Health Benefits Of Honey In Gujarati : મધમાખીઓ દ્વારા ઉત્પાદિત એક જાડું, સોનેરી પ્રવાહી એટલે મધ (Honey) ! તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો (Health Benefits of Honey)થાય છે.મધ ફાયટોકેમિકલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે અને તે પાચન અને રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરવા માટે પણ જાણીતું છે. તે તેના એન્ટિ-બેક્ટેરિયલ અને રક્ત શુદ્ધિકરણ ગુણધર્મો માટે પણ જાણીતું છે .
મધ જયારે લગાવામાં આવે ત્યારે તે ત્વચાને શાંત કરે છે અને હેલ્થી સ્કિનને પ્રોત્સાહન આપે છે.
પરંતુ બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના વ્યાપારી મધ પેશ્ચરાઇઝ્ડ હોય છે. એક્સપર્ટ, કાચા મધનું સેવન કરવાનું સૂચન કરે છે કારણ કે તે “ઘાને મટાડવા અને ચેપ સામે લડવામાં વધુ શક્તિશાળી સ્વાસ્થ્ય લાભો ધરાવે છે.
આ પણ વાંચો: Blood Test: આ 5 બ્લડ ટેસ્ટથી જાણો સ્વાસ્થ્યનું રહસ્ય, વર્ષમાં એક વાર ચેકઅપથી આવનારી બીમારી અને શરીરની તાકાત વિશે પણ જાણી શકાશે
પરંતુ શિશુઓએ કાચું મધ ન ખાવું જોઈએ કારણ કે તેમાં બેક્ટેરિયા હોઈ શકે છે જે બોટ્યુલિઝમનું કારણ બને છે.તે ડાયાબિટીસના દર્દીઓ અને મેદસ્વી લોકોએ મધનું સેવન ટાળવું જોઈએ.જેમને બળતરા, ઇન્સ્યુલિન પ્રતિકાર, યકૃત અને હૃદયના રોગો છે તે લોકોએ પણ મધ ખાવાનું ટાળવું જોઈએ
મધના પ્રકાર
- નીલગિરી મધ ચાંદા, અલ્સરની સારવારમાં મદદ કરે છે
- કરંજનું મધ ચેપ સામે લડવામાં મદદ કરે છે
- રેપસીડ મધ ઓસ્ટીયોપોરોસિસની સારવારમાં મદદ કરે છે
- લીચી મધ પાચન સહાયક તરીકે ઉત્તમ કામ કરે છે.
- સૂર્યમુખી મધને ગળામાં દુખાવો અને સામાન્ય શરદીની સારવાર તરીકે લઈ શકાય છે
- બાવળનું મધ ઘાને સાજા કરવામાં મદદ કરે છે
- વન મધ ત્વચા અને વાળ માટે સારું છે અને ચહેરાના માસ્ક, સ્ક્રબ વગેરે સાથે ટોપિકલી લાગુ કરી શકાય છે.
- મલ્ટિફ્લોરલ મધ ઊંઘ સુધારે છે અને તણાવ દૂર કરે છે.





