High Blood Pressure: બ્લડ પ્રેશર હાઇ રહેશે તો રોજ ખાઇ લો આ 4 ફૂડ, દવા વગર કંટ્રોલમાં રહેશે BP!

High Blood Pressure : જો તમે પણ હાઈ બીપીના દર્દી છો તો અહીં અમે તમને એવા જ 4 ફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જે દવાઓ વગર પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે

High Blood Pressure : જો તમે પણ હાઈ બીપીના દર્દી છો તો અહીં અમે તમને એવા જ 4 ફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જે દવાઓ વગર પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Blood Pressure, Health Tips, Health

High Blood Pressure Control To Food : હાઈ બ્લડ પ્રેશર એ સાયલન્ટ કિલરની સ્થિતિ છે. આજના સમયમાં યુવાનો પણ આ સમસ્યાથી પરેશાન છે (Source: Freepik)

High Blood Pressure Control To Food : હાઈ બ્લડ પ્રેશર એ સાયલન્ટ કિલરની સ્થિતિ છે. આજના સમયમાં યુવાનો પણ આ સમસ્યાથી પરેશાન છે. બ્લડપ્રેશર વધવાથી હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોક સહિત હૃદયને લગતા અનેક જીવલેણ રોગોનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં સમયસર આ સમસ્યાથી છૂટકારો મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

Advertisment

સાથે જ જો તમે પણ હાઈ બીપીના દર્દી છો તો અહીં અમે તમને એવા જ 4 ફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જે દવાઓ વગર પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ ખાદ્યપદાર્થોની યાદી ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આવો તેના વિશે જાણીએ, સાથે જ જાણીએ કે તેઓ તમારા માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

બીટરુટ (Beetroot for High Blood Pressure)

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ બીટરૂટ છે. ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા પ્રમાણે બીટરૂટમાં રહેલો નાઇટ્રિક ઓક્સાઇડ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. નાઇટ્રિક ઓક્સાઇડ એ એક મોલેક્યૂલ છે જે આખા શરીરમાં રક્ત પરિભ્રમણની પ્રક્રિયાને જાળવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં તેનું સેવન તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

આ ઉપરાંત ઘણા હેલ્થ રિપોર્ટમાં એવું પણ જાણવા મળે છે કે બીટમાં નાઇટ્રિક ઓક્સાઇડની સાથે પોટેશિયમની માત્રા પણ બીપીને કંટ્રોલ કરવામાં અસર દર્શાવે છે.

Advertisment

કેળા (Banana for High Blood Pressure)

હાઈ બીપીના દર્દીઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. કેળામાં પણ પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જ્યારે પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં તમે તમારા દિવસની શરૂઆત કેળાને ખાવાથી કરી શકો છો, તેમજ નાસ્તા તરીકે 2 કેળાનું સેવન કરી શકો છો.

આ પણ વાંચો - આ ડ્રિંક્સ તમને આકરા તાપ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે, નોંધી લો રેસિપી અને સવારે સૌથી પહેલા બનાવીને પીવો

અજમો (Celery for High Blood Pressure)

લવનીત બત્રા જણાવે છે કે અજમાનું સેવન હાઈ બીપીના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. અજમાના રસમાં રહેલ થેલોઇડ રક્ત વાહિનીઓને આરામ આપે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. આવી સ્થિતિમાં તમે તમારા દિવસની શરૂઆત અજમાનું પાણી પીને પણ કરી શકો છો.

તરબૂચ (Watermelon for High Blood Pressure)

આ બધા સિવાય તમે તરબૂચનું સેવન પણ કરી શકો છો. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે તરબૂચ ખાવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે. તરબૂચમાં કુદરતી રીતે સાઇટ્રુલિન જોવા મળે છે, જે રક્તવાહિનીઓને આરામ આપીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

જીવનશૈલી health tips