How to Identify Fake Cashew : કાજુમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જેના કારણે તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેનો ઉપયોગ ભારતીય ઘરોમાં નાસ્તા, મીઠાઈઓ અને ખાસ વાનગીઓમાં મોટાપાયે ઉપયોગ થાય છે. લગ્ન હોય, તહેવાર હોય કે રોજિંદા આહાર હોય, કાજુનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આ જ કારણ છે કે બજારમાં તેની માંગ હંમેશા રહે છે.
વધુ માંગને કારણે આજકાલ તેમાં મોટા પાયે ભેળસેળ પણ કરવામાં આવી રહી છે અને નકલી અથવા ભેળસેળવાળા કાજુ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. કેટલીકવાર આ ભેળસેળવાળા કાજુને ઓળખવા ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ખાસ ટિપ્સને ફોલો કરીને કેમિકલ્સથી પોલિશ કરેલા કાજુને સરળતાથી ઓળખી શકો છો.
ખરીદતા સમયે રંગ અને ચમકથી કરો ઓળખ
તમે રંગ અને ચમક દ્વારા અસલી કાજુને પણ સરળતાથી ઓળખી શકો છો. અસલી કાજુનો રંગ હળવો ઓફ વ્હાઇટ કે ક્રીમ જેવો હોય છે. તેમાં વધારે ચમક હોતી નથી. જો કાજુ ખૂબ સફેદ અથવા ચળકતા હોય તો તે નકલી અથવા કેમિકલથી પોલિસ કરેલા હોઈ શકે છે.
ખરીદતા પહેલા કાજુ તોડીને જુઓ
કાજુ ખરીદતા પહેલા તમે તેને તોડીને ચેક કરી શકો છો. જો કાજુ અસલી હોય તો પછી તૂટ્યા પછી અંદરના ભાગમાં પણ સમાન ટેક્સચર અને ક્રીમી દેખાશે. જો કાજુ નકલી છે તો તે અંદરથી પીળા અથવા ડાઘવાળા દેખાશે.
ખાઈને ટેસ્ટ કરો
અસલી અને નકલી કાજુની તપાસ ખાઇને પણ કરી શકો છો. કાજુ ખરીદતી વખતે તમારે તેને સ્ટોર પર ખાઈને ચેક કરવા જોઈએ. જો તે ખાતી વખતે દાંત સાથે ચોંટી જાય છે તો તે નકલી હોઈ શકે છે. અસલી કાજુ દાંત સાથે ચોંટતા નથી અને તે સરળતાથી તૂટી જાય છે. અસલી કાજુનો સ્વાદ હળવો મીઠો અને તેલયુક્ત હોય છે, જ્યારે નકલી કાજુનો સ્વાદ કડવો હોય છે.
આ પણ વાંચો – ગાજર કડવા છે કે મીઠા, ખરીદતા પહેલા આ રીતે કરો ખાતરી
ડાઘવાળા કાજુ ન ખરીદો
અસલી કાજુ અથવા સારી ગુણવત્તાવાળા કાજુમાં કોઈ પણ પ્રકારનો ડાઘ અથવા છિદ્ર હોતા નથી. જ્યારે નકલી કાજુ પર ઘણીવાર ધબ્બા કે ડાઘ દેખાય છે. કાજુ ખરીદતી વખતે તમારે તેની બનાવટ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.
સુગંધથી અસલી કાજુની ઓળખ કરો
તમે સુગંધ દ્વારા અસલી અને નકલી કાજુની ઓળખ પણ કરી શકો છો. અસલી કાજુમાં કુદરતી નટ્સ જેવી હળવી ખુશ્બુ આવે છે, જ્યારે નકલી અથવા બગડેલા કાજુમાં કેમિકલની ગંધ આવે છે.





