આપણી જીવનશૈલી ખુબજ ભાગદોડ વળી થઇ ગઈ છે. તણાવ, બ્લડ પ્રેશર,ડાયાબિટીસ જેવી બીમારીની સમસ્યા મોટા ભાગના લોકોને સતાવે છે.એવામાં બ્લડ પ્રેશર માટે લસણ એક રામબાણ ઉપાય છે.
ડોક્ટર દીક્ષા સાવલિયાએ ઇન્સ્ટાગ્રામમાં શેયર કર્યું છે કે તેમના પિતાને ડિસેમ્બર, 2021માં બ્લડ પ્રેશરની સમસ્યા થઇ ગઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સવારે ખાલી પેટે એક લસણની કળી ચાવીને ખાય છે અને ફાયદો પણ થઇ રહ્યો છે. દીક્ષા લખે છે કે, ” મારા 500 થી વધુ દર્દીઓને પોઝિટિવ રિઝલ્ટ મળ્યા બાદ મેં આ રીત અપનાવી હતી અને તમારી સાથે શેયર કરું છું. બધા દર્દીઓ 20 વર્ષથી લઇ 80 વર્ષથી વધુ ઉંમરના હતા.
લસણના ફાયદા ગણાવતા ડોક્ટર દીક્ષાએ કહ્યું કે તેમાં એન્ટી- હાઇપરટેન્સિવ ગુણની સાથે સાથે વાત અને કફને ઓછો કરવાનો ગુણ પણ છે. તેના સેવનથી શરીરમાં થઇ રહી બ્લોકેજને પણ ઠીક કરી શકાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા નિષ્ણાત ડોક્ટર ઇષ્ટી સલુજાએ પણ લસણના ફાયદા કીધા હતા. તેમણે કહ્યું કે એક શોધમાં પણ લસણને બ્લડ પ્રેશર માટેનો ફાયદાકારક ઉપાય સાબિત કર્યો છે. તેમાં રહેલા ‘ એલિસિન’ હાઈ બ્લડ પ્રેશર કોન્ટ્રલ કરવામાં મદદ કરે છે. એલિસિન એક એકટીવ કમ્પાઉન્ડ છે, એન્જીઓટેન્સીનનું ઉત્પાદન રોકે છે. એન્જીઓટેન્સીન, એક હોર્મોન છે જે રક્ત વાહિકાઓને સંકોચી બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે.
એન્જીઓટેન્સીનનું ઉત્પાદન ઓછું કરવા માટે, એલિસિન બ્લડને સરળતાથી પસાર થવા દે છે. જેનાથી બ્લડ પ્રેશર ઓછું થઇ જાય છે. લસણ ધમનીઓની જકડનને ઓછી કરવામાં મદદ કરે છે. તેથી બ્લડ પ્રેશરના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ