Gandhi Jayanti 2025 | દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં ગાંધી જયંતિ (Gandhi Jayanti) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ન 156મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. અહિંસાના માર્ગે ચાલીને ભારતની સ્વતંત્રતામાં મુખ્ય ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીએ પોતાના ડાયટ પર ખાસ ધ્યાન આપ્યું હતું. તેમણે મોટી સંખ્યામાં સ્વદેશી પ્રોડક્ટસનો ઉપયોગ કર્યો હતો.
ગાંધીજી ડાયટ ટિપ્સ (Gandhiji Diet Tips)
- ફણગાવેલા ખોરાક : મહાત્મા ગાંધી વારંવાર તેમના આહારમાં ફેરફાર કરતા હતા. તેઓ નાસ્તામાં ઘણીવાર ફણગાવેલા ખોરાક ખાતા હતા. સવારે ફણગાવેલા ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં, પાચનમાં નોંધપાત્ર સુધારો થાય છે અને કેન્સર અને ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે.
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, તેમના જીવનભર ચુસ્ત શાકાહારી રહ્યા હતા. ફળોમાં તેમને ખાસ કરીને દ્રાક્ષ અને મોસમી ફળો ખૂબ ખાવા ગમતા હતા.
- પુષ્કળ પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ : ડ્રાયફ્રૂટ્સની વાત કરીએ તો, મહાત્મા ગાંધી પણ નાસ્તામાં ખજૂર અને બદામ ખાતા હતા. હૃદય રોગથી લઈને ડાયાબિટીસ સુધીની દરેક બાબતમાં સૂકા ફળો ખાવા ફાયદાકારક છે.
- ગાંધીજીનો સવારનો નાસ્તો : બાપુ સવારે બકરીનું દૂધ, ઘઉંની રોટલી અને મધ ખાતા હતા. તેમણે એક સમયે દૂધ અને અનાજનો ત્યાગ કર્યો હતો અને ફક્ત ફળો અને બદામ પર આધાર રાખવાનું શરૂ કર્યું હતું. બકરીના દૂધ તરફ વળતા પહેલા, તેઓ દ્રાક્ષ અને બદામ ખાતા હતા.
ગાંધીજીએ ગાય કે ભેંસનું દૂધ કેમ ન પીધું?
એક વાર મહાત્મા ગાંધીની તબિયત બગડી ગઈ અને ડોક્ટરોએ તેમને ગાય કે ભેંસના દૂધને બદલે બકરીનું દૂધ પીવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેમણે ગાય કે ભેંસના દૂધ કરતાં બકરીનું દૂધ પસંદ કર્યું હતું.
Read More