ઓફિસમાં બેસી-બેસીને પીઠ જકડાઇ ગઇ છે, આ 3 એક્સરસાઇઝથી દર્દને કહો અલવિદા

કમરના દુખાવામાં રાહત મેળવવા માટે 3 શ્રેષ્ઠ કસરતો : ઓફિસમાં એક જ જગ્યાએ સતત લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે પીઠ જકડાઈ જાય છે, જેના કારણે ક્યારેક ભારે દુખાવો પણ થાય છે. તમે ઘરે જ કેટલીક સરળ કસરત અને સ્ટ્રેચિંગની મદદથી પીઠની જડતાથી રાહત મેળવી શકો છો.

Written by Ashish Goyal
July 02, 2025 16:58 IST
ઓફિસમાં બેસી-બેસીને પીઠ જકડાઇ ગઇ છે, આ 3 એક્સરસાઇઝથી દર્દને કહો અલવિદા
Exercises to Relieve Back Pain : પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે સ્ટ્રેચિંગ કસરતો

Simple Exercises to Relieve Lower Back Pain: આજકાલ મોટાભાગના લોકો ઓફિસમાં કામ કરે છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ઓફિસમાં બેસવું સામાન્ય બની ગયું છે. સાથે જ એક જ જગ્યાએ સતત લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે પીઠ જકડાઈ જાય છે, જેના કારણે ક્યારેક ભારે દુખાવો પણ થાય છે.

સાથે જ ઘણા લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાના કારણે પીઠના નીચેના ભાગ અને ખભાની આસપાસ દુખાવાની ફરિયાદ કરે છે. જો તેની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તેનાથી બીજી પણ ઘણી સમસ્યાઓ થાય છે. જો તમે પણ કમરના દુખાવાથી પરેશાન છો, તો તમે ઘરે જ કેટલીક સરળ કસરત અને સ્ટ્રેચિંગની મદદથી પીઠની જડતાથી રાહત મેળવી શકો છો.

કેટ કાઉ સ્ટ્રેચ

પીઠનો દુખાવો ઓછો કરવા માટે કેટ-કાઉ યોગ બેસ્ટ છે. આ યોગાસન કરોડરજ્જુને ફ્લેક્સિબલ બનાવે છે અને જડતાને દૂર કરે છે. આ માટે પહેલા ઘૂંટણ અને હથેળીની મદદથી જમીન પર આવો, પછી શ્વાસ લેતી વખતે પીઠને ઉપરની તરફ ઉઠાવો અને શ્વાસ છોડતી વખતે નીચે નમી જાઓ. આ આસન તમે ઓછામાં ઓછા 15-20 વખત કરી શકો છો.

ચાઇલ્ડ પોઝ

ચાઇલ્ડ પોઝ એ પીઠના સ્નાયુઓને આરામ આપવા માટે વધુ સારા યોગ આસન છે. આમ કરવા માટે સૌ પ્રથમ તમારા ઘૂંટણને વાળો અને પગની ઘૂંટી પર બેસો અને આગળ નમતી વખતે બંને હાથને આગળની તરફ ખેંચો. 30 સેકન્ડથી 1 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો. તેનાથી પીઠના સ્નાયુઓને આરામ મળે છે.

સીટેડ સ્પાઇનલ ટ્વિસ્ટ

સીટેડ સ્પાઇનલ ટ્વિસ્ટને તમે ઓફિસમાં બેઠા બેઠા પણ કરી શકો છો. આ સરળ કસરત કરવા માટે સૌ પ્રથમ કમરને ધીમે-ધીમે એક તરફ વાળો અને બીજી બાજુ ખુરશીને પકડી રાખો. થોડીવાર થોભો અને પછી બીજી બાજુ પુનરાવર્તન કરો. તે કરોડરજ્જુની જડતાને ઘટાડે છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ