વજન ઘટાડવા માટે અને બોડી ફિટ રાખવા માટે લોકો અલગ અલગ ફૂડ અને ડ્રિક્સનું સેવન કરે છે. સામાન્ય રીતે લોકો વજન ઓછું કરવા માટે ગ્રીન ટીનું સેવન કરવામાં વિશ્વાસ રાખે છે. લોકો એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર આ ગ્રીન ટીને વજન ઘટાડવા માટે પીવાનું પસંદ કરે છે. પરંતુ શું ગ્રીન ટી હકીકતમાં વધતા વજન ને ઓછું કરવામાં મદદરૂપ છે? આવો ન્યુટ્રિશન અને ફૂડ એક્સપર્ટ્સ ગરિમા ગોયલ પાસેથી જાણીએ…
ગ્રીન ટી કેવી રીતે ઘટાડે છે વજન ?
એક્સપર્ટ મુજબ ગ્રીન ટી એક એવું પીણું છે જે મેટાબોલિઝમ વધારે છે. તેનો મતલબ છે કે તે શરીરમાં ઉર્જાનો સંચાર કરવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં 2 સક્રિય તત્વ હોય છે કેફીન અને કેટેચીન, જે વજન ઘટાડવામાં અસરકારક છે. એવું મનાય છે કે આ તત્વ ચરબીનો સંગ્રહ કરવામાં અને વધારાની ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે. નિષ્ણાંતના મત મુજબ ગ્રીન ટી વજન કંટ્રોલ કરે છે પરંતુ તેના ક્લિનિકલ પુરાવાઓ ઉપલબ્ધ નથી. નિષ્ણાંતના મત મુજબ જો તમે ભોજનમાં વધારે ફેટનું સેવન કરો છો તો ગ્રીન ટી તમારા વજનને વજનને ઓછું કરશે નહીં. ઉપરાંત ગ્રીન ટી વિશે મોટાભાગના દાવાઓ કોઈ ચોક્કસ પરિણામ આપી સકતા નથી.
શું ગ્રીન ટી પીવાના કોઈ ફાયદા છે?
ગ્રીન ટીમાં પોલીફેનોલ, કેફીન અને આયર્ન હોય છે જે એન્ટી ઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે અને રેડિકલ રિએક્શન (free radical reactions)ને રોકવામાં મદદ કરી શકે છે. ફ્રી રેડિકલ ઓક્સિડેટીવ તણાવનું કારણ બને છે અને તમારી કોશિકાઓને નુકશાન પહોંચાડે છે. ગ્રીન ટીનુ સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. અને કેટલીક બીમારીઓ ના ઉપચાર માટે પણ ઉપયોગી છે. ગ્રીન ટી એક એવું પીણું છે જેનો ઉપયોગ લોકો ઇમ્યુનીટીને મજબૂત બનાવવા છે અને વજન કંટ્રોલ કરવા માટે કરે છે. ઉપરાંત તે સ્કીનને હેલ્થી રાખે છે અને તણાવ પણ ઓછો કરે છે.
કેટલી ગ્રીન ટી પીવી જોઇએ?
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તેનું મર્યાદિત સેવન જ ફાયદાકારક છે. દરરોજ એક અથવા બે કપ જ ગ્રીન ટી પીવી જોઇએ.
જમ્યા પછી કેમ ન લેવી જોઈએ?
હેલ્થ એક્સપર્ટએ ભોજન અને ગ્રીન ટી પીવા વચ્ચે યોગ્ય સમય જાળવી રાખવાની સલાહ આપી છે. જમ્યા પછી તરત ગ્રીન ટી પીવાથી તેના કેટલાં તત્વો ભોજનમાં રહેલ કેટલાકં પોષક તત્વોના શોષણને રોકી શકે છે. ગ્રીન ટી તમારૂ વજન ઘટવાની સમસ્યાનું સમાધાન નથી, પરંતુ આનું સેવન તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટેની એક સારી રીત છે.