જો તમે ભોજન સાથે કચૂમ્બરના રૂપમાં કાકડી ખાવ છો તો ચેતી જજો. કારણ કે કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી સમાયેલું હોય છે. ફાયબરથી ભરપૂર કાકડીને ભોજન સાથે ખાવાથી પેટ વજનવાળું લાગશે. મહત્વનું છે કે, કાકડી ખાવાની એ લોકોને સલાહ આપવામાં આવે છે જે વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય છે. ખરેખર તો કાકડી પ્રકૃતિના રૂપમાં ઠંડી હોય છે. જેને લોકો ભોજન સાથે ખાય છે. પરંતુ નિષ્ણાતોના મતે લંચ કે ડિનર સાથે કાકડી ના ખાવી જોઇએ. જેની પાછળ રહેલા કેટલાક તથ્યો આપણે નિષ્ણાંતો પાસેથી જાણીએ.
ડો. અલકાનો મોટો ખુલાસો
આયુર્વેદ નિષ્ણાત ડૉ.અલકા વિજયનને તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, તે ભોજન સાથે કાકડી ખાવાનું ટાળે છે. સાથે જ તે તેના દર્દીઓને પણ ભોજન સાથે કાકડી ન ખાવાની ભલામણ કરે છે. જે અંગે અલકા કહે છે કે, મને રાંધેલા ખોરાક સાથે કાચી કાકડી ખાવાનું પસંદ નથી. તેમજ હું મારા દર્દીઓને પણ સલાહ આપું છું. પછી ભલે તેઓ બધા વજન ઘટાડવા માટે આ વિકલ્પ શોધી રહ્યા હોય.
આ પણ વાંચો: Fatty Liver: પેટ અને પગમાં જોવા મળે ફેટી લિવરના આ બે ચેતવણી ચિહ્નો, જાણો કેવી રીતે ઓળખશો
કાકડીના કારણે પાચનતંત્ર પર અસર
ડૉ.અલકાએ વિસતૃત માહિતી આપતા કહ્યું કે, જ્યારે કાચી કાકડીને રાંધેલા ખોરાક સાથે લેવામાં આવે છે ત્યારે તે પાચન પ્રક્રિયામાં વિલંબ કરે છે. કારણ કે શરીરને રાંધેલા અને કાચા ખોરાકને પચાવવાનો સમય અલગ હોય છે, વધુમાં અલકા એ જણાવ્યું હતુ કે, રાંધેલા ખોરાકમાં ગરમીને કારણે પહેલેથી જ ફેરફાર થઇ ગયો હોય છે. જેને પગલે અમા નામક પ્રો-ઇંફ્લેમેટરીનું નિર્માણ થાય છે. અમા (Ama means toxin undigested metabolic waste) જે આપણા શરીરમાં પીડા અને લાંબા સમયે સોજાનું પણ કારણ બનશે.
કાકડીને આ રીતે ખાવાથી ફાયદો
ડાયેટિશિયન નિષ્ણાત સ્વાતિ બથવાલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કાકડી વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ભરપૂર હોય છે. કાકડીમાં રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. તેમજ ફાઇબર અને પાણી બંને વધુ ખાવાની ઇચ્છાને કાબૂમાં રાખવામાં મદદ કરે છે.જોકે ખોરાક સાથે કાકડી ખાવાથી કેટલાક લોકોમાં કુકરબીટાસિન (class of Biochemical compounds) નામના સંયોજનને કારણે અપચો થઈ શકે છે. આ સિવાય કાકડીને સારી રીતે ધોયા પછી તેને હંમેશા છાલની સાથે ખાવી જોઈએ.