ખરાબ અને પીળા દાંતને પણ ચમકાવી દેશે આ મંજન, પોતાની રીતે જ હથેળી પર કરી લો તૈયાર

કેમિકલ આધારિત ટૂથપેસ્ટમાં કેટલાક એવા તત્વો હોય છે જેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો મોઢાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અમે અહીં કુદરતી મંજન બનાવવાની રીત જણાવી રહ્યા છીએ જે દાંત માટે ફાયદાકારક છે

Written by Ashish Goyal
August 01, 2025 15:13 IST
ખરાબ અને પીળા દાંતને પણ ચમકાવી દેશે આ મંજન, પોતાની રીતે જ હથેળી પર કરી લો તૈયાર
ચરલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી દાંત અને પેઢાંની સફાઈ તો થાય જ છે સાથે સાથે ઓરલ રોગો સામે પણ રક્ષણ મળે છે (તસવીર - ફ્રીપિક)

health news gujarati : આપણે ભારતીયો ઓરલ હાઇજીનને લઇને જોઈએ તેટલા સાવચેત નથી, જેના કારણે પીળા દાંત અને મો સાથે જોડાયેલી બીમારીઓ થાય છે. ઓરલ હેલ્થ અને ડેન્ટલ હેલ્થ સુધારવા માટે આપણે જે કામ કરીએ છીએ તે દિવસમાં માત્ર એક જ વાર બ્રશ કરવાનું છે, તે પણ કેમિકલ વાળી ટૂથપેસ્ટથી કરીએ છીએ.

તમે જાણો છો કે કેમિકલ આધારિત ટૂથપેસ્ટમાં કેટલાક એવા તત્વો હોય છે જેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો મોઢાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ટૂથપેસ્ટમાં ફીણ બનાવવા માટે વપરાતા રસાયણને સોડિયમ લોરીલ સલ્ફેટ (એસએલએસ) નામ આપવામાં આવ્યું છે. આ રસાયણોથી મોઢાની અંદર બળતરા, શુષ્કતા અને ફોલ્લા પડી શકે છે. આ સિવાય ટૂથપેસ્ટમાં ટ્રાઇક્લોઝન, ફ્લોરાઇડ અને કૃત્રિમ રંગો અને સ્વાદ પણ હોય છે જે દાંત પર ડાઘ પાડે છે, દાંતને નબળા બનાવે છે, પેઢામાં બળતરા અને એલર્જી પેદા કરે છે.

હાલ નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી મોટાભાગના લોકો કોઈને કોઈ પ્રકારની દાંતની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તેનું એક મુખ્ય કારણ કેમિકલ આધારિત ટૂથપેસ્ટ અને મોંની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી અન્ય રાસાયણિક બનાવટો છે. આ ઉત્પાદનો ત્વરિત સફાઈ પૂરી પાડે છે, પરંતુ લાંબા ગાળે, તે દાંત અને પેઢાને નુકસાન પહોંચાડે છે.

નેચરલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ

જો તમે ઈચ્છો છો કે તમારા દાંત લાંબા સમય સુધી સુરક્ષિત રહે, મોઢાના રોગોથી બચાવે, તો તમારે નેચરલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. નેચરલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી દાંત અને પેઢાંની સફાઈ તો થાય જ છે સાથે સાથે ઓરલ રોગો સામે પણ રક્ષણ મળે છે. કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ સદીઓથી ઓરલ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે જેમ કે લીમડો, બાવળ, લવિંગ, મીઠું અથવા બેકિંગ સોડા. આ બધી વસ્તુઓ દાંતના સ્વાસ્થ્યને સુધારે છે.

નેચરલ હીલિંગ એક્સપર્ટ ડો.જમીલ મેહરાવીએ જણાવ્યું હતું કે કેમિલક ટૂથપેસ્ટનો ઉપયોગ તમને લાંબા ગાળા નુકસાન કરી શકે છે. ટૂથપેસ્ટમાં રહેલા અનેક પ્રકારના કેમિકલ્સ તમારા મોઢાથી તમારા પેટ સુધી જઈ રહ્યા છે, જે તમારા ઓવરઓલ હેલ્થને નુકસાન પહોંચાડે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જો તમે દાંતને સફેદ કરવા માંગતા હોવ અને ઓરલ હેલ્થ સુધારવા માંગતા હોવ તો તમારે દરરોજ દેશી મંજનનો ઉપયોગ કરવો જોઇએ. તમે રસોડામાં હાજર મસાલા સાથે બે સેકંડમાં હથેળી પર આ પેસ્ટ તૈયાર કરી શકો છો અને બ્રશમાં તરત જ તેનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કે આ પેસ્ટ દાંતના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારે છે અને તેને કેવી રીતે તૈયાર કરી શકાય છે.

કુદરતી પેસ્ટ તૈયાર કરવાની સામગ્રી

  • બે ચપટી મીઠું
  • બે ચપટી હળદર
  • સરસવનું તેલ 1 ચમચી
  • લીંબુના રસના બે ટીપા

કુદરતી પેસ્ટ કેવી રીતે તૈયાર કરવી

આ પેસ્ટ બનાવવા માટે તમારે રસોડામાં હાજર બે ચપટી હળદર, બે ચપટી મીઠું, એક ચમચી સરસવનું તેલ અને બે ટીપાં લીંબુનો રસ મિલાવો અને મિક્સ કરો. આ તૈયાર પેસ્ટને બ્રશ પર લગાવો અને બ્રશ કરો. આ પ્રાકૃતિક ઉત્પાદનો તમારા મોઢા અને દાંતને સ્વચ્છ કરશે અને તમારા દાંતને મજબૂત પણ બનાવશે. આ પ્રાકૃતિક નુસખા તમને મોં અને પેઢાને લગતા રોગોથી બચાવશે.

આ પણ વાંચો – સારા અલી ખાને આ રીતે ઘટાડ્યું હતું 45 કિલો વજન, આ 2 વસ્તુઓથી બનાવી હતી દૂરી, જાણો ડેઇલી રુટિન

દાંત માટે હળદર, મીઠું, સરસવનું તેલ અને લીંબુનો રસ કેવી રીતે છે?

હળદર, મીઠું, સરસવનું તેલ અને લીંબુનો રસ દાંત સાફ કરવામાં ઘણી રીતે ફાયદાકારક છે. હળદરમાં એન્ટિસેપ્ટિક અને બળતરા-નિયંત્રણ ગુણધર્મો હોય છે જે પેઢાની બળતરાને નિયંત્રિત કરે છે અને ચેપ સામે રક્ષણ આપે છે. મીઠું દાંત અને પેઢાને ઉંડા સાફ કરે છે અને બેક્ટેરિયાને દૂર કરે છે. સરસવનું તેલ દાંતને મજબૂત બનાવે છે અને મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે. લીંબુનો રસ એક કુદરતી બ્લીચિંગ એજન્ટની જેમ કાર્ય કરે છે જે દાંત પરથી ડાઘ દૂર કરે છે અને મોના દુર્ગંધની સારવાર પણ કરે છે. આ મિશ્રણને ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરો, તમારા દાંત સ્વચ્છ, મજબૂત અને ચળકતા થઈ જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ