દિવાળીમાં વધારે પડતી મીઠાઇ ખાઇ લીધી છે, આ ડિટોક્સ ડ્રિંક ચરબી બર્ન કરશે

Diwali Detox Drink : દિવાળીમાં વધારે પડતી મીઠાઇ અને તેલવાળો ખોરાક ખાવાથી શરીરમાં ફેટ અને કેલરી જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે આ પીણું બનાવી અને પી શકો છો જે દિવાળીની હાઇ કેલરી અને ચરબી બર્ન કરવામાં મદદરૂપ છે

Written by Ashish Goyal
October 21, 2025 17:40 IST
દિવાળીમાં વધારે પડતી મીઠાઇ ખાઇ લીધી છે, આ ડિટોક્સ ડ્રિંક ચરબી બર્ન કરશે
ડિટોક્સ ડ્રિંક પીણું બનાવી અને પી શકો છો. જે દિવાળીની હાઇ કેલરી અને ચરબી બર્ન કરવામાં મદદરૂપ છે (તસવીર - જનસત્તા)

Diwali Detox Drink : દિવાળીના તહેવારમાં બધા જ ઘરોમાં અલગ અલગ પ્રકારની મીઠાઇઓ અને ફરસાણ બને છે. આવી સ્થિતિમાં ગળ્યું અને તેલવાળું ખાવાનું વધારે થઈ જાય છે. જેના કારણે શરીરમાં ફેટ અને કેલરી જમા થવા લાગે છે અને પછી પાચન સંબંધિત સમસ્યાઓ લાંબા સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં તમે દિવાળીમાં ડિટોક્સ ડ્રિંક પીણું બનાવી અને પી શકો છો. જે દિવાળીની હાઇ કેલરી અને ચરબી બર્ન કરવામાં મદદરૂપ છે. આ ડ્રિંક્સ પીવાથી પાચનક્રિયા ઝડપી બને છે, ખોરાક ઝડપથી પચે છે અને પછી વજન ઘટાડવામાં મદદ મળે છે.

ડિટોક્સ ડ્રિંક બનાવો અને પીવો

  • દિવાળીના ડિટોક્સ ડ્રિંકમાં તમારે લીંબુ, મધ અને બ્લેક નમકને મિક્સ કરીને આ ડ્રિંક્સને બનાવવાનું છે અને પછી તેને પીવું પડશે.
  • એક કપ નવશેકુ પાણી ગરમ કરો
  • તેમાં થોડું મધ અને પછી બ્લેક મીઠું નાખો.
  • આ પછી તેમાં લીંબુનો રસ ઉમેરો.
  • ચમચીથી બધું મિક્સ કરીને પીવો.

દિવાળી ડિટોક્સ ડ્રિંક પીવાના ફાયદા

દિવાળી ડિટોક્સ પીણું પીવું એ પેટના પાચનને ઝડપી બનાવવામાં મદદરૂપ છે. તેને પીવાથી તમે જે ઓઇલી ખોરાક ખાધો હશે તે ઝડપથી પચવા લાગશે. આ સિવાય તે ફેટ બર્નિંગ છે, જેના કારણે શરીરમાં જમા થયેલી ગંદકી ઝડપથી ડિટોક્સ થવા લાગે છે. એટલું જ નહીં આ ડ્રિંક્સ પીવાથી ફેટ સામે સ્ક્રબરની જેમ કામ કરે છે અને તેને જમા થતું અટકાવે છે. આ સિવાય તે શરીરમાંથી ગંદકીને બહાર કાઢે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો – શિંગોડા રોજ ખાવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર, તેને બાફીને, કાચા કે સુકાવીને કઇ રીતે ખાવા, જાણો

આ ડ્રિંક્સમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે પેટના પીએચને સંતુલિત કરવામાં, કેલરી બર્ન કરવામાં અને હળવા મહેસુસ કરવામાં મદદગાર છે. તેનાથી તમને સારું લાગે છે, સાથે જ બ્લોટિંગ અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ઓછી થાય છે. આ રીતે આ દિવાળી ડ્રિંકને પીસીને તમે દિવાળીમાં ખાધેલા નાસ્તા અને ખાંડની કેલેરી બર્ન કરી શકો છો.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ