ખાલી પેટ 2 લસણની કળી ઘી માં શેકીને ખાવાથી શરીર પર કેવી થાય છે અસર, બાબા રામદેવે જણાવ્યું

health news : રસોડામાં રહેલું લસણ માત્ર એક મસાલો જ નહીં પરંતુ એક અસરકારક દવા છે. સદીઓથી તેનો ઉપયોગ રસોઈ માટે તેમજ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે

Written by Ashish Goyal
July 01, 2025 23:30 IST
ખાલી પેટ 2 લસણની કળી ઘી માં શેકીને ખાવાથી શરીર પર કેવી થાય છે અસર, બાબા રામદેવે જણાવ્યું
health news : રસોડામાં રહેલું લસણ માત્ર એક મસાલો જ નહીં પરંતુ એક અસરકારક દવા છે (તસવીર - ફ્રીપિક)

health news : રસોડામાં રહેલું લસણ માત્ર એક મસાલો જ નહીં પરંતુ એક અસરકારક દવા છે. સદીઓથી તેનો ઉપયોગ રસોઈ માટે તેમજ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. ભોજનનો સ્વાદ વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો લસણનું સેવન મસાલા તરીકે અને વિનેગરના રૂપમાં કરે છે. લસણનું સેવન કરવાથી અનેક દીર્ઘકાલિન અને ગંભીર રોગોની સારવાર થાય છે તેવું ઘણા સંશોધનોમાં સાબિત થયું છે.

લસણમાં બળતરા વિરોધી તત્વો હોય છે, જે શરીરમાં બળતરાને નિયંત્રિત કરે છે. લસણની નાની નાની કળી કેન્સર જેવા જીવલેણ રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. રિસર્ચ અનુસાર લસણનું રોજ સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઓછું થઇ શકે છે.

લસણમાં હાજર એલિસિન નામનું કમ્પાઉન્ડ તેના એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણધર્મો માટે જવાબદાર છે. તે વિટામિન સી, વિટામિન બી6, મેંગેનીઝ, સેલેનિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઇબરનો પણ સારો સ્રોત છે. લસણની થોડી કળી રોજ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને શરીરને ઘણા પોષક તત્વો મળે છે.

આયુર્વેદિક એક્સપર્ટ અને યોગ ગુરુ બાબા રામદેવનું કહેવું છે કે જો લસણની બે કળીઓને દેશી ઘી માં શેકીને રોજ ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકાય છે. આવો બાબા રામદેવ પાસેથી જાણીએ કે ઘીમાં શેકેલું લસણ ખાવાથી સ્વાસ્થ્યમાં કેવા કેવા બદલાવ આવે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે

યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે રોજ દેશી ઘી માં શેકેલી લસણની બે કળીઓ ખાવાથી કોલેસ્ટ્રોલને 100 ટકા સુધી કંટ્રોલ કરી શકાય છે. ઘી માં શેકેલું લસણ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે.

દરરોજ લસણ ખાઓ, બીપી કંટ્રોલ રહે છે

શિલોઆમ હોસ્પિટલ્સની મેડિકલ ટીમ અનુસાર, ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે રોજ કાચા લસણનું સેવન કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. રિસર્ચ અનુસાર લસણનું સેવન બીપી ઘટાડવા માટે બીપી કંટ્રોલ મેડિસીન તરીકે કામ કરે છે. લસણમાં હાજર એલિસિન અને પોલિસલ્ફાઇડ રક્તવાહિનીઓને પહોળી કરવામાં મદદ કરે છે, જેથી બીપી ઓછું થાય છે.

આ પણ વાંચો – ચોમાસા દરમિયાન સતત પેટ ખરાબ થઈ રહ્યું છે? નિષ્ણાતો પાસેથી જાણો શું ખાવું

વજન નિયંત્રણ

લસણના સેવનથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે. આ જડીબુટ્ટી મેટાબોલિઝમને વેગ આપે છે અને ચરબીને નિયંત્રિત કરે છે. રોજ લસણની બેથી ત્રણ કળી ખાવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે અને બળતરા પણ કંટ્રોલમાં રહે છે.

કેન્સરનું ઓછું જોખમ

લસણમાં સક્રિય સલ્ફર સંયોજનો હોય છે જે કેન્સરના કોષોના નિર્માણનું જોખમ ઘટાડે છે અને તેમને ફેલાતા અટકાવે છે. એક રિસર્ચ અનુસાર કાચુ લસણ નિયમિત ખાવાથી પેટ, અગ્નાસય, અન્નનળી, પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર સહિત ઘણા પ્રકારના કેન્સરનો ખતરો ઓછો થઇ શકે છે.

બ્રેનથી તંદુરસ્તી સુધરે છે

લસણમાં જોવા મળતા વિશેષ કાર્બોહાઈડ્રેટ મગજના કોષોને રોગો અને ઉંમરને લગતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે તેવું અનેક સંશોધનોમાં પુરવાર થયું છે. લસણના નિયમિત સેવનથી વૃદ્ધત્વની અસરો ઓછી થઈ શકે છે. તે મગજમાં માઇક્રોગ્લિઆલ કોષો દ્વારા ઉત્પાદિત નાઇટ્રિક ઓક્સાઇડના સ્તરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે, જેથી મગજની બળતરા અને ઓક્સિડેટીવ તાણને નિયંત્રિત કરે છે. પરિણામે મગજ તંદુરસ્ત અને સક્રિય રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ