શું શિયાળામાં ફ્લૂની વેક્સીન તમને બચાવી શકે છે હાર્ટ અટેકથી? જાણો એક્સપર્ટ પાસેથી

flu vaccines effective on heart patients: અભ્યાસ મુજબ જો કોઈ રોગમાં ફલૂના લક્ષણ દેખાઈ છે, તો આ હાર્ટ અટેકને ટ્રીગર કરી શકે છે. કેમ કે પ્રદુષણના કારણે હાર્ટ અટેક કે હાર્ટ ફેઈલ થવાની સંભાવના વધી શકે છે.

Written by shivani chauhan
Updated : December 06, 2022 10:31 IST
શું શિયાળામાં ફ્લૂની વેક્સીન તમને બચાવી શકે છે હાર્ટ અટેકથી? જાણો એક્સપર્ટ પાસેથી

Influenza infection: હૃદય રોગથી પીડિત દર્દીઓને ફ્લૂની વેક્સિન આપવાથી વૅસ્ક્યુલર સંબંધિત થતી પ્રોબ્લેમને અટકાવી શકાય છે. લેન્સેન્ટ ગ્લોબલ હેલ્થ રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ ઇન્ફ્યુએન્ઝા હૃદય સંબંધી પ્રોબ્લેમ અને મોતનું જોખમ વધારી શકે છે. આ અભ્યાસમાં એશિયા, માધ્ય પૂર્વ અને આફ્રિકાના દસ દેશોમાં એમ્સ, દિલ્લી સહીત દુનિયાભરના ડોકટરોને એકઠા થયા હતા. અભ્યાસમાં સામેલ સદસ્યોમાં એક ડોક્ટર અંબુજ રોયએ કહ્યું હતું કે બધા હૃદય રોગીઓએ વેક્સીન તાત્કાલિક ધોરણે લઇ લેવી જોઈએ.

મોસમી ફલૂ હાર્ટ અટેકનો વધારે રિસ્ક

અભ્યાસના મુજબ મોસમી ફલૂ હાર્ટ અટેકના રિસ્કનું જોખમ વધારે છે અને નબળા હૃદયના દર્દીઓમાં હૃદય ફેઈલ એટલે કે હાર્ટ અટેકની સંભાવના પણ વધારી શકે છે. તેથી સામાન્ય રીતે હૃદય રોગીઓએ વર્ષમાં ફલૂ શોટ્સ લેવાની સલાહ અપાય છે. આ અભ્યાસ હાર્ટ અટેક સંબંધિત દર્દીઓમાં વેક્સીનને લઈને પહેલા ટેસ્ટ હતો અને તેમાં તારણ નીકળ્યું કે સામાન્ય ફલૂ શૉટ વાસ્તવમાં હાર્ટ કે ફેલ થવાની સંભાવનાને ઓછી કરે છે.પરંતુ ઇન્ફ્લ્યુએન્ઝા ભૌગોલિક રીતે અલગ અલગ હોય છે.

આ પણ વાંચો: આ આસન કરવાથી દૂર રહેશો 10 બીમારીઓથી, જાણો યોગ ગુરુ શું કહે છે

મોસમી ફલૂ હાર્ટ અટેકનો વધારે રિસ્ક

અભ્યાસના મુજબ મોસમી ફલૂ હાર્ટ અટેકના રિસ્કનું જોખમ વધારે છે અને નબળા હૃદયના દર્દીઓમાં હૃદય ફેઈલ એટલે કે હાર્ટ અટેકની સંભાવના પણ વધારી શકે છે. તેથી સામાન્ય રીતે હૃદય રોગીઓએ વર્ષમાં ફલૂ શોટ્સ લેવાની સલાહ અપાય છે. આ અભ્યાસ હાર્ટ અટેક સંબંધિત દર્દીઓમાં વેક્સીનને લઈને પહેલા ટેસ્ટ હતો અને તેમાં તારણ નીકળ્યું કે સામાન્ય ફલૂ શૉટ વાસ્તવમાં હાર્ટ ફેલ થવાની સંભાવનાને ઓછી કરે છે.પરંતુ ઇન્ફ્લ્યુએન્ઝા ભૌગોલિક રીતે અલગ અલગ હોય છે.

વેક્સીનનો પ્રભાવ

જે લોકોને વેક્સીન અપાય છે તેમાં ન્યુમોનિયા કે બીજા અન્ય કારણોથી હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના 42 % સુધી ઓછી થઇ ગઈ છે. બધાજ કારણોસર હોસ્પિટલમાં ભરતી થવામાં ઘટાડો મુખ્યત્વે વેક્સીનના લીધે થયો છે. પીક ઇન્ફ્લ્યુએન્ઝા સર્ક્યુલેશન પીરિયડ્સ દરમિયાન ઘટનાઓનું વિશ્લેષણ કરાયું હતું. અભ્યાસમાં સામેલ થયેલ લોકોમાં ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન અપાઈ હતી, ત્યાર પછી એ લોકોમાં એવી બીમારીઓની સંભાવના ઓછી થઇ ગઈ હતી.

આ પણ વાંચો: આ બ્લડ ગ્રૂપના લોકોમાં હાર્ટ અટેકનું જોખમ સૌથી વધુ, જાણો અહીં

ફલૂ અને હાર્ટ અટેકનો સંબંધ

અભ્યાસ મુજબ જો કોઈ રોગમાં ફલૂના લક્ષણ દેખાઈ છે, તો આ હાર્ટ અટેકને ટ્રીગર કરી શકે છે. કેમ કે પ્રદુષણના કારણે હાર્ટ અટેક કે હાર્ટ ફેઈલ થવાની સંભાવના વધી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફલૂ થવાના એક અઠવાડિયા પછી હાર્ટ અટેકનું જોખમ વધારે રહે છે. ફલૂના કારણે ધમનીમાં એક ગંઠાવાનું કારણ બની શકે છે પરંતુ ફલૂ અને પ્રદુષણ પછીએ ટ્રીગર કરી આર્ટેરીને બંધ કરી શકે છે, જેનાથી હાર્ટ અટેકની સંભાવના વધી શકે છે.

ભારતમાં વેક્સીનને લઈને જાગૃકતા ઓછી

તેથી જોખમ વાળા લોકોમાં સુરક્ષા માટે ઇન્ફ્લ્યુએન્ઝાની વેક્સીન અપાય છે. વેક્સીનનો ઉપયોગ વધારે નથી અને ભારતના અભ્યાસથી તારણ નીકળ્યું છે કે જરૂરિયાતમંદ હૃદયના દર્દીઓમાંથી માત્ર એક થી બે ટકા વેક્સીન લે છે. તેની પાછળ જાગૃકતાની કમી થઇ શકે છે. પરંતુ પશ્ચિમી દેશોમાં ફલૂની વેક્સીન હૃદયના દર્દીઓમાં પ્રાથમિક રીતે લગાવાય છે. કહેવાય છે કે પશ્ચિમી દેશોમાં વેક્સીનનો ઉપયોગ મધ્યમ ઉંમર વાળા દેશોની તુલનામાં વધારે હોય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ