Almonds vs Peanuts Benefits: સિંગદાણા અને બદામ બંને વિવિધ પોષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. બદામમાં વિટામિન ઇનું પ્રમાણ વધુ હોય છે અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે સિંગદાણામાં પ્રોટીન અને બી 1, બી 3, બી 5, બી6 અને બી 9 જેવા બી વિટામિન્સ વધારે હોય છે. બંનેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ આમાંથી કોઈ એકની પસંદગી આહારની જરૂરિયાતો પર આધારિત હોય છે. મગફળી અને બદામ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તેમના સ્વાસ્થ્ય લાભો અને પ્રોટીનની માત્રામાં ઘણો તફાવત છે. ચાલો જાણો બદામ અને સિંગદાણા બંને માંથી કોનામાં વધારે પ્રોટીન હોય છે.
બદામ કે સિંગદાણા કોનામાં સૌથી વધુ પ્રોટીન અને ચરબી છે
બદામમાં બે મહત્વપૂર્ણ મેથિઓનાઇન અને લાઇસિન એમિનો એસિડનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી વિપરીત, સિંગદાણા લાઇસિન અને મેથિઓનાઇનનો સારો સ્ત્રોત છે. 100 ગ્રામ દીઠ 21.2 ગ્રામ પ્રોટીન ધરાવતી બદામની સરખામણીમાં સિંગદાણામાં 24.4 ગ્રામ એટલે કે 15 ટકા વધુ પ્રોટીન હોય છે. આ ઉપરાંત પ્રતિ 100 ગ્રામ સિંગદાણામાં 7.7 ગ્રામ ફેટ હોય છે, જ્યારે બદામમાં 3.8 ગ્રામ ચરબી હોય છે.
સિંગદાણા ખાવાના ફાયદા
- પ્રોટીનથી ભરપૂર – સિંગદાણામાં પ્રોટીન વધારે હોય છે, જે માંસપેશીઓના નિર્માણ અને ઉર્જા વધારવા માટે ફાયદાકારક હોય છે.
- મોનોઅનસેચ્યુરેટેડ ચરબી- તે હૃદય માટે સારી ચરબી છે અને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે છે.
- વિટામિન બી3 અને ફોલેટ- મગજ માટે ફાયદાકારક અને યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
- ઓછી કિંમત- સિંગદાણાની કિંમત ઓછી હોય છે અને સરળતાથી ઉપલબ્ધ છે, જેનાથી વધારે લોકો પોતાના ડાયટમાં સામેલ કરી શકે છે.
બદામ ખાવાના ફાયદા
- ફાઇબરથી ભરપૂર – બદામમાં ફાઇબર વધારે હોય છે, જે પાચન સુધારે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
- વિટામિન ઇ- તે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે અને એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે.
- કેલ્શિયમ અને મેગ્નેશિયમ- હાડકાંને મજબૂત બનાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.
- લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ- બદામ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સિંગદાણા કે બદામ સ્વાસ્થ્ય માટે કયું વધુ સારું છે?
સ્નાયુઓના નિર્માણ અને વધારે પ્રોટીન માટે સિંગદાણા ઉત્તમ સ્ત્રોત છે. જ્યારે બદામનું સેવન હૃદય, ત્વચા અને વેટ કન્ટોલ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત સિંગદાણાની ઓછી કિંમત હોય છે અને એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. સાથે જ બદામ ખાવી ડાયાબિટીસ અને પાચન માટે લાભકારી બની શકે છે.





