Baba Ramdev Home Remedies For Mouth Ulcer : મોઢાના ચાંદા એક સામાન્ય પણ પીડાદાયક સમસ્યા છે જે તમામ ઉંમરના લોકોને પરેશાન કરી શકે છે. તે ઘણીવાર પિત્તમાં વધારો, શરીરમાં ગરમી, ખરાબ આહાર અથવા તણાવને કારણે થાય છે. મોથાના ચાંદાના કારણે ખાવા પીવું અને બોલવું પણ મુશ્કેલ બની જાય છે. આયુર્વેદ અનુસાર, શરીરમાં પિત્તને સંતુલિત કરીને અને કુદરતી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી રાહત મળી શકે છે. કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓ મોઢાના ચાંદામાં બળતરા અને પીડા શાંત કરે છે.
આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુ બાબા રામદેવના જણાવ્યા અનુસાર, જો તમે વારંવાર મોંમાં ચાંદા થાય છે, તો કેટલાક આયુર્વેદિક ઉપાય અજમાવી જુઓ અને તમારા આહારમાં દૂધીનો રસ, પેઠા, બીલીપત્ર અને ગુંદર કટીરા જેવી ઠંડી વસ્તુઓનો સમાવેશ કરો. તે શરીરને ઠંડુ કરીને જડમૂળ માંથી મોંના ચાંદા મટાડવામાં મદદ કરે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે મોઢા ચાંદા મટાડવા માટે કયા પગલાં લઈ શકાય છે.
એલોવેરાના ઉપયોગો
મોંના ચાંદા પર એલોવેરાનો રસ અથવા તાજો પલ્પ લગાવવાથી ત્વરિત રાહત મળે છે. એલોવેરામાં બળતરા વિરોધી અને હીલિંગ ગુણધર્મો છે જે ઘાને મટાડવામાં મદદ કરે છે. એલોવેરાનો પલ્પ સીધો મોઢામાં નાખો અને તેને 2-3 મિનિટ સુધી ફેરવો, આ બળતરા શાંત કરે છે અને ઘાને ઝડપથી મટાડે છે. એલોવેરાનો રસ પણ મોંના ચાંદાનો દુખાવો દૂર કરે છે.
ઠંડા ખોરાકનું સેવન કરો
દૂધીનો રસ, બીલાનો રસ, ગુંદર કટીરા અને તુલસીનું પાણી પિત્તને શાંત કરવા માટે ફાયદાકારક છે. તે શરીરની અંદરની ગરમી ઓછી કરે છે, જે મોઢામાં ફોલ્લાઓની સમસ્યા દૂર કરે છે. તેનું નિયમિત સેવન શરીરને ઠંડુ કરીને પાચનતંત્રને પણ સંતુલિત રાખે છે.
પિત્તને શાંત કરવાની રીત
પિત્તમાં ગરમી વધવાથી મોઢામાં ચાંદા પડે છે. જો તમે પિત્તની ગરમીને નિયંત્રિત કરવા માંગતા હો, તો તમારે આહારમાં તળેલી, તીખી અને મસાલેદાર ચીજો ખાવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવો અને તરબૂચ, કાકડી અને નાળિયેર પાણી જેવા ઠંડા ફળોનું સેવન કરો.
ફટકડીના પાણીના કોગળા કરો
ફટકડી પણ મોંઢાના ચાંદા મટાડવામાં મદદરૂપ છે. એક તપેલીમાં પાણી ગરમ કરી ફટકડી ઓગળો. હવે આ ફટકડી વાળા નવશેકા પાણીથી કોગળા કરવાથી મોંઢાના છાલામાં રાહત મળે છે.
સુકી દ્રાક્ષ પાણીમાં પલાળી સેવન કરો
સુકી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરની અંદરની ગરમી ઓછી થાય છે. તેની માટે સુકી દ્રાક્ષ પાણીમાં આખી રાત પલાળી રાખો. પછી સવારે ખાલી પેટ સુકી દ્રાક્ષનું પાણી પી જાવ, પછી દ્રાક્ષ પણ ખાઇ જાવી. સુકી દ્રાક્ષમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે શરીર માંથી ઝેરી તત્વો બહાર કાઢે છે.





