Turmeric Water Benefit: સવારે ખાલી પેટ હળદર વાળું પાણી પીવાના 5 સ્વાસ્થ્ય ફાયદા, વેટ લોસ થશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે

Turmeric Water Benefits In Gujarati : હળદર ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે. આયુર્વેદ નિષ્ણાત ડો.સલીમ ઝૈદીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકો શાકભાજી અને દૂધમાં હળદર નાંખી સેવન કરે છે. સવારે ખાલી પેટે હળદર વાળુ પાણી પીવાથી અનેક ગંભીર રોગો સામે રક્ષણ મળે છે.

Written by Ajay Saroya
September 05, 2025 17:14 IST
Turmeric Water Benefit: સવારે ખાલી પેટ હળદર વાળું પાણી પીવાના 5 સ્વાસ્થ્ય ફાયદા, વેટ લોસ થશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે
Turmeric Water Benefits : ખાલી પેટ હળદર વાળું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. (Photo: Social Media)

Empty Stomach Turmeric Water Benefits In Morning : હળદર એક એવો મસાલો છે જે માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદમાં હળદરને શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદરમાં કર્ક્યુમિન, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડેન્ટ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. આયુર્વેદ અને યુનાની ચિકિત્સા વિશેષજ્ઞ ડો.સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર, સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સંજીવની બુટી થી ઓછું નથી.

આયુર્વેદ નિષ્ણાત ડો.સલીમ ઝૈદીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકો શાકભાજી કે દૂધમાં હળદરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવાથી અનેક ગંભીર રોગો સામે રક્ષણ મળે છે. તે શરીરને અંદરથી ડિટોક્સિફાઇ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે હળદરનું પાણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીયે, સવારે ખાલી પેટ હળદર વાળું પાણી પીવાના ફાયદા

પાચન તંત્ર સુધારે છે

આજના સમયમાં અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારને કારણે પાચન સંબંધી સમસ્યાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે. આરોગ્યપ્રદ પાચનતંત્ર માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ખાલી પેટે હળદરનું પાણી પીવાથી પાચન ઉત્સેચકો સક્રિય થાય છે. તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે.

શરીર માંથી ઝેરી તત્વો બહાર કાઢે છે

હળદરમાં એવા ગુણ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. હળદરમાં ડિટોક્સિફાઇંગ ગુણ હોય છે. સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી શરીરમાં સંગ્રહિત ઝેરી તત્વો દૂર થાય છે. આ સાથે તે લીવરને સ્વસ્થ રાખવા અને લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

નિરોગી અને તંદુરસ્ત શરીર માટે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હળદર કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણધર્મો છે, જે શરીરને ચેપ અને મોસમી રોગોથી બચાવે છે. હળદરનું પાણી પીવાથી શરદી, ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનનો ખતરો ઘણી હદ સુધી ઓછો થઇ શકે છે.

વજન ઘટાડવામાં અસરકારક

સ્થૂળતાથી પરેશાન લોકોએ સવારે હળદરનું પાણી પીવું જોઈએ. વજન ઘટાડવા માટે હળદરનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે, જે ચરબી ઓગાળવાની પ્રક્રિયાને સુધારે છે અને શરીરમાંથી વધારાની ચરબી ઘટાડે છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક

હળદરનું પાણી નિયમિત પીવાથી લોહી સાફ રહે છે, જેનાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે અને ખીલ જેવી સમસ્યાઓ ઓછી થાય છે. આ સાથે વાળના મૂળ મજબૂત થાય છે. એવામાં હળદરનું પાણી ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ