરાના પદાર્થોના સંચયથી કોઈપણ અંગમાં પથરી અથવા ગઠ્ઠો બની શકે છે. પિત્તાશયની સુગમ કામગીરી માટે પાણી જરૂરી છે. જ્યારે હાઇડ્રેશન ઓછું હોય છે, ત્યારે પિત્ત જાડું થાય છે, જેનાથી પથરી બનવાની શક્યતા વધી જાય છે.

શરીરમાં કચરાના ઉત્પાદનો એકઠા થતા અટકાવવા માટે તમારા આહારમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે આજે ઘણા લોકો વધુ ડ્રાય ખોરાક, વધુ કાર્બોહાઇડ્રેટ્સ,મેંદાની પ્રોડક્ટસ, વધુ મીઠું અને ખાટા ખોરાક, તેમજ પ્રોસેસ્ડ અને ફ્રોઝન ખોરાકનો ઉપયોગ કરે છે.

આ પ્રકારની ખાવાની આદતો શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બને છે. આનાથી પિત્તાશયમાં પથરી બનવાનું જોખમ વધે છે. ડિહાઇડ્રેશન પિત્તની ઘનતામાં વધારો કરે છે, જેનાથી તેનો સામાન્ય પ્રવાહ અટકે છે. પથરી બનવામાં આ મુખ્ય પરિબળ છે.

Gwada Negative Blood Group | ફ્રેન્ચ વૈજ્ઞાનિક દ્વારા ગ્વાડા નેગેટિવ ની શોધ, બ્લડ ગ્રુપ કેટલા પ્રકારના હોય? કેવી રીતે પોઝિટિવ નેગેટિવ નક્કી થાય, જાણો બધુજ

શું ધ્યાન રાખવું?

  • પિત્તાશયમાં પથરીની રચના અટકાવવા માટે, પૂરતું પાણી પીવું અને આપણા રોજિંદા આહારમાં પાણીયુક્ત ખોરાકનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે.
  • પ્રોસેસ્ડ ખોરાક ટાળવા અને આપણા આહારમાં કુદરતી શાકભાજી, ફળો અને આખા અનાજનો સમાવેશ કરવાથી પિત્તાશયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ