આ 3 બીમારીઓમાં મખાનાનું સેવન હાનિકારક સાબિત થઇ શકે છે, જાણો તેની સાઈડ ઈફેક્ટસ વિષે

Fox Nut Side Effects: મખાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે પરંતુ જે લોકોમાં પાચનશક્તિ નબળી હોયતે લોકોએ મખાનાનું સેવન કરવું જોઈએ નહિ.

Written by shivani chauhan
December 06, 2022 15:10 IST
આ 3 બીમારીઓમાં મખાનાનું સેવન હાનિકારક સાબિત થઇ શકે છે, જાણો તેની સાઈડ ઈફેક્ટસ વિષે

Side Effects Of Makhana: મખાના ડ્રાયફ્રૂટ્સની શ્રેણીમાં આવે છે ઉપયોગ મીઠાઈ અને નમકીન બનવવામાં થાય છે. મખાનાનું સેવન તમે કાચા કે પછી રાંધીને એમ બંને રીતે કરી શકો છો. ઔષધીય ગુણોથી ભરપૂર મખાનાનું સેવન કેટલીક બીમારીઓના ઉપચારમાં પણ થાય છે. પોષક તત્વોથી ભરપૂર મખાનામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પોટેશિયમ, આયર્ન અને ઝીંકથી ભરપૂર હોય છે, તેનું સેવન નાસ્તામાં કરવાથી પેટ ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

એન્ટી- ઓક્સીડેન્ટ અને કેટલાક અમીનો એસિડથી ભરપૂર મખાના સ્કિન સુંદર રાખે છે. એન્ટી- એજિંગ ગુણોથી ભરપૂર મખાના ચહેરા પરની કરચલીઓ અને વધતી ઉંમરને રોકવામાં મદદ કરે છે, આયુર્વેદ અનુસાર મખાનાનું સેવન કરવાથી મેલ ફર્ટિલિટીમાં સુધારો થાય છે. તેનું સેવન કરવાથી પુરુષોમાં સ્પર્મ ક્વાલિટીમાં સુધારો થાય છે. મખાના ખાવાથી ડાયરિયા કંટ્રોલ થાય છે. સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી મખાનાનું સેવન કેટલીક બીમારીઓમાં હાનિકારક છે, આવો જાણીએ ક્યાં લોકોએ મખાનાનું સેવન કરવું જોઈએ નહિ.

આ પણ વાંચો: આ 5 બીમારીઓમાં ફલાવરનું સેવન શરીર માટે હાનિકારક, જાણો તેની સાઈડ ઇફેક્ટ

પાચનશક્તિ નબળી હોય તો મખાનાનું સેવન કરવું નહીં:

મખાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે પરંતુ જે લોકોમાં પાચનશક્તિ નબળી હોયતે લોકોએ મખાનાનું સેવન કરવું જોઈએ નહિ. જો કે મખાનાનું સેવન કબજિયાત, સોજો આવવો અને પેટ ફૂલવા જેવી બીમારી કરી શકે છે. મખાના મૂળ રૂપથી કમળના બીજ હોય છે, તેમાં કેટલીક ભારે ધાતુ હોય છે જે તેમાં પાણીના માધ્ય્મથી આવે છે જે પાણીમાં ઉગે છે, તેથી મખાના સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. મખાનામાં ફાઈબર અને પ્રોટીનની માત્રા વધારે હોય છે. જેના લીધે તેને પચવામાં સમય લાગે છે. જે લોકોની પાચનશક્તિ નબળી હોય તે લોકોએ તેથી મખાનાનું સેવન ન કરવું જોઈએ.

કિડની સ્ટોનની સમસ્યામાં મખાના ન ખાવા જોઈએ:

જે લોકોને કિડનીની સમસ્યા હોય તે લોકોએ ડાયટમાં મખાનાનું સેવન ન કરવું જોઈએ. મખાનામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હાજર હોય છે તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે અને કિડની સ્ટોનની સાઈઝ પણ વધે છે.

આ પણ વાંચો: Diabetes Diet: ખજૂરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલું ફાયદાકારક, જાણો એક્સપર્ટ પાસેથી

એલર્જીમાં ન ખાવા જોઈએ મખાના

જે લોકોને એલર્જીની સમસ્યા હોય તે લોકોને મખાનાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. મખાનામાં વધારે સ્ટાર્ચ હોય છે જે શરીરમાં સ્ટાર્ચની માત્ર વધારે છે. મખાનાનું વધારે સેવન કરવાથી એલર્જિક રીએકશન થવાનું જોખમ વધે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ