સ્મોકિંગ (Smoking) એ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે એ વાત વ્યાપકપણે સ્વીકૃત છે. જોકે કેટલીક એવી ક્રિયાઓ છે જે સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક છે. તેમાંથી એક છે જમ્યા પછી તરત જ બેસવું. ઘણા આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર જમ્યા પછી તરત જ ચાલવાનું કહે છે પરંતુ શું તે કેટલું સાચું છે?
જમ્યા પછી તરત બેસવું એ ધૂમ્રપાન કરતાં વધુ નુકસાનકારક છે એવું ઘણા કહે છે પરંતુ ઘણા લોકો આ વાત સાંભળતા નથી. એવું કહેવાય છે કે જમ્યા પછી તરત જ બેસવું હૃદયના સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે હાનિકારક છે. શું આ ધૂમ્રપાન કરતાં વધુ હાનિકારક છે? અહીં જાણો
જમ્યા પછી તરત બેસવું એ ધૂમ્રપાન કરતાં વધુ હાનિકારક છે કે નહિ?
કિમ્સહેલ્થ તિરુવનંતપુરમના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજી ડૉ. દિનેશ ડેવિડે જણાવ્યું હતું કે, જમ્યા પછી તરત જ બેસવું એ ધમનીઓ માટે ધૂમ્રપાન કરતાં વધુ નુકસાનકારક છે તે સૂચવતા કોઈ પુરાવા નથી. શારીરિક પ્રવૃત્તિ વિના દિવસમાં 8 કલાકથી વધુ સમય સુધી બેસવું સારું નથી. તેમણે કહ્યું કે આનાથી સ્મોકિંગ જેવા હૃદય રોગ થઈ શકે છે.
તેમણે IndianExpress.com ને જણાવ્યું હતું કે “ઊભા રહેવાથી કે ચાલવાથી થતી સરખામણીમાં બેસવાથી ચયાપચય લગભગ 30% ધીમો પડી જાય છે. આનાથી વજન વધી શકે છે અને ધમનીઓમાં ચરબી જમા થઈ શકે છે. આનાથી એથરોસ્ક્લેરોસિસ થાય છે. ડેસ્ક જોબ વાળા ઘણીવાર લાંબા સમય સુધી બેસી રહે છે. આ તેમની શારીરિક પ્રવૃત્તિને મર્યાદિત કરે છે અને મેટાબોલિક ડિસઓર્ડર, સ્થૂળતા, ગ્લુકોઝ ઇન્ટોલસરસમાં ઘટાડો અને બળતરા તરફ દોરી જાય છે. આ બધા હૃદય રોગના પૂર્વગામી છે.
લાંબા સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્ય પર થતી અસર
ફરીદાબાદની અમૃતા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મોહિત શર્માના જણાવ્યા અનુસાર, સંશોધન સૂચવે છે કે દિવસમાં 6-8 કલાકથી વધુ સમય સુધી બેસવાથી અકાળ મૃત્યુનું જોખમ વધે છે. લાંબા સમય સુધી બેસવાથી મૃત્યુદર, હૃદય રોગ, કેન્સરનું જોખમ અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.
ડૉ. શર્માએ જણાવ્યું હતું કે સ્મોકિંગ ન કરનારાઓની તુલનામાં દિવસમાં 8 કલાકથી વધુ સમય બેસી રહેવાથી મૃત્યુનું જોખમ 34% વધી જાય છે. દિવસમાં 1-5 સિગારેટ પીવાથી હૃદય રોગનું જોખમ 40-50% વધી જાય છે. ધૂમ્રપાન સામાન્ય રીતે વધુ તાત્કાલિક અને ગંભીર સ્વાસ્થ્ય પરિણામોનું કારણ બને છે, એમ તેમણે જણાવ્યું હતું.
ડૉ. શર્માએ કહ્યું કે “કામ ગમે તેટલું મહત્વપૂર્ણ હોય તો દર 2 કલાકે થોડી મિનિટો ચાલો. ઓછામાં ઓછા 15 મિનિટ ચાલવા જાઓ. તમે ઊભા થઈને તમારી પાણીની બોટલ ભરી શકો છો. તમારી પીઠ અને કરોડરજ્જુ સીધી રાખવાનું યાદ રાખો, કારણ કે હલનચલન ન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.’