કિસમિસને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાઇ લો, બોડીને મળશે આ 10 મોટા ફાયદા

Black Raisins Health Benefits : કાળી કિસમિસને દરરોજ પાણીમાં પલાળી રાખ્યા બાદ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે. ચાલો અહીં જાણીએ

Written by Ashish Goyal
Updated : November 27, 2025 17:10 IST
કિસમિસને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાઇ લો, બોડીને મળશે આ 10 મોટા ફાયદા
સવારે પલાળેલી કિસમિસ ખાવાના ઘણા ફાયદા છે (તસવીર - પિન્ટરેસ્ટ)

Black Raisins Health Benefits : કાળી કિસમિસ સૂકી કાળી દ્રાક્ષ હોય છે જે તડકામાં અથવા મશીનોની મદદથી કુદરતી રીતે સૂકવવામાં આવે છે. સૂકવવાની પ્રક્રિયા દરમિયાન દ્રાક્ષનું પાણી દૂર કરવામાં આવે છે અને તેમાં હાજર નેચરલ શુગર, વિટામિન અને મિનરલ્સ વધુ કેન્દ્રિત થઇ જાય છે. કાળી કિસમિસ સ્વાદમાં મીઠી, નરમ અને અત્યંત પૌષ્ટિક માનવામાં આવે છે. તે વિશ્વભરમાં સૌથી વધુ ખાવામાં આવતા ડ્રાયફુટ્સમાંથી એક છે અને તે ઉર્જાનો કુદરતી સ્ત્રોત હોવાનું કહેવાય છે.

કાળા કિસમિસના પોષક તત્વો

બ્લેક કિસમિસમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો તે આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર અને એન્ટીઓકિસડેન્ટથી સમૃદ્ધ છે. આ સિવાય તેમાં વિટામિન બી, વિટામિન સી તેમજ નેચરલ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ હોય છે, જે શરીરને ત્વરિત ઉર્જા આપે છે. હાઇ ફાઇબર અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર, આ ડ્રાય ફ્રૂટ પાચનમાં સુધારો કરે છે. કાળા કિસમિસનું સેવન ત્વચા અને વાળ માટે અસરકારક સાબિત થાય છે. ચાલો જાણીએ કે કાળા કિસમિસને દરરોજ પાણીમાં પલાળી રાખ્યા બાદ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે.

કાળી કિસમિસ લોહીની ઉણપ દૂર કરે

આયુર્વેદિક નિષ્ણાત ડો.રૂપાલી જૈને જણાવ્યું હતું કે કાળા કિસમિસમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. એનિમિયાથી ઝઝુમી રહેલા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ રાત્રે 10 કિસમિસને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ચાવીને ખાઇ લો અને તેનું પાણી પીવો, પછી તમને ફાયદો થશે.

પાચનતંત્રને મજબૂત બનાવે છે

કાળી કિસમિસનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેમાં હાજર ડાયેટરી ફાઇબર કબજિયાતને દૂર કરે છે અને પેટને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે પલાળેલા કિસમિસ ખાવાથી અથવા પાણી પીવાથી પેટનો ગેસ અને પેટનું ફૂલવાની સમસ્યા દૂર થાય છે.

હાડકાં મજબૂત બને છે

બ્લેક કિસમિસમાં કેલ્શિયમ અને બોરોન હોય છે, જે હાડકાની મજબૂતી અને સાંધાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે મહિલાઓ અને વૃદ્ધો માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો – કાશ્મીરમાં હિમવર્ષા દરમિયાન આ સ્થળોનો કરો પ્રવાસ, હંમેશા યાદગાર રહેશે

રોગપ્રતિકારક શક્તિ વધે છે

વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ શરદી, ઉધરસ અને ચેપને અટકાવે છે.

સ્કિન ગ્લો કરે છે

એન્ટીઓકિસડન્ટ ગુણથી ભરપૂર બ્લેક કિસમિસ સ્કિનને ડિટોક્સ કરે છે, કરચલીઓ ઘટાડે છે અને ચહેરાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે.

વાળ માટે ફાયદાકારક છે

જો વાળ ખરી રહ્યા છે અથવા અકાળે સફેદ થઈ રહ્યા છે, તો બ્લેક કિસમિસ તમારા માટે મદદરૂપ સાબિત થશે. તે સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ વધારીને વાળને મજબૂત બનાવે છે.

હૃદય સ્વસ્થ રહેશે

બ્લેક કિસમિસમાં હાજર પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયના ધબકારા સામાન્ય રાખે છે. આ હૃદયની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

ઉર્જા વધે છે

કિસમિસ કુદરતી શુગરનો સ્ત્રોત છે, જે ત્વરિત ઉર્જા આપે છે. જ્યારે તમે થાક અનુભવો છો ત્યારે 4-5 કિસમિસ ખાવી ફાયદાકારક છે.

યૂરિન ઇન્ફેક્શનમાં રાહત આપે છે

કાળા કિસમિસનું સેવન યૂરિન ઇન્ફેક્શનને પણ અટકાવે છે. તેમાં હાજર ઘટકો યૂરિનરી ટ્રેફ્ટ ઇન્ફેક્શનને ઘટાડવામાં મદદ કરે છે. તે ખાસ કરીને મહિલાઓ માટે ઉપયોગી છે.

તે કેન્સરને રોકવામાં પણ મદદગાર છે

કાળી કિસમિસમાં હાજર પોલિફેનોલ્સ, એન્ટીઓકિસડન્ટ કેન્સર સેલ્સની વૃદ્ધિને અટકાવે છે અને શરીરને અંદરથી ડિટોક્સ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ