Pregnancy Tips: પ્રેગ્નેન્સી સમયે મહિલાઓને અલગ- અલગ વસ્તુઓ ખાવાનું મન થાય છે. પરંતુ તે લોકોએ સમજી વિચારીને ખાવાનું પસંદ કરવું જોઈએ. એવી ઘણી વસ્તુ છે જે પ્રેગ્નેટ મહિલાઓએ ન ખાવી જોઈએ અને કેટલીક જે તે લોકોએ ડાયટમાં જરૂરીથી શામિલ કરવી જોઈએ. જાણો પ્રોટીન થી ભરપૂર વસ્તુ જે પ્રેગ્નેટ મહિલાઓ ફાયદાકરક છે.
ડો. મનન વોરા સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત અને ઓર્થોપીડિક્સ સર્જન અનુસાર પ્રેગ્નેન્સી દરમિયાન પ્રોટીન ખુબજ જરૂરી છે. પ્રોટીન એક પ્રકારનું એમિનો એસિડ કહેવાય છે, જે શરીરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રોટીન માંસપેશીઓ, ત્વચા અને હાડકાની સંરચનાથી લઈને શરીરના વિકાસ માટે મહત્વપૂર્ણ હોર્મોન પેદા કરવામાં મદદ કરે છે. પ્રેગ્નેન્સીમાં પૂરતી માત્રામાં પ્રોટીન લેવાથી બાળકનો વિકાસ સારી રીતે થાય છે. કેમ કે સામાન્ય કોશિકા વૃદ્ધિ અને કાર્ય માટે એમિનો એસિડની આવશ્યકતા હોય છે.
ડાયટમાં પ્રોટીન સામેલ કરવાથી ભ્રુણના વિકાસમાં આવતી સમસ્યા અને પ્રસુતિમાં આવતી સમસ્યાનું જોખમ ઘટી જાય છે.મોટાભાગની ગર્ભવતી મહિલાઓને તેમની ન્યુનતમ જરૂરિયાતોને પુરી કરવા માટે પ્રતિદિન લગભગ 70 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. પરંતુ એ ધ્યાન રાખવું જરૂરી છે કે કેટલા પ્રોટીનની આવશ્યકતા છે કેમ કે પ્રોટીનની આવશ્યકતા વજન અને પ્રવૃત્તિના સ્તર પર આધાર અલગ હોય છે.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ વસ્તુનું સેવન કરવું જોઈએ
સોયાબીન અને કઠોળનું સેવન
કઠોળ વિટામિન, ખનીજ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જેની પ્રેગ્નેન્સી દરમિયાન તમારા શરીરને જરૂરિયાત હોય છે. કઠોળ ફાઇબરથી ભરપૂર હોય છે જે કબજિયાત અને હરસ- મસા જેવી ગર્ભાવસ્થા દરમિયાનની કેટલીક સામાન્ય સમસ્યાને રોકવામાં મદદ કરી છે. જેમાં બીન્સ, મટર, સોયાબીન, મગફળી અને દાળ શામિલ છે.
આખા ધાન્ય
ગર્ભાવસ્થા દરમિયાન આહારમાં આખા અનાજનું સેવન જરૂરી છે. આખા અનાજ તમારા અને તમારા બાળકને ફિટ અને મજબૂત બનાવે છે. તેમાં ફોલિક એસિડની માત્રા ભરપૂર હોય છે, જે તમારા શરીરમાં નવી કોશિકાઓને બનવામાં મદદ કરે છે. આખા અનાજમાં 2 પ્રકારના ફાઇબરની સારી માત્ર હોય છે, દ્રાવ્ય અને અદ્રાવ્ય બને ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે. પ્રેગ્નેન્સીમાં બ્રાઉન બ્રેડ,ક્વિનોઆ, ઓટ્સ ખાવા ફાયદાકારક છે.
પ્રોટીન પાઉડર
પ્રોટીન પાઉડર સોયા, ચોખા, વટાણા જેવી વસ્તુનો પાઉડર બનાવી તેનું સેવન કરવું ફાયદાકારક છે. તેને ઈંડા, દૂધ જેવા પશુ- આધારિત ઉત્પાદનોથી પણ બનાવી શકો છો. પ્રોટીન પાઉડરની એક સ્કૂપમાં 10થી 30 ગ્રામ પ્રોટીન હોય છે. જે ગર્ભવતી મહિલાઓના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય છે, એ લોકો આ પાઉડરનું સેવન કરી શકે છે.