વૃદ્ધાવસ્થામાં પણ રોગ અને પીડા વગર ફિટ રહેવું છે, તો આજથી જ આ 6 આદતોનો અમલ શરુ કરી દો

health Tips : દુનિયાભરમાં 100થી વધુ ઉંમરના લોકો પર અભ્યાસ કરી રહેલા સંશોધકોએ વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ અને ફિટ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે

Written by Ashish Goyal
March 21, 2025 16:08 IST
વૃદ્ધાવસ્થામાં પણ રોગ અને પીડા વગર ફિટ રહેવું છે, તો આજથી જ આ 6 આદતોનો અમલ શરુ કરી દો
આ આદતો તમને વૃદ્ધાવસ્થામાં બીમારી અને પીડાથી દૂર રાખશે (તસવીર - ફ્રીપિક)

health Tips : આજની ભાગદોડ ભરેલી લાઇફમાં નાની ઉંમરમાં જ હેલ્થને લગતી અનેક સમસ્યાઓ સામાન્ય બની ગઇ છે. ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઇલને કારણે સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડી રહી છે. ઝીરો સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર આપણી દિનચર્યાની પ્રવૃત્તિઓ આપણા જીવનને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ કેટલીક જેનેટિવ બાબતો સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે, પરંતુ તમારી લાઇફસ્ટાઇલમાં કેટલીક આદતોનો સમાવેશ કરીને જેનેટિવની બાબતોની સુરક્ષાની સાથે સાથે વૃદ્ધાવસ્થાને પણ તંદુરસ્ત બનાવી શકાય છે.

દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પોતાનું જીવન શાંતિથી અને સ્વસ્થ રીતે પસાર કરવા માંગે છે, પરંતુ તેના વિશે માત્ર વિચારવું પૂરતું નથી. આ માટે નાની-નાની એક્સરસાઇઝ, હેલ્થ અને ડાયેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ટેવો તમને અમુક ઉંમરે પહોંચ્યા પછી પણ, બીજા કોઈના પર આધાર રાખ્યા વિના, સ્વતંત્ર રીતે જીવવા માટે સક્ષમ બનાવશે. દુનિયાભરમાં 100થી વધુ ઉંમરના લોકો પર અભ્યાસ કરી રહેલા સંશોધકોએ વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ અને ફિટ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે.

વધારે પડતું મીઠું ખાવાનું ટાળો

એ કહેવાની જરૂર નથી કે સારા સ્વાસ્થ્યમાં આહાર મહત્ત્વનો ભાગ ભજવે છે. નિષ્ણાતોના મતે ઓછું મીઠું ખાવાથી જીવનની ગુણવત્તા સારી થાય છે અને મીઠાનું વધુ પડતું સેવન અકાળે વૃદ્ધત્વનું એક મુખ્ય કારણ છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે વધુ પડતું મીઠું ખાવાથી શરીર પર અસર પડે છે અને તેનાથી હાડકાં પણ નબળાં પડે છે.

ઊંઘનું ખાસ ધ્યાન રાખો

લોકો ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ તેમને ઊંઘ આવતી નથી. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો લાંબું જીવવા માંગે છે તેમણે ઊંઘની સમસ્યાથી છુટકારો મેળવવો જોઈએ. નિષ્ણાતો કહે છે કે જે લોકો અનિદ્રાથી પીડાય છે, તેઓ વહેલી તકે વૃદ્ધત્વના સંકેતો બતાવવાની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહી શકે છે જ્યારે તે દરરોજ ઓછામાં ઓછી 8 થી 9 કલાકની સારી ઉંઘ લે.

વધુ દવાઓ લેવાનું ટાળો

જે લોકો પીડા કે શરદી જેવી નાની-મોટી સમસ્યાઓ માટે પણ તરત જ દવા લે છે તેમને પણ વહેલા વૃદ્ધત્વના ચિહ્નો દેખાવાની શક્યતા વધી જાય છે. નિષ્ણાતો કહે છે કે શક્ય તેટલી ઓછી દવાઓ લો. દવાઓનો ઉપયોગ ઓછો કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં સ્વાભાવિક રીતે વધારો થશે અને રોગો સામે રક્ષણ મળશે.

લાઇફસ્ટાઇલમાં ફેરફારો

શહેરી વિસ્તારોની લાઇફસ્ટાઇલ કરતાં ગ્રામીણ વિસ્તારોની લાઇફસ્ટાઇલ વધુ સારી છે. સંશોધન દર્શાવે છે કે ગ્રામીણ લાઇફસ્ટાઇલ આયુષ્યમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. સંશોધન દર્શાવે છે કે ચાલવું અને પ્રકૃતિમાં વધુ સમય પસાર કરવો એ પણ જીવન લંબાવવાની સંભાવનામાં વધારો કરે છે.

વજનને નિયંત્રણમાં રાખવું

વર્ષો સુધી સ્વસ્થ અને ફિટ રહેવા માટે વજનને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે. ચરબી વધવાને કારણે શરીર સમય પહેલા ઘરડું થઈ જાય છે અને રોગો થવા લાગે છે. શાકાહારી આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે માંસ-આધારિત આહાર જેટલી જ શક્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત લો કેલરીવાળો ખોરાક પણ ખાવો જોઈએ. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.

શારીરિક પ્રવૃત્તિ અને કસરત

સ્વસ્થ અને ફિટ રહેવા માટે શારીરિક પ્રવૃત્તિ અને નિયમિત કસરત ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિનચર્યામાં કસરત કરવાથી શરીર સક્રિય બને છે અને સ્નાયુઓ મજબૂત બને છે. આમ કરવાથી બીમારીઓથી બચાવ થાય છે અને શરીર મજબૂત બને છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ