ખુબ જ મહત્વનું છે. જોકે ઘણી વાર ઉંઘમાંથી ઉઠીએ ત્યારે ગરદન અથવા ખભાના ભાગે પીડા થતી હોવાની ફરિયાદ સામે આવતી હોય છે. જો તમારે પણ આ પીડાનો સામનો કરવો પડે છે તો તમારે સુવાની સ્ટાઇલ બદલવી પડશે. આ સાથે તમારે પરોઢિયે યોગ કરવા જોઇએ. કારણ કે યોગથી તમે તણાવમુક્ત અનુભવશો તેમજ શરીરને તીવ્ર શારીરિક ગતિવિધિ પ્રદાન કરશે. જે વ્યકિતને સક્રિય રાખશે.
વ્યક્તિએ પીઠના આધારે સૂતા સમયે ગરદન સહારો આપવા માટે સપાટ તકિયાનો ઉપયોગ કરવો જોઇએ. કારણ કે ઉંધ સમયે વ્યક્તિની ગરદન ફરી શકે છે. જેના કારણે વ્યક્તિને ઉંઘમાંથી ઉઠ્યા બાદ ગર્દનમાં દર્દનો અનુભવ થાય છે.
માર્ગેરી આસન
આ યોગ કરવા માટે, કાંડુ ખભાની નીચે અને ઘૂંટણ હિપ્સની નીચે હોય છે. ચારેય ચૌકો પર એક સરખુ સંતુલન બનાવી ઉપર તરફ જોઇ અને શ્વાસ લો અને ધીમે ધીમે પેટને ફ્લોર તરફ આવવા દો. શ્વાસ બહાર કાઢતી વખતે, ઢુડ્ડી છાતી સુધી સ્પર્શ કરો અને નાભિને કરોડરજ્જુ તરફ ખેંચો. આ આસનનું પુનરાવર્તન કરો. આ આસન કરવાનો ફાયદો ગરદન અને ખભો મજબૂત બનશે.
બાલાસન
આ યોગ માટે સૈપ્રથમ તમારા પગની ઘૂંટી પર બેસો, આગળ તરફ શરીરને ઝુકાવો ત્યારબાદ માથાને મેટ પર રાખો તેમજ હથેળીઓ નીચે તરફ મૂકી દો. થોડી ક્ષણ આ સ્થિતિમાં રહો. આ આસનનો ફાયદો વ્યક્તને પીઠ અને કરોડરજ્જૂને આરામ આપે છે. આ સાથે ખભાને પણ તણાવમાંથી મુક્તિ આપે છે.
લેગ્સ અપ ધ વોલ પોઝ
લેગ્સ અપ ધ વોલ પોઝ ખુબ જ સરળ આસન છે. આ આસન કરવા માટે દીવાલની મદદથી પીઠના આધારે સુઇ જાઓ. પરંતુ તમારા નિતંબ દીવાલને ટચ થવા જોઇએ. ધીમે ધીમે તમારા પગને દીવારના ટેકે ઉંચા લાવો અને તમારી ક્ષમતા સુધી ઉપર ઉઠાવો. ત્યારબાદ ઉંઠો શ્વાસ લો. તેમજ આ મુદ્રામાં બે મિનીટ સુધી રહો. આ આસનથી તમને ખભા અને ગર્દનમાં થતાં દર્દમાંથી રાહત મળશે.