Plastic Chutney Recipe: પ્લાસ્ટિક ચટણી બંગાળની પરંપરાગત વાનગી, જાણો કેવી રીતે નામ પડ્યું અને બનાવવાની રીત

Famous Bangali Food Plastic Chutney Recipe: પ્લાસ્ટિક ચટણી પશ્ચિમ બંગાળની એક પરંપરાગત વાનગી છે. સ્વાદમાં તીખી અને મીઠી પ્લાસ્ટિક ચટણી ભોજન કર્યા પછી ખાવામાં આવે છે.

Famous Bangali Food Plastic Chutney Recipe: પ્લાસ્ટિક ચટણી પશ્ચિમ બંગાળની એક પરંપરાગત વાનગી છે. સ્વાદમાં તીખી અને મીઠી પ્લાસ્ટિક ચટણી ભોજન કર્યા પછી ખાવામાં આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Plastic Chutney Recipe | Plastic Chutney Recipe Bangali | famous bangali food recipe

Plastic Chutney Recipe: બંગાળની પરંપરાગત પ્લાસ્ટિકની ચટણી. (Photo: Social Media)

Plastic Chutney Recipe: ચટણી ભોજનનો સ્વાદ બમણો કરે છે. ઠંડી હોય કે ગરમી કે ચોમાસું ચટણી બારેમાસ ખાઇ શકાય છે. ચટણીનો તીખો, ખાટો મીઠો સ્વાદ સૌને ભાવે છે. સામાન્ય રીતે તમે લસણની ચટણી, ફુદીનાની ચટણી, લીલા મરચાની ચટણી, નારિયેળની ચટણી ટામેટાની ચટણી ખાધી જ હશે. જો કે અહીં એક યુનિક ચટણી વિશે જણાવવામાં આવ્યું છે, જેનું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. આ વાનગીનું નામ છે પ્લાસ્ટિક ચટણી, જે પશ્ચિમ બંગાળની પરંપરાગત વાનગી છે. ચટણીનું નામ કેવી રીતે પડ્યું અને તે બનાવવાની રીત વિશે વિગતવાર ચાલો જાણીયે

Advertisment

પ્લાસ્ટિક ચટણી નામ કેવી રીતે પડ્યું

માસ્ટરશેફ પંકજ ભદોરિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્લાસ્ટિક ચટણીની રેસીપી શેર કરી છે. તેઓ કહે છે કે, પ્લાસ્ટિક ચટણી બંગાળી વાનગી છે. જ્યારે આ ચટણી બને છે ત્યારે તે દેખાવામાં એકદમ પ્લાસ્ટિક જેવી હોય છે. તેને ત્યાં સુધી રાંધવામાં આવે છે જ્યાં સુધી તે પારદર્શક અને ચમકદાર થાય. રાંધ્યા બાદ તે એકદમ પ્લાસ્ટિક જેવી દેખાય છે. આ ચટણીનો સ્વાદ તીખો અને મીઠો હોય છે. ખાસ વાત એ છે કે તેને આ ચટણી ભોજનની સાથે નહીં પણ ભોજન બાદ પીરસવામાં આવે છે.

પ્લાસ્ટિક ચટણી બનાવવા માટે સામગ્રી

  • કાચું પપૈયું -750 ગ્રામ
  • કાજુ - 10 થી 12 નંગ
  • લીંબુનો રસ - 3 મોટી ચમચી
  • ખાંડ - 1 કપ
  • મીઠું - અડધી નાની ચમચી
  • પંચ ફોરન મસાલો - અડધી નાની ચમચી (જીરું, રાઇ, મેથી, વરિયાળી અને કલોંજીનો પાઉડર)
  • સરસવનું તેલ - 1 મોટી ચમચી
https://www.instagram.com/p/DI0VHrmzaov/

Plastic Chutney Recipe : પ્લાસ્ટિક ચટણી બનાવવાની રીત

  • પ્લાસ્ટિ ચટણી બનાવવા માટે સૌથી પહેલા પપૈયાની છાલ કાઢો અને અંદરથી બિયાં પણ કાઢી લો.
  • પપૈયાને પાતળી પાતળી સ્લાઇસ કાપી લો.
  • તેને 1 મિનિટ ગરમ પાણીમાં બાફો અને પછી પાણી કાઢી લો.
  • ગેસ ચાલુ કરી એક પેનમાં સરસવનું તેલ ગરમ કરો, તેમા કાજુ સહેજ ફ્રાય કરી લો.
  • હવ તે જ પેનમાં પંચ ફોરન મસાલો, ખાંડ અને પાણી નાંખી ઉકાળો.
  • ઉકળતા પાણીમાં પપૈયાની સ્લાઇસ 8 થી 10 મિનિટ સુધી પકવવા દો.
  • પપૈયું રંધાઇને પારદર્શક ન દેખાય ત્યાં સુધી પકવો.
  • તેમા કાચું પપૈયું, ચપટી મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો.
  • પેન ઢાંકીને ઓછા તાપે 10 મિનિટ સુધી પકવો.
  • પપૈયું નરમ થઇ જાય ત્યારે સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ ઉમેરી 3 થી 5 મિનિટ સુધી પકવવા દો.
  • પપૈયું નરમ થઇ જાય પછી ફ્રાય કરેલા કાજુના ટુકડા ઉમેરી ગેસ બંધ કરી દો.
  • પપૈયાની પ્લાસ્ટિક ચટણી ઠંડી થયા બાદ તેને હવાચુસ્ત કન્ટેનરમાં ભરી ફ્રિજમાં સ્ટોક કરો.
Advertisment
જીવનશૈલી રેસીપી