કોલેસ્ટ્રોલ બ્લડમાં રહેલ કુદરતી ચીકણો પદાર્થ છે. જો શરીરમાં કેટલાક કાર્યો માટે ખુબજ જરૂરી છે. આ શરીરની કોશિકાઓ, વિટામિન તથા હોર્મોનના નિર્માણમાં મુખ્ય ભાગ ભજવે છે. આ કોશિકા પટલની કામગીરી અને હોર્મોનના સ્તરને નોર્મલ રાખે છે. સારા સ્વાસ્થ્ય માટે કોલેસ્ટ્રોલનું સ્તર નોર્મલ રહેવું જરૂરી છે. તેનું સ્તર વધવાથી શરીરમાં કેટલાક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. તણાવ, ખરાબ ડાયટ અને ખરાબ લાઈફ સ્ટાઇલના લીધે અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધવા લાગે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. શિયાળામાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધે છે. આ ઋતુમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ડીપ ફ્રાઈડ ફૂડ અને સેચ્યુરેટેડ ફેટ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. આ ઋતુમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ડાયટનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
કોલેસ્ટ્રોલ બ્લડમાં ભળતું નથી અને નસમાં ચોંટી જાય છે જેથી નસો સાંકડી થઇ જાય છે અને તેમ બ્લડ ફ્લો ઓછો થઇ જાય છે. આ સ્થિતમાં ર્હદયના રોગ, સ્ટ્રોક, હાર્ટ અટેકનું જોખમ વધારે રહે છે. શિયાળામા એ ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખુબજ જરૂરી છે. તેને કંટ્રોલ કરવા માટે ડાયટમાં કેટલાક ફળ શામિલ કરો.
બદામ કોલેસ્ટ્રોલને કોન્ટ્રલ કરે
બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. બદામ એવા ડ્રાયફ્રૂટ્સ માંનુ એક છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, ઘણા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે કે બદામનું સેવન ર્હદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે.
અખરોટ ખાઓ
જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે છે તેઓએ અખરોટનું સેવન કરવું જોઈએ. અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ડાયફ્રુટ્સ છે જેમાં મલ્ટી વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટથી પણ ભરપૂર છે જે સ્વાસ્થ્યને સારું રાખે છે. અખરોટના એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ખરાબ કોલેસ્ટ્રોલને કોન્ટ્રલ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.
આખા અનાજનું સેવન કરો
જો કોલેસ્ટ્રોલ વધારે રહે તો આખા અનાજનું સેવન કરો. આખા અનાજની બ્રેડ અને મુસલીના સેવનથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે. ફાઈબરથી ભરપૂર આ ફૂડ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન પણ કોન્ટ્રલમાં રાખે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે.
સફરજન શરીર માટે ફાયદાકારક
જે લોકોને કોલેસ્ટ્રોલ હાઈ હોય એ લોકોએ રોજ એક સફરજનનું સેવન કરવું જોઈએ. પેકટિનથી ભરપૂર સફરજન ર્હદયને તંદુરસ્ત રાખે છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ કરે છે. સફરજનમાં પોલિફેનોલ્સ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.