Health Tips: વેટ લોસ માટે આ સમયે પાણી પીવાથી થશે ફાયદો, કબજિયાત પણ મટશે

Health Benefits of Glass of Water Before Dinner: પાણી પીવું શરીરી માટે જરૂરી છે. જો તમે વેટ લોસ કરી રહ્યા છો તો પાણી તમને શરીરનું વજન ઘટાડવાની સાથે કબજિયાત મટાડવામાં અને બોડી ડિટોક્સ કરવામાં મદદરૂપ થશે.

Written by Ajay Saroya
July 24, 2024 20:39 IST
Health Tips: વેટ લોસ માટે આ સમયે પાણી પીવાથી થશે ફાયદો, કબજિયાત પણ મટશે
Health Benefits Of Water: પાણી પીવાના સ્વાસ્થ્ય લાભ. (Image: Freepik)

Health Benefits of Glass of Water Before Dinner: પાણી શરીર માટે જરૂરી ચીજ છે જો તમે વેટ લોસ કરવા માંગો છો તો અહીં આપેલી ટીપ્સ તમારી માટે મદદરૂપ બનશે. હકીકતમાં શરીરનું વજન ઘટાડવાની પ્રક્રિયામાં આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જેમ કે સૌથી પહેલા તમારે હાઈ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે પેટ ભરેલું રાખવામાં મદદગાર સાબિત થાય છે. બીજું, તમારે એવા પગલાં લેવા જાઈએ જે તમારી ભૂખ ઘટાડે અને ડાયટ કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય. તો ચાલો જાણીએ વેટ લોસ કરવામાં પાણી કેવી રીતે મદદરૂપ થાય છે.

વેટ લોસ માટે રાત્રે જમતા પહેલા 1 ગ્લાસ પાણી પીવું (Glass of water before dinner for weight loss)

રાત્રે ડિનર કરવાની પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી ભૂખ કાબૂમાં રાખવામાં મદદ મળી શકે છે. પાણી એ કુદરતી ભૂખ નિવારક છે જે ભૂખને રોકવામાં મદદરૂપ છે. ખરેખર, જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી બિનજરૂરી જમવાનું રોકવામાં મદદ મળી શકે છે. ઉપરાંત પાણી પીવાથી પેટ ભરેલું હોય છે, જે તમને ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પાણી કેવી રીતે ભૂખ રોકે છે? (Why you should drink a glass of water before dinner)

WebMD અનુસાર, જ્યારે તમે ડિનર પહેલા 1 ગ્લાસ પાણી પીવો છો કે પેટને ખ્યાલ આવે છે કે તે ભરેલું છે, ત્યારે તે મગજને ખાવાનું બંધ કરવાનો સંકેત મોકલે છે. પાણી પેટમાં જગ્યા રોકે છે, જેનાથી વ્યક્તિને પેટ ભરેલું લાગે છે અને ભૂખ મરી જાય છે. ઉપરાંત પાણી ફેટ બર્ન કરવાની સાથે કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો | કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે આટલી કાળજી રાખવી, નહીંત્તર આંખોને થશે ગંભીર નુકસાન

પાણી બોડી ડિટોક્સ કરે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હેલ્થ સારી રહે છે. ઉપરાંત આ રીતે પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને આંતરડાની ગતિ તેજ થાય છે. પાણી પીવાથી પેટ સાફ રહે છે, કબજિયાતની સમસ્યા મટે છે અને આ બધા વજન ઘટાડવાના મોટા પરિબળો છે. એટલું જ નહીં, આ રીતે પાણી પીવાથી સ્કીન સાફ કરવામાં પણ મદદ મળે છે, જે તમને ચમકતી સ્કીન મેળવવામાં મદદ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ