Lili Tuvar Dhokli Shaak Recipe : સુરતી સ્ટાઇલ લીલી તુવેર ઢોકળીનું શાક, કુકરમાં ફટફાટ બની જશે

Surti Style Lili Tuvar Dhokli Nu Shaak Recipe : શિયાળામાં લીલી તુવેર ઢોકળીનું શાક જરૂર ટ્રાય કરવું જોઇએ. લીલી તુવેર અને ઢોકળી સાથે લીલું લસણ અને લીલી મેથીનું મિશ્રણ આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં સુરતી સ્ટાઇલ લીલી તુવેર ઢોકળીનું શાક બનાવવાની સરળ રેસીપી છે.

Written by Ajay Saroya
November 16, 2025 16:40 IST
Lili Tuvar Dhokli Shaak Recipe : સુરતી સ્ટાઇલ લીલી તુવેર ઢોકળીનું શાક, કુકરમાં ફટફાટ બની જશે
Lili Tuvar Dhokli Nu Shaak Recipe : લીલી તુવેર ઢોકળીનું શાક બનાવવાની રેસીપી. (Photo: @NehasCookBookGujarati))

Surti Style Lili Tuvar Dhokli Nu Shaak Recipe In Gujarati : ગુજરાતની પ્રખ્યાત વાનગી કાઠિયાવાડી ઢોકળીનું શાક તમે ખાધું જ હશે. ચણાનો લોટ બાફીને બનાવવામાં આવતી ઢોકળીનું શાક રેસ્ટોરન્ટ અને ઢાબા પર બહું ખવાય છે. જો તમને પણ ઢોકળીનું શાક પસંદ છે તો તમારે સુરતી સ્ટાઇલમાં લીલી તુવેર ઢોકળીનું શાક ટ્રાય કરવું જોઇએ. લીલી તુવેરના દાણા અને ઢોકળીના શાકમાં લીલું લસણ અને લીલી મેથી ઉમેરવાથી અદભુત સ્વાદ આવે છે. અહીં સુરતી સ્ટાઇલમાં લીલી તુવેર ઢોકળીનું શાક બનાવવાની સરળ રીત આપી છે.

લીલી તુવેર ઢોકળીનું શાક બનાવવા માટે સામગ્રી | Lili Tuvar Dhokli Sabji Recipe In Gujarati

  • લીલી તુવેરના દાણા – 250 ગ્રામ
  • ઘઉંનો લોટ – 1 કપ
  • ચણાનો લોટ – 1/2 કપ
  • અજમો – 1/4 કપ
  • સફેદ તલ – 1/2 કપ
  • હિંગ પાઉડર – 1/4 કપ
  • ખાંડ – 1/4 કપ
  • દહીં – 1 કપ
  • લીલા મરચા આદુની પેસ્ટ – 1 ચમચી
  • લીલી મેથી સમારેલી – 2 કપ
  • પાલક સમારેલી – 1/2 કપ
  • તેલ – દોઢ ચમચી
  • પાણી – જરૂર મુજબ
  • ગ્રીન પેસ્ટ – 1 વાટકી
  • તેલ – જરૂર મુજબ

સુરતી સ્ટાઇલ લીલી તુવેર ઢોકળીનું શાક બનાવવાની રીત | Surti Style Lili Tuvar Dhokli Nu Shaak Recipe In Gujarati

ઢોકળી બનાવો

એક બાઉલમાં 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટલી ચણાનો લોટ ઉમેરો, પછી જીરું, અજમો, ઝીણી સમારેલી લીલી મેથી અને પાલકની ભાજી, કોથમીર, લીલા મરચા આદુની પેસ્ટ, મીઠું અને 1 ચમચી તેલ ઉમેરો. હવે બધી સામગ્રી મિક્સ કરો, પછી જરૂર મુજબ પાણી ઉમેરી નરમ લોટ બાંધો. આ લોટ માંથી હાથ વડે ગોળ નાની નાની ઢોકળી બનાવી તૈયાર રાખો.

ગ્રીન પેસ્ટ બનાવો

શાક માટે ગ્રીન ચટણી બનાવો. મિક્સર જારમાં લીલું લસણ, લીલા મરચા, લીલું કોથમીર, સીંગદાણા અને તલ, મીઠું અને થોડુંક પાણી ઉમેરી ગ્રીન પેસ્ટ બનાવો. આ પેસ્ટ બહુ પાતળી રાખવાની નથી.

ગેસ પર એક કુકર કે કઢાઇમાં 4 મોટી ચમચી તેલ ગરમો કરો. પછી તેમા 1 ચમચી જીરું અને અડધો ચમચી અજમો સાંતળી લો. હવે લીલી તુવેરના દાણા ઉમેરો, તેમા 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી સહેજ પકવવા દો. પછી 1/4 કપ બેકિંગ સોડા ઉમેરો, તેનાથી તુવેરના દાણા ઝડપથી બફાઇ જશે અને સબ્જીનો ગ્રીન કલર પણ જળવાઇ રહેશે.

હવે તેમા લીલા લસણ, મરચાની તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરી સાંતળો. મસાલોને સતત હલાવતા રહો, જેથી તે દાઝે નહીં. પેસ્ટ માંથી તેલ છુંટુ પડવા લાગે એટલે તેમા બે અથી અઢી કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો. ગેસની આંચ મીડિયમ કરી દો.

હવે કઢાઇમાં બનાવેલી કાચી ઢોકળી ઉમેરો. થોડીક થોડીક મિનિટે ઢોકળી ઉમેરો, જેનાથી તે એક બીજા સાથે ચોંટશે નહીં. ત્યાર પછી મીડિયમ આંચ પર કુકરનું ઢાંકણ લગાવી તેને 2 થી 3 મિનિટ સીટી વાગે ત્યાં સુધી બાફો. કુકર ખોલીને તુવેરના દાણા અને ઢોકળી બરાબર બફાઇ ગયા છે કે નહીં તે દબાણીને ચેક કરો. છેલ્લે તેમા ચાટ મસાલો, લીલા કોથમીરના પાન, લીલા લસણના પાન અને અડધી ચમચી લીંબનો રસ ઉમરો. આ રીતે લીલી તુવેર ઢોકળીનું શાક તૈયાર થઇ જશે.

આ પણ વાંચો | ઉંધીયાને ટક્કર આપે તેવું દાણા મુઠીયાનું શાક બનાવવાની રીત

લીલી તુવેર ઢોકળીનું શાક રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડશે. દાળ ઢોકળી કે ઢોકળીનું શાક ખાઇને કંટાળી ગયા છો તો તમારે ઘરે લીલી તુવેર ઢોકળીનું શાક ટ્રાય કરવું જોઇએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ