આ ભાગદોડ અને વ્યસ્તતાવાળા જીવનમાં લોકો સ્વાસ્થની પૂરતી રીતે કાળજી લઇ શક્તા નથી. આ મોંઘાવારી અને દેખાદેખીએ લોકોને નિરાંતે શ્વાસ લેવાનું પણ ભૂલવી દીધું છે. આ સાથે હાલ લોકો પૂરતી ઉંધ પણ લઇ શક્તા ન હતા. પરંતુ આંખો માટે લોકોએ 7થી 8 કલાકની ઉંધ લેવી અતિઆવશ્યક છે. મોડી રાતે સુવુ અથવા રાત્રે સરખી ઉંઘ ન થવાના કારણે તમારી આંખોને નુકસાન પહોંચે છે. આ સાથે સવારે મોડું ઉઠવાની આદત પણ આંખો માટે હાનિકારક છે.
સમગ્ર મામલે તાજેતરમાં થયેલા સંશોધનમાં પ્રત્યક્ષ આવ્યું છે કે irregular sleeping pattern ગ્લૂકોમાના વિકાસ અને પ્રગતિ પાછળ જવાબદાર છે.
આ લોકોમાં ગ્લૂકોમાનો ખતરો
બીએમજે ઓપન જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, નીંદના વ્યવહાર તેમજ ગ્લૂકોમાં વચ્ચેના સંબંધ વિશે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વર્ષ 2006થી 2010 વચ્ચે 40થી 69 વર્ષની ઉંમરના 4,00,000થી વધુ લોકો પર ગ્લૂકોમાના નિદાન માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્ધી સ્લીપિંગ પેટર્નવાળા વ્યક્તિઓની સરખામણીમાં નસ્કોરા અને દિવસમાં ઉંઘ આવનાર લોકોમાં ગ્લૂકોમાનો ખતરો વધુ હોવાનું સામે આવ્યું છે.
ગ્લૂકોના લક્ષણો
સંશોધનમાં ગ્લૂકોના લક્ષણો વિશે જાણવા મળ્યું છે. જેમાં નસ્કોરા, દિવસમાં ઉંઘ આવવી, પૂરતી ઉંઘનો અભાવનો સમાવેશ થાય છે. એવામાં આવો જાણીએ કંઇ રીતે વ્યક્તિને પૂરતી ઉંઘના અભાવે ગ્લૂકોમાંની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ગ્લૂકોમા એક સાઇલેન્ટ ચોર
સેંટર ફોર સાઇટના અધ્યક્ષ ડો.મહિપાલ અસ સચદેવએ ધ ઇન્ડિન એક્પ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. જે અંતર્ગત ડો. મહિપાલે જણાવ્યું હતું કે, ગ્લૂકોમાને સાઇલેન્ટ ચોર કહેવામાં આવે છે. કારણ કે આ રોગના પ્રારંભિક તબક્કામાં કોઇ લક્ષણ દેખાતા નથી. એવી પરિસ્થિતિમાં ગ્લૂકોમાના કારણે આંખો પર ગંભીર અસર થાય છે. આંખોની રોશની પર ખતરો રહે છે.
‘ધીમે ઘીમે આંખોની રોશની ઓછી થાય છે’
ડો. મહિપાલે વધુમાં જણાવ્યું હતું કે, આ બીમારીમાં ધીમે-ધીમે આંખોની રોશની ઓછી થતી જાય છે. જ્યાં સુધીમાં વ્યક્તિને ગ્લૂકોમાં વિશે માલૂમ પડે છે ત્યાં સુધીમાં આંખોને ઘણું નુકસાન થઇ ગયું હોય છે.
આ પણ વાંચો: મગજના સ્વાસ્થ્ય માટે સતત શીખતું રહેવું જરૂરી
આંખના દબાણથી સંબંધિત ઓપ્ટિક નર્વને નુકસાન
ઇન્સ્ટાવિઝન આઇ એન્ડ લાસિક સેન્ટરના વરિષ્ઠ સલાહકાર નેત્ર સર્જન ડો. રોહિત પાહવાએ જણાવ્યું હતુ કે, પૂરતી ઉંઘનો અભાવ અથવા અનિદ્રાની સમસ્યા ગ્લુકોમાનું જોખમ વધારે છે. આંખના દબાણથી સંબંધિત ઓપ્ટિક નર્વને નુકસાન (optic nerve damage)થાય છે, જે ગ્લુકોમા તરીકે ઓળખાય છે. આ સ્થિતિ દ્રષ્ટિ ગુમાવવાનું કારણ પણ બની શકે છે. નિષ્ણાતોના મતે, જે લોકોને સ્લીપ એપનિયા હોય છે તેમને ગ્લુકોમા થવાની શક્યતા 10 ગણી વધી જાય છે.
આ પણ વાંચો: તમારી આસપાસની હવા કેટલી ઝેરી છે? મોબાઇલથી ચેક કરો તમારા વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ
સ્લીપ એપનિયા ધરાવતા લોકો માટે શરીરનું વજન નિયંત્રિત કરો.
સ્લીપ એપનિયાને નિયંત્રિત કરવા માટે સ્લીપ હાઈજીન જાળવો.
જો તમને સાઇનસની સમસ્યા છે તો તેને નિયંત્રિત કરો.
ઊંઘનો નિશ્ચિત સમય નક્કી કરો.
રાત્રિભોજન અને સૂવાના સમય વચ્ચે બે કલાકનું અંતર જાળવો.
સૂવાના સમયે ઓછામાં ઓછા ચાર કલાક પહેલાં કેફીનયુક્ત પીણાંનું સેવન ન કરો.
સૂવાના સમયના બે કલાક પહેલાં સ્ક્રીન જોવાનું ટાળો.
સૂવાના સમયના બે કલાક પહેલાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળો.