Health Tips : ફેસ વોશ ક્યારે અને કેટલી વખત કરવું જોઇએ? ચહેરો સાફ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવો

Face Wash Tips According To Skin Type : ફેસ વોશ કરવાથી ચહેરો સાફ અને સુંદર દેખાય છે. ડર્મેટોલોજિસ્ટ ડૉ. રિંકી કપૂરના મતે ફેસ વોશ ક્યારે અને કેટલી વખત કરવું તે માટે સૌથી પહેલા તમારા ફેસ સ્કીન ટોનને સમજવું જરૂરી છે.

Written by Ajay Saroya
Updated : April 11, 2024 00:24 IST
Health Tips : ફેસ વોશ ક્યારે અને કેટલી વખત કરવું જોઇએ? ચહેરો સાફ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવો
ફેસ વોશ નિયમિત કરવાથી ચહેરો સાફ અને સુંદર રહે છે. (Photo - Freepik

Face Wash Tips According To Skin Type : ફેસ વોશ કરવું એટલે કે ચહેરો ધોવો એક સામાન્ય ક્રિયા છે પરંતુ હેલ્થની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ કામ છે. ચહેરો આપણા સમગ્ર વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો ચહેરો સુંદર અને આકર્ષક દેખાય. ચહેરો ધોવા માટે લોકો વિવિધ પ્રકારના ફોસ વોશ અને સાબુનો ઉપયોગ કરે છે.

શરીરના અન્ય અંગોની સરખામણીએ ચહેરા પર સૌથી વધારે મેલ અને ગંદકી જમા થાય છે. ચહેરાને સાફ અને સુંદર રાખવા નિયમિત અને યોગ્ય રીતે ફેસ વોશ કરવું જરૂરી છે. ચાલો જાણીયે દિવસમાં ક્યા સમયે અને કેટલી વખત ફેસ વોશ કરવું જોઇએ. ધ એસ્થેટિક ક્લિનિક્સના કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્માટો સર્જન, કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉ. રિંકી કપૂરે તમારી સ્કીનના પ્રકાર અનુસાર ફેસ વોશ કરવાની યોગ્ય રીત અને સમય વિશે જાણકારી આપી છે.

ફેસ વોશ કરવાની મૂંઝવણ: સવારે ચહેરો ધોવો કે ન ધોવું?

ડૉ. કપૂરે કહ્યું હતું કે, એક વાત તમામ વ્યક્તિઓને લાગુ પડતી નથી. કેટલાકનું માનવું છે કે સવારે ફેસ વોશનો ઉપયોગ કરવાથી આખી રાત જામેલો પરસેવો અને ચોઈલ દૂર થાય છે, જ્યારે અન્ય લોકો મેકઅપ અને પર્યાવરણીય પ્રદૂષકોને દૂર કરવા માટે રાત્રે ફેસ વોશનો ઉપયોગ કરવાની હિમાયત કરે છે. સૌથી પહેલા તમારે તમારા ફેસ સ્કીનના પ્રકારને સમજવાની જરૂરી છે.

ઓઈલી અને ખીલ ચહેરો :

ફેસની સ્કીન ઓઈલી કે ખીલ હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જોઇએ. આમ તો આવી સ્કીન હોય તો દિવસમાં બે થી વધુ વખત ફેસ વોશથી ચહેરો સાફ કરવાની સૂચન છે.

મોર્નિંગ ક્લીન્ઝ :

મોર્નિંગ ક્લીન્ઝ તમારી સ્કીનને દિવસ માટે તૈયાર કરે છે, રાત ભર જામેલા ઓઇલને ચહેરા પરથી દૂર કરે છે અને સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર જેવા સ્કિનકેર પ્રોડક્ટ્સને વધુ સારી રીતે ઓબ્ઝોર કરે છે.

નાઇટ ક્લીન્ઝ :

નાઇટ ક્લીન્ઝ ચેહાર પરથી મેકઅપ, ગંદકી અને પ્રદૂષણને દૂર કરવા માટે જરૂરી છે. આ તમામ ચીજો તમારી સ્કીનને નનુકસાન પહોંચાડી શકે છે.

જો કે એ વાતનું ધ્યાન રાખો કે, વધારે વખત ફેસ વોશ વડે ચહેરો ધોવાથી સ્કીન માંથી કુદરતી ઓઈલ ઓછું થઇ થાય છે, જેના પરિણામે સ્કીન શુષ્ક થાય છે અને બળતરા ઉભી કરી શકે છે.

ડ્રાય (શુષ્ક) અથવા સેન્સેટિવ સ્કીન :

સાવધાન, વધુ પડતો ચહેરો ધોવાથી તમારી સ્કીનમાંથી કુદરતી ભેજ ઘટવા લાગે છે. મેકઅપ અને પ્રદૂષકોને દૂર કરવા માટે રાત્રે સાવધાનીપૂર્વક ફેસ ક્લિન કરવો જોઇએ.

face wash tips | was face tips | how to clean face in a day | face sking tips
ફેસ વોશ ક્યારે અને કેટલું વખત કરવું તે તમારી ચહેરાની સ્કીન ટોન અનુસાર નક્કી કરવું જોઇએ. (Photo – Freepik)

ચહેરાને સંપૂર્ણપણે ક્લિન રાખો :

ફેસ સ્કીનના પ્રકાર અનુસાર દિવસમાં કેટલી વખત ચહેરો ધોવો તે નક્કી કરવું જોઇએ.

સ્કીનના પ્રકાર અનુસાર દિવસના જુદા જુદા સમયે ફેસ વોશનો ઉપયોગ કરવો જાઇએ :

શુષ્ક ત્વચા (ડ્રાય સ્કીન/Dry Skin) :

ડ્રાય સ્કીન હોય તો દિવસમાં એક વખત (ખાસ કરીને રાત્રે) ફેસ વોશ કરવું જોઇએ, જે ઘણી વખત કુદરતી ઓઇલને દૂર કરવા માટે પુરતું હોય છે.

ઓઈલી અને ખીલ વાળી ફેસ સ્કીન (Oily or Acne-Prone Skin) :

ઓઈલી અને ખીલ વાળો ચહેરો હોય તો દિવસમાં બે વખત (સવાર અને રાત) ફેસ વોશ કરવું જોઇએ, જે ચહેરા પરના ઓઇલને કન્ટ્રોલ કરવામાં અને કાળા ડાધાને રોકવામાં મદદ કરે છે.

મિશ્રણ ત્વચા (Combination Skin) :

દિવસમાં બે વખત લાઇટ ક્લીંઝર વડે ફેસ વોશ કરવાથી ટી-ઝોન (કપાળ, નાક અને હડપચી)માં ઓઈલને કન્ટ્રોલ કરવામાં મદદ મળી શકે છે, જ્યારે શુષ્ક સ્કીન પર સંવેદનશીલ રહે છે.

તમારી સ્કીનને ઓળખો

દિવસ દરમિયાન તમારી સ્કીનને ક્લિન કરો અને તેનાથી ચહેરા પર શું અસર થાય છે તેનું અવલોકન કરો. ડ્રાયનેસ, ઈરિટેશન અથવા અત્યંત ઓઈલી સ્કીન અનુસાર તમારે ફેસ વોશ ક્યારે અને કેવી રીતે કરવું તે નક્કી કરવું જોઇએ. ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો, જે તમને તમારી સ્કીન અનુસાર પર્સનલ સ્કીન કેર રાખવાની ટીપ્સ આપશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ