સવારે ઉઠતાની સાથે જ લસણની એક કળી ખાઇ લો, આ 5 ફાયદા મળશે

garlic health benefits : રસોડામાં હાજર લસણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. લસણનો ઉપયોગ રસોઈ સિવાય દવાઓમાં પણ કરવામાં આવે છે. આવો જાણીએ લસણની માત્ર એક જ કળી ખાવાથી શરીરને કેવી રીતે ડિટોક્સ થાય છે

Written by Ashish Goyal
December 07, 2025 01:00 IST
સવારે ઉઠતાની સાથે જ લસણની એક કળી ખાઇ લો, આ 5 ફાયદા મળશે
રસોડામાં હાજર લસણ ઔષધીય ગુણોથી ભરપૂર છે (Pics : Freepik)

garlic health benefits : રસોડામાં હાજર લસણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. લસણનો ઉપયોગ રસોઈ સિવાય દવાઓમાં પણ કરવામાં આવે છે. રોજ માત્ર એક કળીનું સેવન કરવાથી ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે અને શરીરને એનર્જી મળે છે. કાચું લસણ અત્યંત અસરકારક છે કારણ કે તેમાં એલિસિનનું પ્રમાણ વધારે છે. જો ખાલી પેટે લસણનું સેવન કરવામાં આવે તો શરીરને ડિટોક્સ પણ કરી શકાય છે.

લસણનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે. તેમાં ઘણા કુદરતી સંયોજનો હોય છે જે શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં મદદ કરે છે. લસણના દૈનિક સેવનથી બળતરા નિયંત્રણમાં રહે છે અને શરીરની ચરબી ઓછી થાય છે.

લસણ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બીપીને નોર્મલ કરી શકે છે. રોજ તેનું સેવન કરવાથી શરદી-ઉધરસની સારવાર થાય છે અને શરીરની ગંદકી પણ સાફ થાય છે. આવો જાણીએ લસણની માત્ર એક જ કળી ખાવાથી શરીરને કેવી રીતે ડિટોક્સ થાય છે.

ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે

લસણમાં એલિસિન હોય છે. આ સંયોજનો શરીરમાં એન્ટિઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે, જે ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરીને કોશિકાઓનું રક્ષણ કરે છે.

શરીરમાંથી ટોક્સિનને દૂર કરે છે

લસણમાં હાજર સલ્ફર યૌગિક સીસા અને પારો જેવી ઝેરી ભારે ધાતુઓને બહાર કાઢવામાં મદદ કરે છે. તે લોકો માટે સૌથી વધારે અસરકારક છે જે પ્રદૂષણ અને હાનિકારક ગેસના સંપર્કમાં રહે છે.

લીવરની સફાઇ કરે છે

લસણની એક કળી રોજ ચાવવાથી લીવરની બધી ગંદકી દૂર થાય છે. લસણ લિવર એંજાઇમને સક્રિય કરે છે જે શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે. આ મસાલા લિવરને સાફ કરે છે અને મેટાબોલિઝમને વેગ આપે છે. લીવરની સફાઇ કરવા માટે તમારે રોજ લસણનું સેવન કરવું જોઈએ. આ લિવરની કાર્યક્ષમતાને વધારે છે જે શરીરનું મુખ્ય ડિટોક્સ અંગ છે.

આ પણ વાંચો – શિયાળામાં મસાલેદાર મખાના રાયતું રેસીપી ઘરે બનાવો, આ રીતે સરળતાથી કરો તૈયાર

પાચન કરે છે ડિટોક્સ

લસણનું સેવન કરવાથી પાચનક્રિયા પણ ડિટોક્સ થાય છે. રોજ એક કળી ખાવાથી પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા મરી જાય છે અને આંતરડા સાફ થઈ જાય છે. લસણ પેટમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે.

લોહીને સાફ કરે છે

લસણ લોહીને સાફ કરવામાં ખૂબ જ અસરકારક છે. તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે. તેને ખાવાથી બીપી નોર્મલ અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર લસણ શરીરના મોટા ભાગના અંગોની સફાઇ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ