BJP અધ્યક્ષ જેપી નડ્ડાને રજા લેવી હોય તો કોની પરવાનગી લેવી પડે છે તે નડ્ડા એસમાચાર ચેનલ આજ તકના કાર્યક્રમ એજેન્ડામાં સુધીર ચૌધરીના સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, જયારે હું બીમાર હોઉં કે પછી કોઈ જરૂરી કામ આવી ગયું હોય ત્યારે હું રજા લઉ છું. આ વિષે સંસદીય બોર્ડ સાથે ચર્ચા કરવાની હોય છે.
જેપી નડ્ડા કહે છે કે રજા હું તબિયત ખરાબ હોય ત્યારેજ લઉં છું અથવા તો કોઈ અરજન્ટ કામ આવી જાય તો, બાકી અમે કામમાં જ ઇન્જોય કરીએ છીએ. આજ એક જીવનશૈલી થઇ ગઈ છે.અમે બધાએ નરેન્દ્ર મોદી પાસેથી આ શીખ્યા છીએ. મોદી પણ કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરતા હોય છે.
આ પણ વાંચો: આયુષ્યમાન ખુરાનાની Vertigo સામે લડાઈ, જાણો Vertigo ના લક્ષણો અને કારણો
શું પરિવાર ફરિયાદ કરતો નથી:
જયારે જેપી નડ્ડાને પૂછ્યું કે તમારો પરિવાર કદી ફરિયાદ કરતો નથી કે તમારી પાસે ટાઈમજ નથી, ત્યારે એમને જણાવ્યું હતું કે પરિવાર તેમને ખુબજ સહયોગ આપે છે અને તેઓ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પણ પસાર કરે છે, પરિવારની સાથે સંવાદિતા ખૂબ સારી છે અને વ્યક્તિ પરિવારની અવગણના કરીને ગૃહસ્થ જીવનમાં રહી શકતા નથી.
'વ્યસ્ત રહેવું એ સમસ્યા નથી' :
ટાઈમ મેનેજમેન્ટનું મહત્વ વર્ણવતા નડ્ડાએ કહ્યું કે જીવનમાં વ્યસ્ત રહેવું કોઈ સમસ્યા નથી, અસ્ત-વ્યસ્થ રહેવું એ સમસ્યા છે. એક કવિતા સંભળાવતા તેમણે કહ્યું કે જો તમે સમયને યોગ્ય રીતે મેનેજ કરો છો, તો તમે બધા કામ એક સાથે કરી શકો છો અને પરિવારને પૂરતો સમય પણ આપી શકો છો.
આ પણ વાંચો: દેબીના બેનર્જીએ સિઝેરિયન ડિલિવરી પછીની રિકવરીની આ ટિપ્સ કરી શેયર, જાણો અહીં
કઈ કવિતા સંભળાવે છે જે પી નડ્ડા?
જેપી નડ્ડાએ કહ્યું કે જયારે હું યુવા હતો ત્યારે એક કવિતા સાંભળતો હતો, કે – ” કેટલીક ચીઠીઓ લખી છે, કેટલીક લખવાની બાકી છે, કેટલીક ચીઠીઓ વાંચી છે, કેટલીક વાંચવાની બાકી છે,, કેટલાક સમાચાર પત્રો વાંચ્યા છે કેટલાક વાંચવાના બાકી છે..” પછી મને સમજાયું કે હું વ્યસ્ત નહિ પરંતુ અસ્ત વ્યસ્થ હતો.
હસતા હસતા જી પી નડ્ડાએ જવાબ આપ્યો કે ગૃહસ્થ પરિવારને તમે ઇગ્નોર કરી શકતા નથી :
જે પી નડ્ડાએ હળવા અંદાજમાં કહ્યું કે ગૃહસ્થ જીવનને તમે ઇગ્નોર કરી શકતા નથી, અમને પણ કામમાં ત્યારેજ આંનદ થાય છે જયારે ઘરમાં બધું સારું ચાલી રહ્યું હોય .