14 દિવસ સુધી ખોરાકમાં તેલનો ઉપયોગ બંધ કરો તો શરીર પર શું અસર થશે? જાણો એક્સપર્ટ પાસેથી

Health News Gujarati : જો તમે બે અઠવાડિયા સુધી તમારા આહારમાં તેલનો સમાવેશ ન કરો, તો શું તમે જાણો છો કે તેનાથી તમારા શરીર પર શું અસર પડે છે. ડાયેટિશિયન કનિકા મલ્હોત્રાએ આ વિષય પર ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

Written by Ashish Goyal
Updated : November 05, 2025 23:38 IST
14 દિવસ સુધી ખોરાકમાં તેલનો ઉપયોગ બંધ કરો તો શરીર પર શું અસર થશે? જાણો એક્સપર્ટ પાસેથી
ખાદ્ય તેલનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા અને રાંધવા માટે કરવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

What Happens If You Skip Oil For Two Weeks : ભારતીય ખોરાકમાં તેલનો સૌથી વધુ વપરાશ થાય છે. ખાદ્ય તેલનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા અને રાંધવા માટે કરવામાં આવે છે. નાસ્તાથી લઈને રાતના ભોજન સુધીની લગભગ દરેક વસ્તુ તેલની મદદથી તૈયાર કરવામાં આવે છે. પરંતુ જો તમે બે અઠવાડિયા સુધી તમારા આહારમાં તેલનો સમાવેશ ન કરો, તો શું તમે જાણો છો કે તેનાથી તમારા શરીર પર શું અસર પડે છે. ડાયેટિશિયન કનિકા મલ્હોત્રાએ આ વિષય પર ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

ડાયેટિશિયન કનિકા મલ્હોત્રા કહે છે બે અઠવાડિયા માટે તેલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાથી પાચન અને મેટોબોલિઝમ પર ઘણી ટૂંકા ગાળાની અસરો થઈ શકે છે. તેલમાં ફેટી એસિડ્સ હોય છે, જે ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ (એ, ડી, ઇ, કે) શોષી લે છે. તે ન મળવાથી પોષકતત્ત્વોનું શોષણ નબળું પડી શકે છે, જે પેટની હિલચાલમાં ફેરફાર અને ખામીઓ અને પાચનમાં અસ્વસ્થતા, જેમ કે પેટનું ફૂલવું અથવા કબજિયાત તરફ દોરી જઈ શકે છે.

મેટાબોલિક ફેરફારોના સંદર્ભમાં તે નોંધે છે કે આહારમાં ચરબીમાં ઘટાડો કરવાથી શરૂઆતમાં કેલરીનું પ્રમાણ ઘટાડી શકાય છે, જે વજન ઘટાડવાની શક્યતા ધરાવે છે. જોકે તે મેટોબોલિઝમની પ્રક્રિયાઓમાં પણ દખલ કરી શકે છે, જે ભૂખને વધારી શકે છે. આહારમાંથી તેલ કાઢી નાખવાથી શરીરની ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ શોષવાની ક્ષમતાને નોંધપાત્ર રીતે નુકસાન પહોચાડી શકે છે.

જો તેલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ જાય તો જરૂરી પોષક તત્વોની જૈવઉપલબ્ધતા ઘટે છે. તે દ્રષ્ટિ, રોગપ્રતિકારક શક્તિ અને હાડકાના આરોગ્ય જેવા વિવિધ શારીરિક કાર્યોને અસર કરી શકે છે. આ સિવાય શાકભાજીમાંથી કેરોટીનોઇડ્સ જેવા અન્ય પોષક તત્વોનું શોષણ પણ ચરબી વિના ઘટાડી શકાય છે.

ખાદ્યતેલનું સેવન શરીર પર ટાળવાની આડઅસરો

ત્વચાના સ્વાસ્થ્યમાં અસર: તેલ તમારા શરીરને જરૂરી ફેટી એસિડ પ્રદાન કરે છે. પરંતુ તેલનો ઉપયોગ ન કરવાથી શુષ્કતા અને બળતરા થઈ શકે છે.

પૂરતી ઊર્જાનો અભાવ થાકની સાથે સહનશક્તિ પણ ગુમાવી બેસે છે : જો શરીરને પૂરતી ઊર્જા ન મળે તો વ્યક્તિઓ થાક અનુભવે છે અને ઘટેલી સહનશક્તિનો અનુભવ કરે છે. કારણ કે ચરબી એક એવું ઘટક છે જે તૃપ્તિની અનુભૂતિ કરાવે છે અને શરીરમાં સતત ઊર્જાની જાળવણીમાં ફાળો આપે છે.

આ પણ વાંચો – શું તમારી બાલ્કની અને છત પર છે કબૂતરનો ત્રાસ? આ ઉપાયથી નહીં આવે એકપણ કબૂતર

ચીડિયાપણું : પોષકતત્ત્વોનું અપૂરતું શોષણ ચીડિયાપણાનો અનુભવ કરાવે છે.

તેલમાંથી મળતા આવશ્યક ફેટી એસિડ્સને સરભર કરવા માટે આહારમાં સામેલ કરવામાં આવતા આહાર નીચે મુજબ છે.

ફેટી ફિશ : સાલ્મોન, મેકરેલ, સાર્ડિન્સ અને હેરિંગ ઓમેગા-3 ફેટી એસિડ્સ (ઇપીએ અને ડીએચએ)થી ભરપૂર હોય છે. આ ઓમેગા-3 ફેટી એસિડ હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

બીજ : અળસીના બીજ અને ચિયા બીજ છોડ આધારિત ઓમેગા-3, આલ્ફા-લિનોલેનિક એસિડ (એએલએ)ના ઉત્તમ સ્ત્રોત છે.

ફોર્ટિફાઇડ ફૂડ : ફોર્ટિફાઇડ ફૂડનો ઉપયોગ સામાન્ય રીતે આવશ્યક વિટામિન્સ, ખનિજો અને અન્ય પોષકતત્ત્વો પૂરા પાડવા માટે થાય છે.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ