Weight Loss : રોટલી કે ભાત, વજન ઘટાડવા માટે શું ખાવું રહેશે બેસ્ટ? જાણો

Health Tips : લોકો હંમેશા વજન વધવાની ચિંતામાં રહે છે અને હંમેશા તેમના આહારમાં કેટલાક ફેરફાર કરે છે. જોકે વજન વધારવું કે ઘટાડવું તેમાં ડાયેટનો ખૂબ જ મહત્વનો ભાગ છે

Written by Ashish Goyal
November 30, 2024 19:13 IST
Weight Loss : રોટલી કે ભાત, વજન ઘટાડવા માટે શું ખાવું રહેશે બેસ્ટ? જાણો
વજન વધારવું કે ઘટાડવું તેમાં ડાયેટનો ખૂબ જ મહત્વનો ભાગ છે (તસવીર - ફ્રીપિક)

Rice or Roti for Weight Loss: લોકો હંમેશા વજન વધવાની ચિંતામાં રહે છે અને હંમેશા તેમના આહારમાં કેટલાક ફેરફાર કરે છે. ઘણા લોકો સતત વર્કઆઉટ પણ કરે છે, પરંતુ તેમ છતાં વજન ઓછું થતું નથી. જોકે વજન વધારવું કે ઘટાડવું તેમાં ડાયેટનો ખૂબ જ મહત્વનો ભાગ છે.

વજન ઘટાડવા માટે ભાત ખાવા કે રોટલી?

વજન ઘટાડવા માટે કેટલાક લોકો રોટલી અથવા ભાત ખાવાનું સંપૂર્ણપણે છોડી દે છે અથવા વારાફરતી બેમાંથી કોઈ એક ખાય છે. તેઓ સ્પષ્ટ નથી કે વજન ઓછું કરવા માટે તેઓએ રોટલી ખાવી જોઈએ કે ભાત. જો તમે પણ આ સવાલથી પરેશાન છો, તો અમે તમારા માટે તેનો જવાબ લઇને આવ્યા છીએ. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા માટે રોટલી કે ભાત કયો બેસ્ટ વિકલ્પ છે.

ભાત ખાવાના ફાયદા અને નુકસાન

ભાત ખાધા પછી તે ખૂબ જ ઝડપથી પચી જાય છે, જેના કારણે શરીરને ઝડપથી એનર્જી મળી જાય છે. ભાત માં ઘી કે કોઈ પણ પ્રકારની વસ્તુ ઉમેરવામાં આવતી નથી, જેના કારણે તેમાં ઓછી કેલરી હોય છે. સાથે જ ભાતમાં ફાઇબરની માત્રા ઓછી હોય છે, જેના કારણે તે ઝડપથી પચી જાય છે અને વારંવાર ભૂખ લાગે છે.

આ પણ વાંચો – શિયાળાની ઠંડીમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મેથીના પરાઠા, જાણો આસાન રેસીપી

રોટલી ખાવાના ફાયદા અને ગેરફાયદા

રોટલીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે. તેને ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી. સાથે જ ઘઉંની રોટલીમાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો પણ હોય છે.

વજન ઘટાડવા માટે ભાત ખાવા સારા

વજન ઘટાડવા માટે તમે ભાત અને રોટલી બંને ખાઈ શકો છો. તેમની પસંદગી અને સેવન તમારા વજન પર આધારિત છે. ભાત અને રોટલી બંનેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. વજન ઘટાડવા માટે ભાત ખાવા રોટલી કરતા વધારે સારો વિકલ્પ છે. તમારે તેને ખાતી વખતે તેની માત્રા મર્યાદિત કરવી જોઈએ. તમે બપોરે ભાત અને રાત્રે રોટલી ખાઈ શકો છો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ