અળસીના બીજનો આ રીતે ગ્લોઈંગ સ્કિન માટે કરો ઉપયોગ, થશે ફાયદા

અળસીના બીજ (flax seeds) માં ઓમેગા 3 જોવા મળે છે. શણના બીજ ફક્ત તમારી સ્કિન માટે જ નહીં પરંતુ વાળ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અહીં જાણો સ્કિન માટે આ બીજના ફાયદાઓ અને તમે તેનો ઉપયોગ.

Written by shivani chauhan
August 27, 2025 15:30 IST
અળસીના બીજનો આ રીતે ગ્લોઈંગ સ્કિન માટે કરો ઉપયોગ, થશે ફાયદા
flax seeds for skincare

Flax Seeds Benefits For Glowing Skin | સ્વસ્થ, ગ્લોઈંગ અને કરચલી મુક્ત સ્કિન દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. સ્કિનની સુંદરતા જાળવવા માટે લોકો ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે. અળસીના બીજ, જેને શણના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. વધુમાં અહીં જાણો

અળસીના બીજ (flax seeds) માં ઓમેગા 3 જોવા મળે છે. શણના બીજ ફક્ત તમારી સ્કિન માટે જ નહીં પરંતુ વાળ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અહીં જાણો સ્કિન માટે આ બીજના ફાયદાઓ અને તમે તેનો ઉપયોગ.

ગ્લોઈંગ સ્કીન માટે અળસીના બીજ ના ફાયદા

  • દરેક વ્યક્તિ યુવાન દેખાવા માંગે છે અને આ માટે લોકો પોતાના ચહેરા પર ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ સમય જતાં વૃદ્ધત્વની સમસ્યા થાય છે. લાઇફસ્ટાઇલમાં ફેરફારને કારણે, આ સમસ્યા નાની ઉંમરે જોવા મળે છે. અળસીના બીજનો ઉપયોગ વૃદ્ધત્વની સમસ્યા ઘટાડે છે અને સ્કિનને કડક રાખવામાં મદદરૂપ થાય છે.
  • ઘણા લોકો ખીલથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે, તમારે અળસીનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ ફોલ્લીઓ અને ખંજવાળને અટકાવે છે.
  • સ્કિનને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે, તમે અળસીમાંથી બનાવેલ જેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમારી સ્કિનની ચમક પણ વધારે છે.
  • આ ઉપરાંત અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

અળસીના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો?

અળસીમાંથી જેલ બનાવવા માટે, પહેલા અળસીને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો. હવે આ બીજ અને પાણીને એક વાસણમાં નાખો અને તેને 10 થી 15 મિનિટ માટે ઉકાળો. તેને ગાળીને અલગ કરો. જ્યારે આ જેલ ઠંડુ થઈ જાય, ત્યારે તેને તમારા ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. આ પછી, તમારા ચહેરાને પાણીથી ધોઈ લો અને તેને સાફ કરો, તમારી સ્કિનમાં ફરક દેખાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ