/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Makhana-vs-Peanut.jpg)
Best Weight Loss Food Makhana vs Peanut: મખાના અને મગફળી બંને વેટ લોસ કરવામાં મદદ કરે છે. (Photo: Freepik)
Best Weight Loss Food Makhana vs Peanut: વોટ લોસ માટે લોકો જાત જાતના પ્રયત્નો કરે છે. બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન રહે છે. વધુ વજનને કારણે લોકો શરમજનક સ્થિતિમાં મુકાવાની સાથે સાથે સમય જતાં તે તમારા સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં, હેલ્થ એક્સપર્ટ્સ સમયસર શરીરના વજનને નિયંત્રિત કરવાની ભલામણ કરે છે.
હવે, ઉપર જણાવ્યા મુજબ, બિનઆરોગ્યપ્રદ આહાર અને નબળી જીવનશૈલી વજન વધવા પાછળના બે મુખ્ય કારણો છે. આવી સ્થિતિમાં, વેટ લોસ કરવા માટે વજન વધારનાર પરિબળોનું સમાધાન કરવું જરૂરી છે. તમે શારીરિક પ્રવૃત્તિ વધારીને, 8 થી 9 કલાકની ઊંઘ લઇ તમારી લાઇફ સ્ટાઇલ સુધારી શકો છો. આ ઉપરાંત તમે ડાયટમાં અમુક ચીજોનો સમાવેશ કરીને પણ વધતા વજનને કંટ્રોલ કરી શકો છો.
તેા એક ખાસ વસ્તુ છે મગફળી અને મખાના. ખાસ કરીને શિયાળામાં તેમને ડાયટનો ભાગ બનાવીને તમે વજન ઘટાડવાની સાથે ઘણા વધુ ફાયદા પણ મેળવી શકો છો. જો કે, ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે શું સ્થૂળતા ઘટાડવા માટે મખાના ખાવાથી વધુ ફાયદો થાય છે કે મગફળી? અથવા ઝડપથી વજન ઘટાડવામાં શું મદદ કરી શકે છે? આવો જાણીએ આ સવાલનો જવાબ-
મગફળી : Peanut
સૌથી પહેલા મગફળી હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબરની સારી માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે, જે તમારું વજન સંતુલિત રાખે છે. જ્યારે ફાઇબરના સેવનથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો, એટલે કે, તમને ઝડપથી ભૂખ લાગતી નથી અને તમે વધુ પડતું ખાવાનું ટાળો છો. આ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
100 ગ્રામ સીંગદાણામાં લગભગ 25.8 ગ્રામ પ્રોટીન અને 8.5 ગ્રામ ફાઇબર હોય છે.
મખાના : Fox Nut
મખાનાની વાત કરીએ તો તેમાા સારી માત્રામાં ફાઈબર અને પ્રોટીન પણ જોવા મળે છે. 100 ગ્રામ મખાનામાં લગભગ 9.7 થી 10.71 ગ્રામ પ્રોટીન હોય છે.
આ પણ વાંચો | સવારે નાસ્તા માટે પૌવા કે ઉપમા, શું ખાવાથી વેટ લોસ થશે અને ભૂખ ઓછી લાગશે
મખાના કે સીંગદાણા વજન ઘટાડવા માટે શું ખાવું?
ઉપર જણાવ્યા પ્રમાણે મખાનાની સરખામણીએ સીંગદાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. જો કે તેમાં કેલરીનું પ્રમાણ પણ વધારે હોય છે. 100 ગ્રામ સીંગદાણામાં 567 કેલરી હોય છે, જ્યારે 100 ગ્રામ મખાનામાં 347થી 356 કેલરી હોય છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે સીંગદાણા કરતાં મખાના ખાવાથી વધુ ફાયદો થઈ શકે છે. તમે સીંગદાણાને ડાયટનો ભાગ પણ બનાવી શકો છો, પરંતુ આ માટે તમારે તમારી કેલરીની ગણતરી પર વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. તમે સંતુલિત માત્રામાં સીંગદાણાનું સેવન કરીને વજનને નિયંત્રિત કરી શકો છો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us