ઊંઘતા પહેલાની આ 4 આદતો પેટ અને મગજનું તાલમેલ બગાડે છે, સ્વાસ્થ્યને થાય છે નુકસાન

Health News Gujarati : આપણા પેટ અને મગજ વચ્ચે એક એવો પરસ્પર સંબંધ છે, જેમાં બંને સતત એકબીજા તરફથી સંકેતો મોકલતા રહે છે. જો પેટની તંદુરસ્તી ખરાબ હોય તો મૂડ, ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થશે અને જો મગજ તણાવમાં હોય તો પાચન બગડી શકે છે

Written by Ashish Goyal
November 13, 2025 17:19 IST
ઊંઘતા પહેલાની આ 4 આદતો પેટ અને મગજનું તાલમેલ બગાડે છે, સ્વાસ્થ્યને થાય છે નુકસાન
રાત્રે ભોજનની ખરાબ આદતો તમારા આંતરડા-મગજના તાલમેલને વિક્ષેપિત કરી શકે છે (તસવીર -પિન્ટરેસ્ટ)

Health News Gujarati : શું તમે ઊંઘતા પહેલા ફોન ચલાવો છો અથવા રાત્રિભોજન પછી તરત જ ઊંઘી જાઓ છો? જો હા, તો આ આદતો તમારા આંતરડા-મગજના તાલમેલને વિક્ષેપિત કરી શકે છે. રાતની કેટલીક સામાન્ય ભૂલો જેમ કે મોડી રાત્રે જમવું, કેફીનનું સેવન કરવું, મોબાઇલ સ્ક્રોલિંગ અથવા અનિયમિત ઊંઘ આપણા પાચન અને મૂડ બંનેને અસર કરે છે. તે એસિડિટી, કબજિયાત, પેટનું ફૂલવું અને ઊંઘની સમસ્યાઓ જેવી સમસ્યાઓમાં વધારો કરે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર સારી ઊંઘ અને સમયસર રાત્રિભોજન એ સ્વસ્થ પાચન અને શાંત મનની ચાવી છે.

આપણા પેટ અને મગજ વચ્ચે એક એવો પરસ્પર સંબંધ છે, જેમાં બંને સતત એકબીજા તરફથી સંકેતો મોકલતા રહે છે. જો પેટની તંદુરસ્તી ખરાબ હોય તો મૂડ, ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થશે અને જો મગજ તણાવમાં હોય તો પાચન બગડી શકે છે.

એઇમ્સ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડમાં પ્રશિક્ષિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.સૌરભ સેઠીએ તાજેતરમાં સમજાવ્યું હતું કે સૂવા પહેલાની કેટલીક સામાન્ય આદતો આપણા આંતરડા-મગજની ધરીને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે સારી ઊંઘ એ માત્ર આંતરડાના સ્વાસ્થ્યની જ ચાવી નથી પરંતુ મૂડમાં સુધારો કરવાની પણ ચાવી છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા અને મગજના સ્વાસ્થ્યને સુધારવા માટે રાત્રે કઈ ખરાબ આદતો સુધારવાની જરૂર છે.

મોડી રાત ભોજન સમસ્યાનું કારણ બની શકે છે

મોડી રાત્રે ખાવું એ સૌથી ખરાબ આદત છે. ડો.સેઠીએ જણાવ્યું હતું કે ઊંઘતા પહેલા ભોજન કરવાથી માત્ર તમારા આંતરડાનું સ્વાસ્થ્ય જ બગડતું નથી, પરંતુ મગજનું સ્વાસ્થ્ય પણ બગાડે છે. તમારા આંતરડાને પણ તમારા શરીરની જેમ આરામ જોઈએ છે. મોડી રાત્રે ખાવાથી ગેસ્ટ્રિક એમ્પ્ટિવ ધીમું થાય છે, જેના કારણે એસિડ રિફ્લક્સ, પેટનું ભારેપણું અને ઊંઘમાં ખલેલ જેવી સમસ્યાઓ થાય છે. નિષ્ણાતે કહ્યું કે જો તમે મગજ અને આંતરડાના સ્વાસ્થ્યના તાલમેલમાં સુધારો કરવા માંગો છો, તો તમારે સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા રાત્રિભોજન લેવું જોઈએ.

ફોન પર સ્ક્રોલિંગ કરી રહી છે ગટ માઇક્રોબ્સને ડિસ્ટર્બ

ડો.સેઠીના જણાવ્યા અનુસાર રાત્રે સૂતા પહેલા મોબાઇલ સ્ક્રોલ કરવું એ સૌથી મોટી ભૂલ છે. બ્લૂ લાઇટ મેલાટોનિન હોર્મોનને દબાવે છે, જે શરીરને ઊંઘના સંકેતો મોકલે છે. આ લાઇટ માત્ર ઊંઘની ગુણવત્તાને જ ખલેલ પહોંચાડતી નથી, પરંતુ આંતરડાના માઇક્રોબિયલ રિધમ્સને પણ અસર કરે છે. સૂવાના ઓછામાં ઓછા 60 મિનિટ પહેલા મોબાઇલ સ્ક્રીન જોવાનું બંધ કરો.

આ પણ વાંચો – સવારે આ સફેદ પાણીને ખાલી પેટે પી લો, બોડીમાં કેલ્શિયમ ભરપૂર રહેશે, એક્સપર્ટે જણાવ્યો નુસખો

કેફીન અને આલ્કોહોલ પણ ઊંઘના દુશ્મન

નિષ્ણાતે કહ્યું કે સાંજે એક કપ કોફી પણ ઊંઘ અને આંતરડાના રિપેયર પ્રક્રિયામાં દખલ કરે છે. નિષ્ણાંતોએ કહ્યું કે બપોરે 2 વાગ્યા પછી કેફીનનું સેવન કરવાનું ટાળો. આલ્કોહોલ પણ ઊંઘનો દુશ્મન છે, પછી ભલે આલ્કોહોલ પીધા પછી ઊંઘ ઝડપથી આવી જાય, પરંતુ તે ગાઢ ઊંઘમાં વિક્ષેપ પાડે છે અને આંતરડાના અવરોધને નબળો પાડે છે.

અનિયમિત ઊંઘ અને તણાવ પણ વધારે છે ગટ ઇંફ્લેમેશન

ડો.સેઠીના જણાવ્યા અનુસાર અનિયમિત ઊંઘ, શરીર વધુ ગરમ થવું અને સૂતા પહેલા તણાવ લેવો આ બધી આદતો પાચનતંત્રને અસંતુલિત બનાવે છે. નિષ્ણાતે જણાવ્યું હતું કે ગટ માઇક્રોબ્સ સર્કેડિયન રિધમને અનુસરે છે. જો ઊંઘમાં ખલેલ પહોંચે છે તો માઇક્રોબાયલ અસંતુલન અને ઇંફ્લેમેશન વધશે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ખરાબ ઊંઘ અથવા ગરમીથી વધેલા કોર્ટિસોલનું લેવલ કમજોર કરે છે અથવા ગરમીથી પાચન નબળું પડે છે. આ આદતોને બદલીને તમે તમારા મગજ અને આંતરડાના સ્વાસ્થ્ય બંનેમાં સુધારો કરી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ