Ghee vs Butter Health Benefits: ઘી કે માખણ હૃદયની તંદુરસ્તી અને વજન ઘટાડવા માટે શું ઉત્તમ છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી

Ghee vs Butter Health Benefits : ઘી ભારતમાં સદીઓથી ખાવામાં આવે છે. આજકાલ બટર એટલે કે માખણ ખાવાનો ક્રેઝ વધ્યો છે. મોટાભાગના લોકો ઘી અને માખણ ખાવાના ફાયદાને સમાન ગણે છે, પરંતુ તે ભૂલ છે. ઘી અને માખણ વચ્ચે શું તફાવત છે અને સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે? જાણો

Written by Ajay Saroya
July 17, 2025 11:46 IST
Ghee vs Butter Health Benefits: ઘી કે માખણ હૃદયની તંદુરસ્તી અને વજન ઘટાડવા માટે શું ઉત્તમ છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી
Ghee vs Butter Health Benefits : ઘી અને માખણ બંને દૂધ માંથી બને છે, જો કે બંને ચીજનું સેવન કરવાથી શરીર પર અલગ અલગ અસર થાય છે. (Photo: Freepik)

Ghee vs Butter Nutritional Comparison: ઘી સદીઓથી ભારતીય ભોજનનો મહત્વપૂર્ણ અંગ છે. ભારતમાં ઘણી વાનગીઓમાં ઘીનો ઉપયોગ થાય છે. ભારતમાં ઘી રોટલી પર લગાવી, દાળ શાકમાં તડકો લગાવી, શીરો લાડુ કે લાપસી જેવી મીઠી વાનગીમાં સેવન કરવામાં આવે છે. ભારતમાં પ્રાચીન કાળથી જ ઘીનું સેવન કરવામાં આવે છે, તેના ઉપયોગનો ઇતિહાસ ઓછામાં ઓછો 5,000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘીની શરૂઆત વૈદિક કાળમાં થઈ છે, એટલે કે આ પરંપરા ઈસવીસન પૂર્વે 1500થી પણ જૂની હોઈ શકે છે.

પ્રાચીન ભારતમાં ઘીનો ઉપયોગ ખોરાક તેમજ ધાર્મિક અને તબીબી હેતુઓ માટે કરવામાં આવતો હતો. આયુર્વેદમાં, ઘીને “સાત્વિક આહાર” તરીકે ગણવામાં આવે છે અને તે શરીર, મગજ અને પાચનતંત્ર માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે. આપણે ભારતીયો ઘી પર વધુ ભાર મૂકીએ છીએ, પરંતુ વિદેશમાં માખણ / બટરને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આમ તો ઘી અને માખણ દૂધ માંથી જ બને છે.

ઘણીવાર વિદેશમાં એવું માનવામાં આવે છે કે માખણ દરેક વસ્તુને વધુ સારી બનાવે છે. માખણ 21મી સદીનો મુખ્ય આહાર બની રહ્યો છે, જેને લોકો સેન્ડવિચ, બ્રેડ અથવા પરાઠા પર લગાવી, દાળ અથવા શાકભાજીમાં ઉપરથી ઉમેરી, રાંધેલા ખોરાકમાં મિક્સ કરીને, બેકિંગ કરવા, અમુક લોકો ઘીના બદલે રોટલી પર બટર લગાવીને ખાય છે. માખણ એક એવો ખોરાક છે જેમાં સંતૃપ્ત ચરબી (Saturated fat/ સેચ્યુરેટેડ ફેટ) નું પ્રમાણ વધારે હોય છે, જેનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા વધી જાય છે. પ્રોસેસ કરેલું અથવા નકલી માખણ સ્વાસ્થ્ય માટે વધુ ખરાબ છે. જો રોજ માખણનું સેવન કરવામાં આવે તો તેનાથી હૃદયરોગનો ખતરો વધી શકે છે.

રજિસ્ટર્ડ ડાયેટિશિયન કેન્ડેસ ઓ’નીલ કહે છે કે ઘી અને માખણ માંથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ આહારની પસંદગી કરવી હોય તો તમે ઘીની પસંદગી કરી શકો છો. નિષ્ણાતો માને છે કે ઘી અને માખણ બંનેમાં બહુ ફરક નથી. ઘી એક સુપરફૂડ છે જે માત્ર ખોરાકનો સ્વાદ જ વધારતું નથી, પરંતુ શરીરના વજનને પણ નિયંત્રિત કરે છે. તે પાચનમાં સુધારો કરે છે. આવો આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે ઘી અને માખણ બંનેમાં શું તફાવત છે અને બંને સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

માખણ કરતાં ઘી કેવી રીતે ઉત્તમ છે?

પરંપરાગત ભારતીય અને પૂર્વ એશિયન વાનગીઓમાં સદીઓથી ઘી મનપસંદ ખાદ્યચીજ છે. ઓ’નીલ કહે છે કે ઘીનો સ્વાદ માખણ કરતા વધુ પૌષ્ટિક અને વધુ સારો છે. ઘણા લોકો ઘીને એટલા માટે પણ પસંદ કરે છે કારણ કે તેનો સ્મોક પોઇન્ટ એટલે કે રસોઈ બનાવતી વખતે જે તાપમાન પર તેલનો ધુમાડો થવા લાગે છે, તે માખણ કરતા વધારે હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ માખણની જેમ ઘીનું સેવન કરવાની સલાહ આપે છે.

ઘી અથવા માખણ, શેમા તંદુરસ્ત ચરબી હોય છે?

ઓ’નીલ કહે છે કે ઘીના ફાયદા ઘણીવાર અતિશયોક્તિભર્યા હોય છે, પરંતુ તેમાં રહેલી ચરબી અને વિટામિનનું પ્રમાણ માખણ જેટલું જ હોય છે.

ઘી સંપૂર્ણપણે ડેરી-મુક્ત નથી, પરંતુ જે લોકો લેક્ટોઝ અસહિષ્ણુ છે તેમના માટે તે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આનું કારણ એ છે કે ઘીમાં લેક્ટોઝ અને કેસિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જ્યારે માખણમાં આ માત્રા ખૂબ ઓછી હોય છે. “કેટલાક લોકો પાચક કારણોસર ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું ટાળે છે, તેઓ માખણ કરતા ઘીને વધુ સારી રીતે પચાવી શકે છે. સામાન્ય રીતે, માખણ પણ તેમના માટે સારું હોઈ શકે છે કારણ કે તેમાં લેક્ટોઝ અને કેસિન ખૂબ જ ઓછા હોય છે. જે લોકોને કેસિનથી એલર્જી હોય તેમણે ઘી અને માખણથી દૂર રહેવું જોઈએ. કારણ કે ક્રોસ કેન્ટેમિનેશન (એકબીજા સાથે ભેળસેળ)નું જોખમ હોઈ શકે છે. ”

શું ઘી પાચનતંત્ર અને આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે?

ડેરી પેદાશોમાં બ્યુટી રેટ નામનું ફેટી એસિડ હોય છે, જે કોલોન સેલ્સ માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને તેને પુનઃઉત્પાદિત કરવામાં મદદ કરે છે. ઘીને બ્યુટી રેટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ ઓ’નીલ કહે છે કે ઘીમાં માત્ર 1% બ્યૂટી રેટ હોય છે, જે ખૂબ જ ઓછી માત્રા છે. ફળો, શાકભાજી, આખા અનાજ અને કઠોળ જેવા ફાઇબરથી સમૃદ્ધ ખોરાક ખાવાથી તમારા શરીરમાં ફેટી એસિડ્સનું ઉત્પાદન વધે છે, જે કોલોન હેલ્થને સુધારવાની શ્રેષ્ઠ રીત છે.

શું ઘી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે?

ઘી મેટાબોલિઝમને વેગ આપે છે, જેના કારણે વજન ઘટાડવું સરળ છે. ઓ’નીલ કહે છે કે ઘીમાં એમસીટી (મીડિયમ ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ્સ) હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ ઘીમાં તેની માત્રા બહુ ઓછી છે, તેથી એમસીટી મેળવવા માટે ઘી શ્રેષ્ઠ સ્ત્રોત નથી. ઘી અને માખણમાં કંજુગેટેડ લિનોલિક એસિડ પણ હોય છે, જે ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ ઘીમાં પણ તે ખૂબ ઓછું હોય છે. જાણકારોના મતે જો બંને ફૂડની સરખામણી કરવામાં આવે તો તેમાં ઘી વધુ સારું રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ