Wheatgrass Shots In Morning : તમારા દિવસની શરૂઆત આ વીટગ્રાસ શોટ સાથે કરો, દિવસભર રહેશો સ્ફ્રુતિમય, જાણો ફાયદા

Wheatgrass Shots In Morning : સવારે વીટગ્રાસ શૉટ (Wheatgrass Shots) શરીરમાં બળતરા વિરોધી પ્રવૃત્તિઓને વેગ આપે છે જે ગાંઠ, કેન્સર , ડાયાબિટીસ વગેરે જેવા રોગો સાથે સંકળાયેલ ક્રોનિક સોજાને ઘટાડે છે.

Written by shivani chauhan
Updated : December 14, 2023 11:06 IST
Wheatgrass Shots In Morning : તમારા દિવસની શરૂઆત આ વીટગ્રાસ શોટ સાથે કરો, દિવસભર રહેશો સ્ફ્રુતિમય, જાણો ફાયદા
Wheatgrass Shots In Morning : લીવરને ડીટોક્સિફાય કરવાથી લઇ એનર્જી બુસ્ટ કરે છે આ વીટગ્રાસ શોટ !! દિવસની શરૂઆત આ હેલ્ધી શોટ સાથે કરો, જાણો ફાયદા

Wheatgrass Shots In Morning : આપણે જયારે સવારે ઉઠીએ છીએ રતયારે શરીર જાગ્યા પછી, સામાન્ય રીતે ડિહાઈડ્રેટેડ હોય છે અને બોડીને પાણીની જરૂર પડે છે. પરંતુ તમે પોષક તત્ત્વોથી ભરપૂર અને શરીરને એનર્જીનો અહેસાસ કરાવે તેવા અન્ય હેલ્ધી ઓપ્શનને પણ પસંદ કરી શકો છો. આવો જ એક હેલ્થી ઓપ્શન છે ઘઉંના ઘાસનો શોટ (wheatgrass shots) છે જે ઘઉંના છોડના તાજા ફણગાવેલા પાંદડા વડે તૈયાર કરવામાં આવે છે. જીવો વેલનેસના મેનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીત સિંઘ કહે છે, “તે લીવરને ડિટોક્સિફાય કરવામાં, રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે, તે ક્લોરોફિલ, આવશ્યક વિટામિન્સ અને સૂક્ષ્મ પોષકતત્વોનો સમૃદ્ધ સોર્સ છે.”

વ્હીટગ્રાસ શોટના સ્વાસ્થ્ય ફાયદા (Health Benefits Of Wheatgrass Shots)

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર

  • વ્હીટગ્રાસ શૉટ એ એન્ટી-ઓક્સિડન્ટ્સ, બળતરા વિરોધી અને એન્ટિ-ઇન્ફેક્શન ગુણધર્મોથી ભરેલું સૌથી ઉત્તમ પીણું છે. એન્ટીઑકિસડન્ટો શરીરમાં મુક્ત રેડિકલ સામે કાર્ય કરે છે જે કોષોને નુકસાન પહોંચાડે છે, વૃદ્ધત્વને વેગ આપે છે અને કોષોના પુનર્જીવનમાં મદદ કરે છે.
  • સવારે વ્હીટગ્રાસ શૉટ શરીરમાં બળતરા વિરોધી પ્રવૃત્તિઓને વેગ આપે છે જે ગાંઠ, કેન્સર , ડાયાબિટીસ વગેરે જેવા રોગો સાથે સંકળાયેલ ક્રોનિક સોજાને ઘટાડે છે. વધુમાં, તે એન્ટિબાયોટિક્સની હાનિકારક અસરો વિના એન્ટિબાયોટિક-પ્રતિરોધક ચેપ સામે લડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Dates : શિયાળમાં ખજૂર ખાવી ગુણકારી! પરંતુ ન્યુરોલોજીસ્ટ તમારી ખજૂરના સેવન ઘટાડવાની ભલામણ કરે છે

રોગપ્રતિકારક શક્તિ બુસ્ટર

શરીરના મુખ્ય ભાગને મજબૂત બનાવતા, વ્હીટગ્રાસ શોટ સૌથી અસરકારક રોગપ્રતિકારક શક્તિ વધારવામાંનું એક છે. પ્રોટીન, એન્ટીઑકિસડન્ટો, આવશ્યક એમિનો એસિડ્સ અને ફાઇબરથી સમૃદ્ધ હોવાને કારણે, તે સંધિવા, પાચન તંત્ર, ત્વચા અને વાળની ​​સમસ્યાઓ અને વાયરલ ચેપ જેવી રોગપ્રતિકારક શક્તિ સંબંધિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક છે .

પાચન તંત્ર સુધારે

વ્હીટગ્રાસ શોટ પરિપક્વતા પહેલાના તબક્કામાં ઘઉંના ઘાસમાંથી બનાવેલ હોવાથી, તે વધારે થીક સૂક્ષ્મ પોષકતત્ત્વો અને ફાઈબરથી સમૃદ્ધ છે જે પાચન તંત્ર માટે ઉપયોગી સાબિત થાય છે. વ્હીટગ્રાસ ગ્લુટેન-મુક્ત, સોયા-મુક્ત અને પ્લાન્ટ બેઝડ ડ્રિન્કછે જે તેને પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Aroma Therapy : સાંધાના દુખાવો, ટેંશન વગેરેથી પરેશાન છો આ થેરાપી તમારી સમસ્યાઓ દૂર કરી શકે

એકદંર સ્વાસ્થ્ય સુધારે

ક્લોરોફિલ (હિમોગ્લોબિનનો બેસ્ટ સોર્સ), 17 પ્રકારના એમિનો એસિડ, ગાઢ સૂક્ષ્મ પોષકતત્ત્વો, ફાયટોકેમિકલ્સ અને વિટામીન A, C, E, K અને B6 થી ભરપૂર વિટગ્રાસ શોટ્સ એ એક અદ્ભુત પીણું છે જે એક સારા પ્રોટીન સ્ત્રોત મદદ કરે છે. બ્લડ સુગર , કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર મેનેજમેન્ટમાં જ્યારે શરીરમાં એનર્જી વધે છે. 250ml વ્હીટગ્રાસ પીણામાં 2.5 કિલો લીલા શાકભાજીના પોષક તત્વો હોય છે. દરરોજ વીટ ગ્રાસ શોટ પોષણ, હેલ્થ અને વેલનેસ મેનેજમેન્ટમાં મદદ કરી શકે છે.

એક્સપર્ટ કહે છે કે, એનર્જી-બુસ્ટિંગ શોટ્સ શરીરને જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે અને તમે આખો દિવસ કામ કરી શકો છો. હાલ આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં રોગપ્રતિકારક શક્તિ રોગો સામે લડવા માટે ખુબજ મહત્વપૂર્ણ છે, એનર્જી-બુસ્ટિંગ શોટ્સ લગભગ ડેઇલી રૂટિન બની જવું જોઈએ!

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ