શિયાળાની ગુલાબી ઠંડીમાં તજનું સેવન છે ફાયદાકારક, શરીર રહે છે રોગમુક્ત

cinnamon benefits: એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર તજનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વજન નિયંત્રણમાં રહે છે. બાબા રામ દેવના મતે દરેક વ્યક્તિએ શિયાળામાં તજનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.

cinnamon benefits: એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર તજનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વજન નિયંત્રણમાં રહે છે. બાબા રામ દેવના મતે દરેક વ્યક્તિએ શિયાળામાં તજનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

તજના સેવનથી શરીરને છે અઢળક ફાયદા

સૌકોઇ એ વાતથી વાકેફ હશે કે તજનો ઉપયોગ રસોઇમાં કરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. આ સાથે આર્યુવેદમાં સદીઓથી ઘણી બીમારીઓના ઇલાજ માટે પણ તજનો ઉપયોગ ફાયદાકારક નીવડે છે. તજનો ઉપયોગ રસોઇ સિવાય ચા અને ઉકાળો બનાવવામાં પણ થાય છે. ખાસ કરીને શિયાળામાં તજનું સેવન સ્વાસ્થ માટે અત્યંત ફાયદાકાર સાબિત થાય છે. તજનું સેવન વ્યક્તિને વાયરલ ઇન્ફેક્શન થવાથી બચાવે છે. તેમજ ગળામાં ખરાશ અને શરદીથી રાહત આપે છે.

Advertisment

એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર તજનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વજન નિયંત્રણમાં રહે છે. બાબા રામ દેવના મતે દરેક વ્યક્તિએ શિયાળામાં તજનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. તજ અનેક રોગોને ભગાડે છે. ખાસ કરીને ટીબી રોગમાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

તજમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, થાયામીન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન A અને c હોય છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે. ત્યારે આવો જાણીએ તજના સેવનથી કઈ દસ બીમારીઓનો ઈલાજ કરી શકાય છે.

તજનું સેવન પાચનક્રિયાને સુધારે છે. આ સાથે અપચો, પેટમાં દુખાવો તેમજ હાર્ટ બર્ન જેવા કેસોમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત તજ, સૂઠ, જીરું તેમજ એલચીને સરખું પીસીને ગરમ પાણીમાં નાંખી તે પીવાથી પાચન બરાબર થશે.

Advertisment

એક ચમચી મધમાં 5 ગ્રામ તજનું ચૂર્ણ ભેળવીને સવાર, બપોર અને સાંજે ખાવાથી શરદીના કારણે થતા ચેપી તાવમાંથી રાહત મળશે.
તજનું સેવન ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખે છે. શુગરના દર્દીઓ દૂધ સાથે તજનું સેવન કરી શકે છે.

આ પણ વાંચો: શિયાળામાં ક્યાં શાકભાજીના સલાડ અને સૂપનું સેવન કરવાથી સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે? ડાયાબિટીસના દર્દીઓ જરૂર વાંચે

માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તજના 8થી 10 ટુકડા લઇ તેને પીસી લેપ તૈયાર કરો. ત્યાર બાદ તેને માથા પર લગાવવાથી તમે રાહત અનુભવશો.

આ ઉપરાંત જો તમારો વજન સતત વધે છે તો તેના પર કાબૂ મેળવવા માટે તજનો ઉકાળો બનાવીને પીવો. જેથી તમે વજનને નિયંત્રણમાં લઇ શક્શો.

આ પણ વાંચો: Diabetes Diet: હેલ્ધી ફેટ્સવાળા આ ડ્રાયફ્રુટ્સનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે

જો બાળક સ્તનપાન કરે છે તે મહિલાઓને તજ ખાવું જોઇએ. કારણ કે એ સ્થિતિમાં તજ ખાવાથી દૂધનું ઉત્પાદન વધુ થાય છે. તેમજ જો તમે દિલની બીમારીઓથી બચવા માંગો છો તો તમારે આખા દિવસમાં એક તજનો ટુકડો ખાવો જોઇએ.

health tips