ચોમાસાની સીઝનમાં ઘરમાં થતા શોર્ટ સર્કિટથી બચવા આ ટિપ્સ ફોલો કરો, દુર્ઘટનાથી બચી જશો

short circuit safety tips: આજે અમે તમને કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવ્યા પછી શોર્ટ સર્કિટ ટાળી શકાય છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Written by Rakesh Parmar
June 20, 2025 19:11 IST
ચોમાસાની સીઝનમાં ઘરમાં થતા શોર્ટ સર્કિટથી બચવા આ ટિપ્સ ફોલો કરો, દુર્ઘટનાથી બચી જશો
ચોમાસાની સીઝનમાં શોર્ટ સર્કિટ સલામતી ટિપ્સ. (તસવીર: CANVA)

ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયાની સ્થિતિ બની છે. જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે વરસાદની ઋતુમાં વીજળી સંબંધિત અકસ્માતો ખૂબ વધી જાય છે. વરસાદની ઋતુ દરમિયાન દિવાલો અને વાયરિંગ સિસ્ટમમાં પાણી ટપકવા લાગે છે. આને કારણે શોર્ટ સર્કિટનું જોખમ ઘણું વધી જાય છે. આ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ ઋતુમાં ઘણી વખત દિવાલો અને સ્વીચ બોર્ડ પર કરંટ અને ઝણઝણાટનો અનુભવ થાય છે. આજે અમે તમને કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવ્યા પછી શોર્ટ સર્કિટ ટાળી શકાય છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

જો તમારા ઘરનું વાયરિંગ ખૂબ જૂનું થઈ ગયું છે તો આવામાં તમારે તેને બદલીને નવું વાયરિંગ લગાવવું જોઈએ. જૂના વાયરિંગમાં શોર્ટ સર્કિટનું જોખમ ઘણું વધી જાય છે.

electrical safety during rain
ચોમાસાની ઋતુમાં ઘણી વખત દિવાલો અને સ્વીચ બોર્ડ પર કરંટ અને ઝણઝણાટનો અનુભવ થાય છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ઘણા લોકો બાથરૂમમાં સ્વીચ બોર્ડ નીચે તરફ લગાવે છે. આને કારણે તે ભીનું થવાની સંભાવના વધારે હોય છે. તમારે બાથરૂમમાં હંમેશા ઉપરની તરફ સ્વીચ બોર્ડ લગાવવું જોઈએ. આનાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા ઓછી થશે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ; 26 જૂન સુધી રાજ્યભરમાં પરિસ્થિતિ યથાવત રહેશે

તમારા ઘરમાં હંમેશા બ્રાન્ડેડ અને સારી ગુણવત્તાવાળા વાયરનો ઉપયોગ કરો. સમયાંતરે ઘરના વાયરિંગની તપાસ કરાવો. રસોડામાં પાણીનું ફિલ્ટર, માઇક્રોવેવ, બાથરૂમમાં ગીઝર, બાલ્કનીમાં વોશિંગ મશીન, ખુલ્લા સોકેટવાળા પ્લગ બોર્ડ જેવી જગ્યાઓ પર તમારે સૌથી વધુ કાળજી લેવી જોઈએ.

શોર્ટ સર્કિટના કિસ્સામાં તમારે તાત્કાલિક મુખ્ય સ્વીચમાંથી વીજળી બંધ કરવી જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ ભીના સાધનોને સ્પર્શ કરશો નહીં. આ ઉપરાંત કોઈ વ્યાવસાયિક ઇલેક્ટ્રિશિયનને બોલાવો અને શોર્ટ સર્કિટ ઠીક કરાવો. વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલાં તમારે તમારા ઘરના ઇલેક્ટ્રિકલ ઉપકરણો તપાસવા જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ