Frequent Urination During Pregnancy: વારંવાર પેશાબ આવવોએ સામાન્ય વાત છે. શિયાળામાં વધારે પાણીનું સેવન કરવાથી, યુરીનમાં ઇન્ફેકશનના કારણે કે પછી કેટલીક ક્રોનિક બીમારીઓ જેમ કે બ્લડ શુગર હાઈ થવાથી કે પછી કિડનીની તકલીફ થવાથી વારંવાર પેશાબ આવતો હોય છે. સામાન્ય રીતે પ્રેગેન્સીમાં મહિલાઓને પેશાબ વારંવાર (Frequent Urination)આવે છે.પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓના હોર્મોન્સમાં ચેન્જ આવે છે તેથી મહિલાઓ વારંવાર પેશાબ આવવાથી તકલીફ થઇ જાય છે. પ્રેગ્નેંસીમાં ખરાબ, ડાયટ,તણાવ અને બ્લડ શુગર વધવાથી મહિલાઓને પેશાબ વારંવાર જવું પડે છે.
ટેસ્ટ ટ્યુબ બેબી કન્સલ્ટેડ એન્ડ ગાયકેનોકોલોજિસ્ટ ડોક્ટર સુપ્રિયા મુજબ પ્રેગ્નેન્સી દરમિયાન આખા શરીરમાં બ્લડ ફલૉ વધારે હોય છે હોર્મોનલ બદલાવ કિડનીમાં ઝડપથી બ્લડ સર્ક્યુલેશન કરે છે જેનાથી મૂત્રાશય જલ્દી ભરાય જાય છે અને પ્રેગ્નેન્ટ મહિલાને વારંવાર પેશાબ આવે છે. પ્રેગ્નેસીમાં પેશાબ વારંવાર જવાના ઘણા કારણો હોય શકે છે. આવો જાણીએ એક્સપર્ટ શું કરે છે,
પ્રેગ્નેન્સીમાં વારંવાર પેશાબ આવવાના કારણો:
પ્રેગ્નેન્સીમાં ગર્ભાશય મોટું થતા તેનું દબાણ પેશાબની થેલી પર પડે છે અને મહિલાઓને વારંવાર પેશાબ કરવા જવા પર મજબુર કરે છે. પહેલું ક્વાર્ટર પૂરું થતા પહેલાજ તકલીફ શરૂ થઇ જાય છે.
પ્રેગ્નેન્સીમાં બેબીનું માથું પેડુ (pelvis) માં ઉતરે છે એટલે કે જયારે હળવાશ થઇ જાય છે ત્યારે પેશાબ મહિલાઓને વારંવાર આવે છે.
ઘણી વાર યુરિનમાં ઇન્ફેકશનના કારણે પણ મહિલાઓને વારંવાર પેશાબ આવે છે. એવામાં પેશાબમાં દુખાવો, પેશાબની સાથે ખૂન આવવું વગેરે થઇ શકે છે.
આ પણ વાંચો: શું તમારા છોડ આધારિત માંસમાં અપૂરતું પ્રોટીન તો નથી ને? જાણો રિસર્ચ શું કરે છે?
પ્રેગ્નેન્સીમાં વારંવાર પેશાબ આવે તો આ ઉપાય અપનાવો:
પ્રેગ્નેસીમાં જો વારંવાર પેશાબ આવે છે તો સંતુલિત માત્રામાં લીકવીડ ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ દરમિયાન પેશાબ વધારે આવવાથી બોડીમાં ડીહાઇડ્રેશનની તકલીફ થઇ શકે છે.
કેફીન યુક્ત વસ્તુનું સેવન કરવાનું ટાળવું, ચા કોફીનું વધારે સેવન પ્રેગ્નેસીમાં ઘણા પ્રકારની બીમારી વધારી શકે છે અને બોડીમાં ડીહાઇડ્રેશન વધારી શકે છે. આ દરિમયાન ચા કોફીનું સેવન ઓછું કરવું જોઈએ. પેશાબ વધારે આવે તો સુતા પહેલા પાણી પીવી નહિ, રાત્રે સુતા પહેલા પાણી પીશો તો વારંવાર પેશાબ જવા ઉઠવું પડે છે.