Hot Showers vs Cold Showers : રાજ્યમાં શિયાળાની ઠંડી શરુ થઇ ગઇ છે. આ ઋતુમાં સ્નાન કરવું કેટલાક લોકો માટે મોટા ટાસ્ક જેવું લાગે છે. સાથે જ મોટાભાગના લોકો ન્હાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે. જોકે શિયાળાની ઋતુમાં ગરમ કે ઠંડા કયા પાણી સ્નાન કરવું વધુ સારું છે તે અંગે ઘણી વખત ચર્ચા થતી હોય છે.
શિયાળાની ઋતુમાં યોગ્ય તાપમાનના પાણીથી સ્નાન કરવું જોઈએ. સ્નાનનું પાણી તમારા શરીર પર અને ખાસ કરીને ત્વચા પર ઊંડી અસર પડે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે શિયાળાની ઋતુમાં કયા પાણીથી સ્નાન કરવું વધુ સારો વિકલ્પ બની શકે છે.
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ?
ઘણી વખત લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે તો સીધું જ માથા પર રેડી દે છે. જોકે તે તમારા માટે જોખમી હોઈ શકે છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી તમારી ત્વચા શુષ્ક થઈ શકે છે. ગરમ પાણી તમારા શરીરના કુદરતી ઓઇલને ખતમ કરી શકે છે. જો તમે ઉકળતું ગરમ પાણી શરીર પર નાખો છો તો તે તમારી ત્વચાને બાળી પણ શકે છે.
ઠંડુ પાણી
શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. શિયાળાની ઋતુમાં સ્નાન માટે ઠંડુ પાણી અનુકૂળ નથી. ઠંડા પાણીથી સ્નાન કરવાથી શિયાળાની ઋતુમાં ઠંડી વધી શકે છે અને શરીરને નુકસાન પણ થઇ શકે છે.
આ પણ વાંચો – શિયાળામાં બાજરીનો રોટલો જરુર ખાવ, આ 7 ફાયદા મળશે
નવશેકું પાણી શ્રેષ્ઠ વિકલ્પ
શિયાળાની ઋતુમાં સ્નાન કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ નવશેકું પાણી છે. આ વધારે ગરમ પણ નથી અને વધારે ઠંડુ પણ નથી. શિયાળાની ઋતુમાં નવશેકા પાણીથી સ્નાન કરવાથી શરીરને આરામ મળે છે અને થાક દૂર થાય છે. નવશેકું પાણી શરીરની ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. નવશેકા પાણીથી નહાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જે સ્નાયુઓને આરામ આપે છે.





