Poppy Seeds Benefits: દૂધ કરતા 10 ગણું વધારે કેલ્શિયમ છે આ નાના દાણામાં, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ અને પેટમાં ઠંડક કરશે

Health Benefits Of Opium Poppy Seeds: હેલ્થલાઇન મુજબ ખસખસમાં કેલ્શિયમ, ફાઇબર, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, સેલેનિયમ, વિટામિન ઇ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

Written by Ajay Saroya
June 19, 2025 12:30 IST
Poppy Seeds Benefits: દૂધ કરતા 10 ગણું વધારે કેલ્શિયમ છે આ નાના દાણામાં, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ અને પેટમાં ઠંડક કરશે
Poppy Seeds Benefits: ખસખસ ખાવાના ફાયદા. (Photo: Social Media)

Health Benefits Of Opium Poppy Seeds In Gujarati: કેલ્શિયમ એ શરીર માટે એક આવશ્યક પોષક તત્વો છે જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. કેલ્શિયમ મેળવવા માટે આપણે ઘણીવાર દૂધનું સેવન કરીએ છીએ, પરંતુ કેટલાક લોકોને દૂધ પીવું પસંદ નથી અને કેટલાક લોકોને દૂધની એલર્જી હોય છે. જે લોકો કેલ્શિયમ માટે દૂધના બદલે બીજો વિકલ્પ શોધી રહ્યા છે, તેમના માટે ખસખસનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

ખસખસના બીજ એક એવો મસાલો છે જેનો સફેદ બદામી રંગ અને આકાર, ખૂબ જ નાનો અનાજ હોય છે. આ મસાલામાં એક ગ્લાસ દૂધ કરતા 10 ગણી વધારે શક્તિ હોય છે. 100 ગ્રામ દૂધમાં લગભગ 125 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે જ્યારે 100 ગ્રામ ખસખસના બીજમાં લગભગ 1400 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

આપણે ઘણીવાર રસોઈમાં આ મસાલાનું સેવન કરીએ છીએ. ખસખસ ભોજનનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે. ખસખસ મોટાભાગે શીરો, લાડુ, બ્રેડ અને બેકરી પ્રોડક્ટ્સ બનાવવામાં પણ કરવામાં આવે છે.

ખસખસના પોષક તત્વો

ખસખસના દાણામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, ફાઇબર, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, સેલેનિયમ, વિટામિન ઇ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. ખસખસ ઘણા રોગોનો રામબાણ ઈલાજ છે. તેનું સેવન કરવાથી શરદી જેવા મોસમી રોગો સામે રક્ષણ મળે છે. આવો જાણીએ ખસખસના બીજનું સેવન કોલેસ્ટ્રોલને કેવી રીતે કંટ્રોલમાં રાખે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. આ મસાલા પેટની ગેસને કેવી રીતે નિયંત્રિત કરે છે?

ખસખસ કોલેસ્ટ્રોલને કેવી રીતે નિયંત્રિત કરે છે?

ખસખસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. ઓમેગા-6 ફેટી એસિડથી ભરપૂર ખસખસના બીજનું સેવન એલડીએલ કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખે છે અને હૃદયની તંદુરસ્તીને સ્વસ્થ રાખે છે. ખસખસમાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે કોલેસ્ટરોલને આંતરડામાં શોષતા અટકાવે છે. તે કુદરતી રીતે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપૂર, ખસખસના બીજમાં પોલિફેનોલ્સ અને એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો પણ હોય છે જે શરીરમાં ઓક્સિડેટીવ તાણને ઘટાડે છે, જે કોલેસ્ટ્રોલ ઓક્સિડેશનનું કારણ બને છે. ઓક્સિડાઇઝ્ડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં પ્લેક બનાવી શકે છે, જે હૃદય રોગોનું જોખમ વધારે છે. આ અનાજ મેગ્નેશિયમ અને કેલ્શિયમથી સમૃદ્ધ છે જે બ્લડ પ્રેશર અને હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

ખસખસ પેટની ગેસ માટે અકસીર

ફાઇબરથી ભરપૂર, ખસખસ ઠંડકની અસર ધરાવે છે જે પાચન તંત્ર સુધારે છે. ઉનાળામાં આ મસાલાનું સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે. તે પેટનું ફૂલવું નિયંત્રિત કરે છે. આયુર્વેદ અનુસાર ખસખસના બીજ પાચન શક્તિ વધારવા અને પેટના ગેસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ કારગર છે. આ અનાજમાં હાજર ફાઇબર મળને નરમ બનાવે છે અને કબજિયાતની સારવાર કરે છે. એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર ખસખસના બીજનું સેવન કરવાથી પેટની ગેસ નિયંત્રણમાં રહે છે. ઉનાળામાં ખસખસનું સેવન કરવા માટે તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરો, તમારું પાચન બરાબર થઈ જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ