Fennel Benefits In Gujarati: વરિયાળી મુખવાસ અને અમુક વાનગીમાં ઉમેરી ખાવામાં આવે છે. તમે જ્યારે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાવ છો તો જમ્યા બાદ તમને વરિયાળી કે સાકર જરૂર આપવામાં આવે છે. કારણ કે આજના સમયમાં ફાસ્ટ ફૂડ, તળેલા ખોરાક અને અન્ય ખોરાક ખાવાના કારણે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટનો ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. શું તમે જાણો છો જમ્યા બાદ વરિયાળી ખાવાથી ફાયદો થાય છે? ગેસ, એસિડિટીમાં કેવી રીતે રાહત આપે છે? ચાલો જાણીયે વિગતવાર
વરિયાળીમાં હાજર ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો પાચન તંત્ર સુધારે છે. આ ઉપરાંત જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી મોંની દુર્ગંધ પણ દૂર થાય છે. વરિયાળીમાં રહેલા પાચક રસ અને ઉત્સેચકો પેટ ફૂલવા, ગેસ, અપચો અને કબજિયાતને રોકવામાં ખૂબ ફાયદાકારક છે.
મેડિકલ રિસર્ચ શું કહે છે?
જર્નલ ઓફ એવિડન્સ બેઝ્ડ કોમ્પ્લીમેન્ટરી એન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જમ્યા પછી વરિયાળી ખાવાથી પેટમાં દુખાવો અને અપચો ઓછો થઇ શકે છે. લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો.એસ.કે.સિંઘે પણ આ સંશોધનમાં ભાગ લીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે વરિયાળીમાં રહેલા પાચક રસ ખોરાક યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે. એનસીબીઆઇના સંશોધન અનુસાર વરિયાળીમાં એન્ટી અલ્સર અને એન્ટી એસિડિટી ગુણધર્મો હોય છે, જે પેટમાં બળતરા ઘટાડે છે. ડાયજેસ્ટિવ નિષ્ણાતોના મતે વરિયાળી ખાવાથી ગેસ્ટ્રિક એન્ઝાઇમ્સનું ઉત્પાદન વધે છે, જે ખોરાકને ઝડપથી અને સચોટ રીતે પચાવવામાં મદદ કરે છે.
વરિયાળી સ્વાદિષ્ટ, કરકરા મસાલા છે. તે વિટામિન સી, પોટેશિયમ, ડાયેટરી ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જમ્યા પછી વરિયાળી ખાવાની ટેવ પાડવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાત્રિભોજન પછી વરિયાળી ચાવવાનું સારું છે કે નહીં? ચાલો અમે તમને જણાવીએ કે રાત્રિભોજન પછી વરિયાળી ખાવાથી શરીરમાં કયા ફેરફારો થાય છે?
વજન ઉતારવામાં અસરકારક
રાત્રિભોજન પછી વરિયાળી ચાવવાથી પેટની સમસ્યાઓ જેમ કે પેટ ફૂલવું, ગેસ અને અપચામાં રાહત મળે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે વરિયાળીમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને ફાઇબરમાં ખૂબ વધારે હોય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. વરિયાળીમાં ફાઇબર, પોટેશિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. આ તમારા હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે.
વરિયાળીમાં કેલરી ખૂબ ઓછી હોય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ જમ્યા પછી વરિયાળી ચાવવી જોઈએ. ભોજન બાદ વરિયાળીનું સેવન કરી દર્દ અને માસિક ધર્મને લગતી અન્ય સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે. રાત્રે વરિયાળી ખાવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે તમારે રાત્રિભોજન પછી પણ વરિયાળી ચાવવી જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.