scorecardresearch

શું મોડું ખાવાની આદતથી શરીર બને છે રોગોનું ઘર?

4 ઓક્ટોબરના સેલ મેટાબોલિજ્મ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં મહત્વનો ખુલાસો થયો છે. જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં જાણવા મળ્યું છે કે, આપણે જે સમયે ખોરાક લઇએ છીએ, તેની આપણા શરીની ઉર્જા અને એડિપોજેનેસિસ પર અસર કરે છે.

શું મોડું ખાવાની આદતથી શરીર બને છે રોગોનું ઘર?
late night take food file Photo

અત્યારની ફાસ્ટ લાઈફમાં લોકોની ખાવા પીવાની આદતોમાં ગણો ફેરફાર થયો છે. લોકોએ પોતાની ખાવા-પીવાની આદતોને અવગણીને મનફાવે તેમ જમે છે. ચોક્કસ સમયે ભોજન લેવું શરીર માટે ફાયદાકારક છે. ત્યારે બ્રિઘમ અને વુમન્સ હોસ્પિટલના સંશોધકોના એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે રાત્રે ભોજન લેવાથી શરીરમાં સ્થૂળતા અને આળશ વધતી જાય છે. જે વ્યકિતના સ્વાસ્થ માટે હાનિકારક છે. આળશ એ ધીમું ઝેર જ છે. જે વ્યક્તિના શરીરને ધીમે ધીમે પતાવી દે છે. કારણ કે આળસ અને સ્થૂળતાના લીધે વ્યક્તિ વિવિધ રોગો વચ્ચે ઘેરાઇ જાઇ છે.

4 ઓક્ટોબરના સેલ મેટાબોલિજ્મ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં મહત્વનો ખુલાસો થયો છે. જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં જાણવા મળ્યું છે કે, આપણે જે સમયે ખોરાક લઇએ છીએ, તેની આપણા શરીની ઉર્જા અને એડિપોજેનેસિસ પર અસર કરે છે. મોડું જમવાથી ભૂખનું નિયમન કરતા હોર્મોન્સ પર નોંઘપાત્ર અસર કરે છે. જેને પગલે લેપ્ટિનનું સ્તર આપણી ભૂખને રોકે છે.

સંશાધનકર્તાઓની ટીમે વધુ વજન વધવાની શ્રેણીમાં બોડી માસ ઇન્ડેક્સવાળા 16 સહભાગીઓનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ હેઠળ પ્રત્યેક વ્યક્તિઓને એક સરખું જ ભોજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બે લેબોરેટરી પ્રોટોકોલ અને પ્રારંભિક ભોજનનો સમય પણ નિશ્વિત કરાયો હતો. દરેક ભોજન સાથે 250 મિનીટનું અંતર જાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પીરિયડ્સ પહેલા બ્રેસ્ટમાં દુખાવો શા માટે થાય છે? કેવી રીતે ઘરે જ સારવાર કરી શકાય

સંશોધનકર્તાઓની ટીમને આ અભ્યાસ હેઠળ મહત્વની વાત જાણવા મળી છે. આ અભ્યાસ અંતર્ગત ખુલાસો થયો છે કે, જેટલો મોડો ખોરાક લેશો તેટલી તેની અસર ભૂખને નિયંત્રણમાં લાવવાના હોર્મોન્સ પર થાય છે. લેપ્ટિનનું સ્તર જે આપણી ભૂખને રોકે છે તે મોડું જમવાના કારણે 24 કલાકમાં ઘટી જાઇ છે. સ્વભાવિક છે કે, મોડા જમવાથી ભૂખ વધવાની સંભાવના બમણી થઇ જાઇ છે.

ત્યારે આ સંશોધનમાં સહભાગીઓએ મોડું જમ્યું તો તેમણે ધીમે-ધીમે કેલરી બર્ન કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેને એડિપોજેસિસનું પ્રમાણ વધારવાની સાથે લિપોલિસિસને ઓછું કરીને એડિપોઝ પેશીઓના વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું હતું. જે શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે.

આ પણ વાંચો: પીઠના આ ભાગમાં દુખાવો હોઈ શકે છે હાર્ટ એટેકની નિશાની, જાણો એક્સપર્ટ પાસેથી બધું જ

આ અભ્યાસને લઇ અમે પૂછ્યું હતું કે, શું આપણે બધું સમયબધ્ધ કરીએ છીએ તો એ સમય મહત્વ ધરાવે છે? બ્રિઘમ ડિવીઝન ઓફ સ્લીપ એન્ડ સર્કેડિયન ડિસઓર્ડરમાં મેડિકલ ક્રોનોબાયોલોજી પ્રોગ્રામમાં એક શોધકર્તાએ જણાવ્યું હતું કે, ચાર કલાક બાદ ભોજન લેવાથી આપણી ભૂખના સ્તર પણ મહત્વપૂર્ણ અસર પડે છે.

Web Title: Health studies weight gain late eating habits explained

Best of Express