/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/egg-freezing-in-women.jpg)
egg freezing in women
Egg Freezing In Women | આજના ઝડપી મોડર્ન સમયમાં વધુને વધુ સ્ત્રીઓ તેના પ્રજનન સ્વાસ્થ્ય પર કંટ્રોલ કરી રહી છે અને એક ઓપ્શન જે ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે તે છે એગ ફ્રીઝિંગ (egg freezing). સ્ટડી કરવું, કરિયર બનાવવું અથવા યોગ્ય જીવનસાથીની રાહ જોવી ઘણી સ્ત્રીઓ ભવિષ્ય માટે તેમની પ્રજનન ક્ષમતાને સાચવવાનું પસંદ કરી રહી છે, તેથી સ્ત્રીઓમાં એગ ફ્રીઝીંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
એગ ફ્રીઝિંગને ગાયનેકોલોજિસ્ટ ડૉ. પૂજા રાની વધુ સારી રીતે સમજવા છે, જેઓ એગ ફ્રીઝિંગ વિશેના સૌથી સામાન્ય પ્રશ્નો, તે શું છે, મોર્ડન સ્ત્રીઓ એગ ફ્રીઝિંગ ઓપ્શન કેમ પસંદ કરી રહી છે? જાણો
મોર્ડન સ્ત્રીઓમાં એગ ફ્રીઝિંગનો ટ્રેન્ડ વધ્યો
આજકાલ મોટાભાગની સ્ત્રીઓ પોતાના ઇંડા કેમ ફ્રીઝ કરી રહી છે? તે પ્રશ્ન પર ડૉ. પૂજા રાની સમજાવે છે કે આજકાલ, ઘણી સ્ત્રીઓ એજ્યુકેશન,કરિયર અથવા યોગ્ય જીવનસાથી શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તે બિલકુલ ઠીક છે. જોકે, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા કુદરતી રીતે ઘટતી જાય છે.
એગ ફ્રીઝિંગ શું છે?
એગ ફ્રીઝિંગ એ એક મેડિકલ ઓપ્શન છે જે સ્ત્રીઓને યુવાન અને સ્વસ્થ હોય ત્યારે તેમના એગ સાચવવાની મંજૂરી આપે છે. આનાથી તેમને જીવનમાં પછીના સમયમાં જ્યારે તેઓ ભાવનાત્મક, શારીરિક અને આર્થિક રીતે તૈયાર હોય ત્યારે બેબી પ્લાનિંગ કરવા સ્વતંત્રતા મળે છે.
ઇંડા ફ્રીઝિંગ કેવી રીતે કામ કરે છે?
એગ ફ્રીઝિંગમાં હોર્મોન્સ દ્વારા અંડાશયને ઉત્તેજીત કરીને બહુવિધ ઇંડા ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઇંડા પછી એકત્રિત કરવામાં આવે છે, સ્થિર કરવામાં આવે છે અને ઓછા તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. તેમને પીગાળી શકાય છે અને પછીથી IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) દ્વારા ગર્ભધારણ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
એગ ફ્રીઝીંગ ફાયદા અને સંભવિત પરિણામો
સૌથી મોટો ફાયદો મનની શાંતિ છે. સ્ત્રીઓને એ જાણીને સશક્ત લાગે છે કે તેઓએ તેમના ભવિષ્યના પ્રજનનને સુરક્ષિત રાખવા માટે એક પગલું ભર્યું છે. સક્સેસ રેટ અલગ અલગ હોય છે, નાના ઇંડા સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ચાન્સીસ ધરાવે છે. જો કે આ 100% ગેરંટી નથી.
બાળકો હેલ્ધી નથી ખાતા? આ પ્રોટીનયુક્ત નાસ્તા આઈડિયાઝ અપનાવો, બહારનું નહિ માંગે !
ઇંડા ફ્રીઝિંગ કઈ સ્ત્રીઓએ કરાવવું જોઈએ?
- પર્સનલ અથવા પ્રોફેશનલ કારણોસર પ્રેગ્નેન્સીમાં વિલંબ કરવા માંગે છે.
- હજુ સુધી યોગ્ય જીવનસાથી મળ્યો નથી.
- 35 વર્ષની ઉંમર પહેલાં તે કરાવવું બેસ્ટ છે , જ્યારે ઇંડાની ગુણવત્તા સામાન્ય રીતે સારી હોય છે.
- અકાળ મેનોપોઝનો કૌટુંબિક ઇતિહાસ ધરાવે છે.
- કીમોથેરાપી જેવી તબીબી સારવાર લઈ રહી છે જે પ્રજનનક્ષમતાને અસર કરી શકે છે.
એગ ફ્રીઝીંગમાં જોખમો
નિષ્ણાતો કહે છે કે કોઈપણ તબીબી પ્રક્રિયાની જેમ, એગ ફ્રીઝિંગમાં કેટલાક નાના જોખમો હોય છે, જેમ કે હોર્મોન ઇન્જેક્શનની પ્રતિક્રિયાઓ, ઇંડા નિષ્કર્ષણ દરમિયાન અગવડતા, ખર્ચ અને ભાવનાત્મક અપેક્ષાઓ વગેરે, પરંતુ એકંદરે, આ પ્રક્રિયાને સલામત અને સારી રીતે સંશોધન કરાયેલ માનવામાં આવે છે જ્યારે યોગ્ય મેડિકલ ગાઈડન્સ હેઠળ કરવામાં આવે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us