ડાયાબિટીસ એક એવી બીમારી છે જે બૉડીને નબળી કરી નાખે છે. ડાયાબિટીસના દર્દીઓની ઇમ્યુનિટી વધારે નબળી હોય છે, તેથી તેમને કોઈ પણ બીજી બીમારીનું જોખમ પણ રહે છે. જેમાં એક છે સેપ્ટીસેમિયા. સેપ્ટીસેમિયાને સામાન્ય બોલચાલમાં સેપ્સિસ પણ કહેવાય છે. આ એક બેક્ટેરિયલ સંક્ર્મણ છે જે શરીરના કોઈ પણ ભાગમાં થઇ શકે છે. ડોક્ટરના મત મુજબ આ સંક્ર્મણ બ્લડ સુગરના દર્દીઓ માટે વધારે ખતરનાક સાબિત થઇ શકે છે.
કયા લોકોને સેપ્ટીસેમિયાનું જોખમ વધારે
ડોકટરના મત મુજબ જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેમને સેપ્ટીસેમિયાનું જોખમ વધારે રહે છે. ડાયાબિટીસ સિવાય HIV, કેન્સર, એપેન્ડિક્સ અને ન્યુમોનિયાના દર્દીઓને પણ આ બીમારી થઇ શકે છે. આ સિવાય વૃદ્ધ, ગર્ભવતી મહિલાઓને અને કિશોરોને પણ જોખમ રહે છે.
સેપ્ટીસેમિયા માં શું થાય છે?
સેપ્ટીસેમિયાના દર્દીઓ ઇમ્યુનિટી સિસ્ટમ બ્લડમાં મોટા પ્રમાણમાં કેમિકલ રિલીઝ કરે છે. આ રસાયણ સોજો વધારે છે. અને અંગોને નુકશાન પહોંચાડે છે. આ ઓર્ગન ફેલિયરનું જોખમ પણ વધારે છે. ઘણી વખત બ્લડના ગઠ્ઠા બની જાય છે. જેના લીધે આંતરિક અંગોમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઇ જાય છે.
આ પણ વાંચો – તમારી પસંદગીના ફળ પેટમાં ગેસ અને બ્લોટિંગનું કારણ તો નથી? જાણો એક્સપર્ટ પાસેથી
સેપ્ટિક શોક શું છે?
ડોક્ટર મુજબ ગંભીર મામલામાં સેપ્સિસના લીધે બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થઇ જાય છે, જેને ‘સેપ્ટિક શોક’ કહેવાય છે. આ સ્થિતિમાં ફેફસા, કિડની અને લીવર ફેલ થઇ શકે છે અને જીવલેણ સ્થિતિ બની શકે છે.
સેપ્સિસના લક્ષણોની ઓળખ કેવી રીતે કરવી
સેપ્સિસ શરીરના કોઈ પણ ભાગમાં થઇ શકે છે તેથી તેના અલગ અલગ લક્ષણ હોઈ શકે છે. શરૂઆતી લક્ષણોમાં ઝડપથી શ્વાસ લેવો અને ભ્રમની સ્થિત સામેલ છે.
લક્ષણો
- તાવ અને ઠંડી લાગવી
- સામાન્યથી ઓછું યુરિન
- હ્યદય અસામાન્ય રૂપથી ધડકવું
- ઉલ્ટી થવી
- ઝાડા થવા
- થાક અને નબળાઈ
- પરસેવો આવવો
- ચીપીચીપી સ્કિન થવી
- સ્કિનનો રંગ ફિક્કો પડવો