Health Tips: દરરોજ આ 5 ચીજનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધશે, હૃદયને સ્વસ્થ્ય રાખવા આજથી ખાવાનું બંધ કરો

Health Tips For Avoids Heart Attack Risk: AIIMSના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઉલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડાયરેક્ટર ડૉ. બિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, લોકો અમુક એવા ખોરાકનું સેવન કરે છે જેને તેઓ હૃદય માટે સ્વાસ્થ્યપ્રદ માને છે, પરંતુ સત્ય એ છે કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Written by Ajay Saroya
January 05, 2024 21:46 IST
Health Tips: દરરોજ આ 5 ચીજનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધશે, હૃદયને સ્વસ્થ્ય રાખવા આજથી ખાવાનું બંધ કરો
આજકાલ ખરાબ લાઈફ સ્ટાઇલ અને ખાણી પીણીની આદતોથી યુવાનો પણ હૃદય રોગ અને હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે. (Photo - Freepik)

આપણી જીવનશૈલી અને ખાવા-પીવાની આદતો એટલી બગડી રહી છે કે લોકો નાની ઉંમરમાં જ હઠીલા રોગોનો શિકાર બની રહ્યા છે. યુવાનોને હૃદય રોગનું જોખમ વધી ગયુ છે. છેલ્લા એક વર્ષમાં આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં 40 વર્ષની વયના લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. હાર્ટ એટેકના વધતા કેસોનું સૌથી મોટું કારણ ખાવાની ખરાબ આદતો અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. આપણે આપણા આહારમાં તળેલા અને ચરબીયુક્ત ખોરાકનું સેવન કરીએ છીએ, તણાવમાં રહીએ છીએ અને આપણા સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપતા નથી, જેના કારણે આપણું હૃદયનું સ્વાસ્થ્ય બગડે છે.

જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય ત્યારે હૃદયની તંદુરસ્તી બગડે છે. જેમ જેમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે તેમ તેમ હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. સામાન્ય વ્યક્તિમાં LDL નું સ્તર 100 mg/dL કરતા ઓછું હોવું જોઈએ. જો તે આનાથી વધી જાય તો હૃદયરોગનો ખતરો વધી જાય છે. જો LDL કોલેસ્ટ્રોલનું સ્તર 160 mg/dL કે તેથી વધુ હોય તો તે ખતરનાક બની શકે છે.

AIIMSના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઉલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને નિર્દેશક ડૉ. બિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, લોકો અમુક એવા ફૂડ્સનું સેવન કરે છે જેને તેઓ હૃદય માટે આરોગ્યપ્રદ માને છે, પરંતુ સત્ય એ છે કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ખાદ્યચીજોના સતત સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. આવો જાણીએ ક્યા એવા ફૂડ્સ છે જે હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે.

ઓલિવ ઓઈલના સેવનથી હાર્ટ એટેકનું જોખમ વધશે

ઘણી વાર લોકો માને છે કે ઓલિવ ઓઈલ હૃદયની બીમારીઓથી બચાવે છે પરંતુ શું તમે જાણો છો કે ઓલિવ ઓઈલથી હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે. આ તેલમાં 100% ટ્રાઇગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલ હોય છે. તે બંને હાર્ટમાં બ્લોકેજ થવા માટે જવાબદાર છે. આ તેલનું સેવન વજન વધારવા માટે પણ જવાબદાર છે. જો તમે પોતાને હૃદયની બીમારીઓથી બચાવવા માંગતા હોવ તો તમારે ઓલિવ ઓઈલનું સેવન બંધ કરી દેવું જોઈએ. તેલ મુક્ત ખોરાક લેવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે.

Heart Attack | Heart Disease | Health Tips For Avoid Heart Attack Disease | Good Cholesterol | Lifestyle Tips
યુવાનોમાં હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. (Photo- Freepik)

પ્રોટીન શેકથી હૃદય રોગ થવાનું જોખમ

લોકો તેમના શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે જીમમાં જાય છે અને પ્રોટીનની ઉણપને પૂર્ણ કરવા માટે પ્રોટીન શેકનું સેવન પણ કરે છે. તમે જાણો છો કે આ પ્રોટીન શેક ઘણી વધારે સુગર અને ફેટથી બનેલા હોય છે જે હૃદય રોગનું જોખમ વધારે છે.

ડ્રાય ફ્રુટ્સનું વધુ પડતું સેવન હૃદયની બીમારીઓનું જોખમ વધારશે

જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા અને નબળાઈને દૂર કરવા માટે ઘણા બધા ડ્રાયફ્રુટ્સનું સેવન કરો છો, તો તમે તમારા હૃદયને બીમાર કરી રહ્યા છો. જો તમે દરરોજ કાજુ, બદામ અને અખરોટનું સેવન કરો છો અને વિચારો છો કે આ આપણા હૃદય માટે હેલ્ધી છે, તો તમે બિલકુલ ખોટા છો. આ ડ્રાય ફ્રૂટ્સથી હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. 100 ગ્રામ ડ્રાય ફ્રૂટમાં 600 કેલરી હોય છે, જે માત્ર સ્થૂળતા જ નથી વધારતી પણ હાર્ટ એટેકનું જોખમ પણ વધારે છે.

આલ્કોહોલ અને ધૂમ્રપાન નુકસાનકારક

આલ્કોહોલનું સેવન અને ધૂમ્રપાન કરવાથી પણ હૃદયરોગનું જોખમ વધી જાય છે. જેટલી જલ્દી તમે આ ખરાબ આદતને છોડી દેશો, તે તમારા સ્વાસ્થ્ય માટે એટલું જ સારું રહેશે.

આ પણ વાંચો | યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો, આ ફૂડનું સેવન કરો, ગુડ કોલેસ્ટ્રોલ વધશે અને હૃદય પણ રહેશે સ્વસ્થ

કોલ્ડ ડ્રિંક પણ હૃદયના દુશ્મન

કોલ્ડ ડ્રિંક્સ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ નિયમિતપણે ઠંડા પીણાનું સેવન કરે છે. તમે જાણો છો કે તેમાં સુગરનું પ્રમાણ બહુ જ વધારે હોય છે જે હૃદય રોગનું જોખમ વધારે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો આ પ્રકારના પીણાંનું સેવન કરવાનું ટાળો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ