શિયાળામાં બાજરીનો રોટલો જરુર ખાવ, આ 7 ફાયદા મળશે

Bajra Benefits In Winter : શિયાળામાં બાજરીનો રોટલા ખાવાથી શરીરને ગરમી મળે છે. બાજરી એ એક સુપરફૂડ છે જે ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. બાજરીમાં એટલા અદ્ભુત ગુણધર્મો છે કે તમારે તેને તમારી પ્લેટમાં સામેલ કરવી જ જોઇએ

Written by Ashish Goyal
November 14, 2025 01:00 IST
શિયાળામાં બાજરીનો રોટલો જરુર ખાવ, આ 7 ફાયદા મળશે
બાજરી એ એક સુપરફૂડ છે જે ફાઇબરનો ઉત્તમ સ્રોત છે (Pics : instagram)

Bajre Ki Roti Eat in Winter : બરછટ અનાજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બરછટ અનાજ પોષક તત્વોનું પાવરહાઉસ છે. બાજરી એ એક અનાજ છે જે શિયાળામાં ખાવી ઘણી ફાયદાકારક છે. શિયાળામાં બાજરીનો રોટલા ખાવાથી શરીરને ગરમી મળે છે. બાજરી એ એક સુપરફૂડ છે જે ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. બાજરીમાં એટલા અદ્ભુત ગુણધર્મો છે કે તમારે તેને તમારી પ્લેટમાં સામેલ કરવી જ જોઇએ. સદીઓથી બાજરીનો સારા આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદા થાય છે.

બાજરી આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા આવશ્યક ખનિજોથી ભરપૂર છે. આ ખનીજો તંદુરસ્ત શારીરિક કામગીરી જાળવવા માટે નિર્ણાયક છે, ખાસ કરીને ઠંડા મહિનાઓ દરમિયાન જ્યારે રોગપ્રતિકારક તંત્રને વધારાના ટેકાની જરૂર હોય છે.

વજનને નિયંત્રિત કરે છે

બાજરીનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. ફાઇબરથી ભરપૂર બાજરી ભૂખને શાંત કરે છે અને તેને ખાધા પછી તમે વધુ પડતું ખાવાનું ટાળો છો અને તમારું વજન નિયંત્રિત થાય છે.

હાડકાં સ્વસ્થ રહે છે

બાજરીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજો હોય છે જે હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. શિયાળામાં બાજરીના રોટલાનું સેવન કરશો તો હાડકાના દુખાવાથી પણ છુટકારો મળશે.

પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે

નિષ્ણાંતોના મતે બાજરી એક બરછટ અનાજ છે જે ફાઇબરથી ભરપૂર હોય છે. તેના સેવનથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. જે લોકોને અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાત હોય તેમણે બાજરીનો રોટલો ખાવો જોઈએ.

આ પણ વાંચો – ઊંઘતા પહેલાની આ 4 આદતો પેટ અને મગજનું તાલમેલ બગાડે છે, સ્વાસ્થ્યને થાય છે નુકસાન

ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે

જે લોકોનું બ્લડ શુગર વધારે હોય છે તેઓ બાજરીનું સેવન કરી શકે છે. બાજરીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હૃદયને તંદુરસ્ત રાખે છે

બાજરીના રોટલાનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. બાજરીમાં ફાઇબર અને પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત થાય છે અને હૃદયની તંદુરસ્તી સ્વસ્થ રહે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે બાજરીનું સેવન કરવું જોઈએ.

એનર્જી બુસ્ટ કરે છે

બાજરીનું સેવન કરવાથી એનર્જી વધે છે. બાજરીમાં હાજર જટિલ કાર્બોહાઇડ્રેટ ઊર્જા મુક્ત કરે છે. સવારના નાસ્તામાં આ અનાજનું સેવન કરવામાં આવે તો આખા દિવસ સુધી શરીરને સતત એનર્જી મળે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ