Food For Thyroid Patients | થાઇરોઇડ ગ્રંથિ એ તમારી ગરદનમાં પતંગિયાના આકારની એક નાની ગ્રંથિ છે. તે તમારા શરીરમાં એક મહત્વનો ભાગ ભજવે છે. ચયાપચય અને ઉર્જા સ્તરને નિયંત્રિત કરવાથી લઈને હૃદયના ધબકારા, મૂડ અને માસિક ચક્રને ટેકો આપવા સુધી, થાઇરોઇડ ગ્રંથિ એકંદર સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જો થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય ન કરે, તો તે થાક લાગવો, વજનમાં વધારો, ઠંડી લાગવી અને વાળ ખરવા સહિતના અનેક લક્ષણોનું કારણ બની શકે છે. જ્યારે હાઇપોથાઇરોડિઝમ અથવા હાઇપરથાઇરોઇડિઝમ જેવી સ્થિતિઓની સારવાર માટે ઘણીવાર દવાઓની જરૂર પડે છે, ત્યારે અમુક ખોરાક થાઇરોઇડના સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે.
પરંતુ સૌથી અસરકારક રસ્તો કયો છે? કઈ સાવચેતી રાખવી જોઈએ? ફરીદાબાદની ક્લાઉડ9 હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉ. શૈલી શર્મા આ બાબતો સ્પષ્ટ કરે છે.
થાઇરોઇડ માટે ખોરાક
ઘણા બધા ખોરાક એવા છે જે તેના સમૃદ્ધ પોષક ગુણધર્મો સાથે થાઇરોઇડના સ્વાસ્થ્યને ટેકો આપે છે. ડૉ. શૈલી જણાવે છે, કે
- સમુદ્રમાં ઉગતી વનસ્પતિ : નોરી, કેલ્પ અને વાકામે જેવા સમુદ્રમાં ઉગતી વનસ્પતિ આયોડિનથી ભરપૂર હોય છે. થાઇરોઇડ હોર્મોન્સના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. તેનું પૂરતું પ્રમાણ ન મળવાથી હાઇપોથાઇરોડિઝમ અથવા ગોઇટર થઈ શકે છે. જોકે વધુ પડતું આયોડિન લેવાનું ટાળવું જોઈએ.
- બ્રાઝિલ નટ્સ: આ એક એવો ખોરાક છે જે થાઇરોઇડને ટેકો આપે છે કારણ કે તે સેલેનિયમથી ભરપૂર છે. સેલેનિયમ એક ખનિજ છે જે થાઇરોઇડ હોર્મોન્સના સક્રિયકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે થાઇરોઇડ ગ્રંથિને ઓક્સિડેટીવ તણાવ અને બળતરાથી બચાવવામાં પણ મદદ કરે છે. દરરોજ એક કે બે બ્રાઝિલ નટ્સ ખાવાથી પણ શરીરની સેલેનિયમની જરૂરિયાતો પૂરી થઈ શકે છે.
- ઈંડા: ઈંડા થાઈરોઈડ-ફ્રેન્ડલી આહાર માટે એક ઉત્તમ ખોરાક છે. તેમાં આયોડિન અને સેલેનિયમની સાથે હાઈ ક્લોવિલિટી પ્રોટીન જેવા અન્ય આવશ્યક પોષક તત્વો પણ હોય છે જે એકંદર ચયાપચયને ટેકો આપે છે. તમારા ડાયટમાં ફક્ત ઈંડાની સફેદી જ નહીં, પણ તેના પીળા ભાગ ઈંડાનો સમાવેશ કરવાથી હોર્મોન નિયમન માટે મહત્વપૂર્ણ ઘટકો પૂરા પાડવામાં મદદ મળી શકે છે.
- દહીં અને અન્ય ડેરી પ્રોડક્ટસ : આ આયોડિનથી ભરપૂર હોય છે અને વિટામિન ડીનો સારો સ્ત્રોત પણ છે. વિટામિન ડીનું ઓછું સ્તર હાશિમોટો થાઇરોઇડાઇટિસ જેવા ઓટોઇમ્યુન થાઇરોઇડ વિકારો સાથે જોડાયેલું છે. ડેરી પ્રોડક્ટસનો મધ્યમ માત્રામાં સમાવેશ કરવાથી થાઇરોઇડ કાર્ય માટે જરૂરી પોષક તત્વોની યોગ્ય માત્રા પૂરી પાડવામાં મદદ મળી શકે છે.
થાઇરોઇડ કાર્યને વિક્ષેપિત કરતા ખોરાક
ડૉ. શર્મા સમજાવે છે કે ‘અમુક ખોરાક થાઇરોઇડ કાર્યમાં દખલ કરી શકે છે. “બ્રોકોલી, કોબીજ જેવા ક્રુસિફેરસ શાકભાજીમાં ગોઇટ્રોજેન્સ નામના પદાર્થો હોય છે, જે થાઇરોઇડની આયોડિન શોષવાની ક્ષમતામાં દખલ કરી શકે છે. આ શાકભાજી પોષક તત્વોથી ભરપૂર અને સામાન્ય રીતે સ્વસ્થ હોવાથી આયોડિનની ઉણપ અથવા હાઇપોથાઇરોડિઝમ ધરાવતા લોકો તેમને કુક કરીને અને મધ્યમ માત્રામાં ખાઈને તેની ગોઇટ્રોજેનિક અસરો ઘટાડી શકે છે.’
પાણી પીવાનો સાચો સમય કયો? એક્સપર્ટ શું કહે છે?
ડૉક્ટર કહે છે કે સોયા અને સોયા પ્રોડક્ટસ જેમ કે ટોફુ અને સોયા મિલ્ક થાઇરોઇડ હોર્મોન ઉત્પાદન માટે લેવામાં આવતી દવાઓના શોષણમાં દખલ કરી શકે છે.ગ્લુટેન પણ સમસ્યાનું કારણ બની શકે છે, ખાસ કરીને હાશિમોટો થાઇરોઇડાઇટિસ જેવા ઓટોઈમ્યુન થાઇરોઇડ રોગો ધરાવતા વ્યક્તિઓ માટે. એક્સપર્ટ કહે છે, “ગ્લુટેન સેન્સિટિવિટી અથવા સેલિયાક રોગ બળતરા અને ઓટોઈમ્યુન પ્રતિભાવોમાં વધારો કરી શકે છે. આવા કિસ્સાઓમાં, ડૉક્ટર તબીબી દેખરેખ હેઠળ ગ્લુટેન-ફ્રી ડાયટની ભલામણ કરી શકે છે.”